રીંગણ નું ભરથું(Ringan Bharthu recipe in Gujarati)

#GA4 #Week9
#egg_plant
પોસ્ટ - 14
શિયાળા ની ઋતુ ચાલુ થઈ છે સાથેજ મોટા રીંગણ મળવા લાગ્યા છે...મેં શેકીને ભરથું બનાવી બાજરાના રોટલા...ઘી-ગોળ....ફણગાવેલી મેથીનું અથાણું...સલાડ...લીલી હળદર.....આંબા હળદર ...પાપડ..છાશ અને ડેઝર્ટ માં શીંગ, તલ અને રાજગરાની ચીકી સાથે પીરસ્યું છે...અને હા ભરથું(ઓળો) અગ્ર સ્થાને બિરાજે છે....😊
રીંગણ નું ભરથું(Ringan Bharthu recipe in Gujarati)
#GA4 #Week9
#egg_plant
પોસ્ટ - 14
શિયાળા ની ઋતુ ચાલુ થઈ છે સાથેજ મોટા રીંગણ મળવા લાગ્યા છે...મેં શેકીને ભરથું બનાવી બાજરાના રોટલા...ઘી-ગોળ....ફણગાવેલી મેથીનું અથાણું...સલાડ...લીલી હળદર.....આંબા હળદર ...પાપડ..છાશ અને ડેઝર્ટ માં શીંગ, તલ અને રાજગરાની ચીકી સાથે પીરસ્યું છે...અને હા ભરથું(ઓળો) અગ્ર સ્થાને બિરાજે છે....😊
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મોટા ભટ્ટા રીંગણ ને ધોઈ, તેલ લગાવી જાળી મૂકી ગેસ પર શેકી લો....સહેજ ઠંડા થાય એટલે છાલ કાઢી ચમચી વડે સ્મેશ કરી લો....
- 2
હવે એક કડાઈમાં તેલ મૂકી લસણ...આદુ...ડુંગળી મૂકી સાંતળો...બે થી ત્રણ મિનિટ સાંતળી ને ટામેટા ઉમેરો...સૂકા મસાલા કરો...
- 3
હવે આપણી ભરથા ની ગ્રેવી તૈયાર થઈ ગઈ છે....સ્મેશ કરેલા રીંગણ નો માવો ઉમેરી મીઠું અને કાચું તેલ રેડી કોથમીર અને સલાડ થી ગાર્નિશ કરી દો....
- 4
મેં બાજરાના રોટલા,સલાડ, પાપડ, ગ્રીન ચટણી, ઉગેલી મેથીનું અથાણું...ઘી, ગોળ....ફ્રેશ સફેદ અને પીળી હળદર, પપૈયા નું છીણ અને ડેઝર્ટ માં શીંગ,તલ અને રાજગરા ની ચીકી સાથે સર્વ કર્યું છે સાથે છાશ તો હોય જ....એન્જોય કરો રીંગણ નું ભરથું...👍
Similar Recipes
-
રીંગણ નો ઓળો(Ringan no olo recipe in Gujarati)
અત્યારે શિયાળો પુર બહાર માં છે ત્યારે ગરમાગરમ મોટા રીંગણ ભટ્ટા શેકીને તેનો ઓળો રોટલા ભાખરી સાથે ખૂબ સરસ લાગે છે મેં ઘઉં-બાજરાની ભાખરી,લાલ-લીલી ચટણી, ઘી-ગોળ અને છાશ સાથે સર્વ કર્યુ છે ઓળા માં ઉપરથી કાચું તેલ રેડયું છે જેનાથી તેનો સ્વાદ વધારે સરસ લાગે છે. Sudha Banjara Vasani -
રીંગણ નુંભરથું (Ringan Bharthu Recipe in Gujarati)
#GA4#week9શિયાળા ની સિઝન આવે એટલે રીંગણનો ઓળો આપણને પહેલો યાદ આવે, મસ્ત તાજા બી વગરના રીંગણ જોઈ ઓળો ખાવાનું મન થઈ જાય અને જોડે મસ્ત પાપડ અને લસણની ચટણી મળી જાય તો તો મોજ પડી જાય ચાલો તો આજે આપણે શિયાળો ચાલુ થઇ ગયો છે અને રીંગણ નું ભરતું ખાવાની મજા લઈએ. Dipika Ketan Mistri -
રીંગણ ભરથું અને બાજરીના રોટલા(Ringan bharthu recipe in Gujarati)
#માઇઇબુક#સુપરશેફ2#પોસ્ટ34.એ..હાલો કાઠિયાવાડી ભાણું જમવા. Ila Naik -
ભરથું (bharthu Recipe in Gujarati)
#Winterરીંગણ દરેકને નથી ભાવતું પણ મને તો ખૂબ પ્રિય છે. એમાં પણ શિયાળામાં શાકભાજી પણ સરસ મળે છે. તો આજે રીંગણનો ઓળો, બાજરીના રોટલા,માખણ, ખીચીયા પાપડ,હળદરની કાતરી અને આથેલુ મરચું. Urmi Desai -
🍆"રીંગણ નુ ભરથું"🍆(ધારા કિચન રસિપી)
🍆રીંગણ નું ભરથું એ સામાન્ય શાક છે કે જે ગુજરાતીઓ શોખ થી બનાવે છે અને રીંગણ નું ભરથું મજા માણે છે આ રીંગણ નું ભરથું પરાઠા, રોટલી તેમજ બાજરા ના રોટલા સાથે ખવાય છે.#ઇબુક#day18 Dhara Kiran Joshi -
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
રીંગણ નો ઓળો શિયાળામાં શરીરને ગરમી આપે છે.. રીંગણ માં આયૅન હોય છે.. એટલે શરીર ને તાકાત મળે છે.. સીંગતેલ માં લથપથ ઓળો . ખાવાની ખૂબ મોજ પડી જાય છે.. Sunita Vaghela -
રીંગણ નું ભરથું (Ringan Bhartu Recipe in Gujarati)
# શિયાળા માં લગભગ બધા ને ત્યાં રીંગણ નું ભરથું અલગ અલગ રીતે બનતું જ હોય છે.હું જે રીતે બનાવું છું તેની રેસીપી તમારી સાથે શેર કરું છું. Alpa Pandya -
રીંગણ વટાણા નું ભરથું (Ringan Vatana Bhartu Recipe In Gujarati)
રીંગણ ને શેકી ને ઓળો કે ભરથુ બનાવતા હોઈએ છીએ. પણ આજે મે રીંગણ ને shreaded કરીને એમાં વટાણા નાખી ને ભરથું બનાવાનો ટ્રાય કર્યો છે અને બહુ જ સરસ બન્યો છે..એક વાર ચોક્કસ ટ્રાય કરજો.. Sangita Vyas -
🌹રીંગણ નુ ભરથું🌹
💐કાઠીયાવાડી રીંગણ નું ભરથું એ આખા ગુજરાત માં ખવાતું સામાન્ય શાક છે કે જે ગુજરાતીઓ શોખ થી બનાવે છે અને મજા માણે છે આ રીંગણ નું ભરથું પરાઠા, રોટલી તેમજ બાજરા ના રોટલા સાથે ખવાય છે.💐#પ્રેઝન્ટેશન#ગામઠીરેસિપી Dhara Kiran Joshi -
રીંગણ નો ઓળો (Ringan no olo recipe in gujarati)
#GA4#Week11#Green onion#પોસ્ટ1રીંગણ નો ઓળો માં લીલી ડુંગળી અને લીલું લસણ તો જોઈએ જ.. શિયાળાની ઠંડી માં રીંગણ માં આયૅન સૌથી વધારે અનેપ્રકૃતિ ગરમ સાથે, લીલી ડુંગળી અને લીલું લસણ, આદુ, મરચા અને ગરમ મસાલો નાખી નેં સીંગતેલ માં રીંગણ નો ઓળો બને એ સ્વાદ માં તો લાજવાબ.. પણ ઠંડીમાં શરીર ને ગરમાવો આપી શરદી સળેખમ થી બચાવે.. અને તાકાત આપી જાય.. Sunita Vaghela -
-
ભરથું(bharthu Recipe in Gujarati)
#GA4 #Week9Eggplantરીંગણનું ભરથું એક કાઠિયાવાઙી વાનગી છે.જેના વગર કાઠિયાવાડી ભાણું અધુરૂ લાગે.એના રીંગણ પણ અલગ જ આવે છે.જેને ચુલાની ભભરોટ માં શેકવામાં આવે છે.જેથી એનો ટેસ્ટ પણ એકદમ યુનીક આવે છે.જો ચુલો ના હોય અથવા ઉતાવળ હોય તો તમે રીંગણ પર તેલ લગાવી ગૅસ ઉપર પણ શેકી શકો છો. Payal Prit Naik -
રીંગણ નું ભરથું (Ringan Bhartu Recipe In Gujarati)
આજે આપણે રીંગણ નું ભરથું બનાવીશું. જે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી હોય છે. આ રેસિપી મેં પુનમબેન જોષીની રેસિપી જોઈને બનાવી છે. હેપ્પી વુમન્સ ડે નિમિત્તે આ રેસિપી હું પૂનમબેન જોષી ને dedicate કરું છું.#WD Nayana Pandya -
-
(ભરથું( Bharthu Recipe in Gujarati)
શિયાળાની શરૂઆત થવાની સાથે બધાના રીંગણનો ઓળો બનતો હશે. રીંગણનો ઓળો પણ વિવિધ રીતે બનાવવામાં આવે છે. બધાના ઘરે તેને બનાવવાની રીત પણ જુદી જ હશે. શિયાળામાં રીંગણનો ઓળો ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. મેં અહીં એકદમ સીધી અને સહેલી રીત થી બનાવ્યું છે. Priti Shah -
રીંગણનું ભરથું(Ringan nu Bharthu racipe in gujarati)
#GA4#Week11શિયાળા સ્પેશિયલ રીંગણ નું ભરથું વીડિયો માટે નીચે લિંક પર ક્લિક કરોhttps://youtu.be/Gp7hO-gErdQ Manisha Kanzariya -
ભરથું (Bharthu Recipe in Gujarati)
#GA4#week9#post1#Puzzle_Eggplantમેં મારી સ્ટાઈલ થી રીંગણ નો ઓળો બનાવ્યો છે,રીંગણ ને શેકી ને નહિ પણ બૉઇલ કરી ને બનાવ્યો છે ,તો પણ ટેસ્ટ એ જ આવે છે, Sunita Ved -
-
ભરથું (Bharthu Recipe in Gujarati)
રીંગણા નો ઓળો શેકેલા રીંગણ અને આદુ અને મસાલા સાથે સ્વાદિષ્ટ હોય છે. રીંગણા નો ઓલો એ એક શેકેલા રીંગણામાંથી બનાવવામાં આવતી ક્લાસિક વાનગી છે ભારતના કેટલાક પ્રદેશોમાં બાઈંગન ભારતા તરીકે ઓળખાતી આ વાનગી ખૂબ જ ટેસ્ટી છે#GA4#week9#eggplant Nidhi Jay Vinda -
ભરથું (Bharthu Recipe in Gujarati0
##weekend Recipeશિયાળો આવી ગયો છે રીંગણ ખાવા ની ખૂબ જ મજા આવેબજારમાં જાતજાતના રીંગણ મળે છેભડથા માટે સૌથી મોટા અને કાળા રંગના રીંગણ લેવાતા હોય છેઆમ તો રીંગણ નું ભરતું આખા રીંગણ ને ગેસ ઉપર શેકી ને બનાવતું હોય છે પરંતુ ઘણીવાર અંદર નાની જીવાત હોવાનો ડર લાગે છે અને તેને કાપ્યા વગર ખબર ન પડેઆખા રીંગણ ને શેકી લઈએ તો જીવાત પણ શેકાઈ જાય છે અને ડર લાગે છેમાટે હું રીંગણને શેકી ને નહીં પણ કાપી ને બાફી ને પછી જ બનાવું છું Rachana Shah -
રીંગણ નું ભરથું (Ringan Bhartu Recipe In Gujarati)
#AM3 મોજડી ભરેલ રીંગણ નું ભરથુંઆ રેસિપી મારે મારી વ્હાલી, લવલી વાઈફ માટે બનાવી છે કેમકે એને અમે જઈ શોપિંગ કરવા જઇયે ત્યારે એને મોજડી, ચપ્પલ કે લેડીસ બુટ તો લેવાજ પડે તો એક ડી મેં એને કીધુકે જોજે એક દિવસ તને આવીજ મોજડી ની રેસિપી બનાવી ને એમાં તારી પસંદ નો રીંગણ નું ભરથું પીરસીશ અને એક દિવસ બનાવી દીધું તો જોવો મિત્રો મેં કેવી રીતે બનાવીયુ છે. Sureshkumar Kotadiya -
રીંગણનો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
હવે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે.હવે ઓળા માટેના રીંગણ ખૂબ જ સરસ મળવા લાગ્યા છે.ઓળો બનાવવા માટે લગભગ બધા લોકો આખા રીંગણને શેકીને બનાવતા હોય છે પણ જૈન લોકો એમના ધર્મને અનુલક્ષીને રીંગણને શેકીને બનાવતા નથી.એ લોકો રીંગણના કટકા કરી,બાફીને બનાવે છે.મેં આજે એ રીતે રીંગણનો ઓળો બનાવ્યો છે.#MBR2 Vibha Mahendra Champaneri -
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
લંચ માં બનાવ્યું..અને ટેસ્ટ માં બહુ સરસ થયું છે.. રીંગણ નો ઓળો/ ભરથું Sangita Vyas -
રીંગણ ભરથું રોટલા (Ringan bharthu ROTLA Recipe in Gujarati)
#trend3#Week 3આજે મેં ગુજરાતી ભાણું બનાવ્યું છે. એટલે કે સૌનું મન ભાવતું ભોજન ઓરા- રોટલા/ ખીચડી/ ડુંગળી ટામેટાં નું કચુંબર /ખીચી ના પાપડ/ હળદર / ગરમર તથા છાશ. Brinda Lal Majithia -
-
-
-
-
ગુજરાતી ભોજનથાળ(Gujarati Bhojanthaal recipe in Gujarati)
#GA4 #week4#GujaratiPost - 8#Gujaratidinner સામાન્ય રીતે ગુજરાતી રાત્રી ભોજન માં ભાખરી અથવા રોટલા હોય છે શિયાળા ની શરૂઆત હોય એટલે રોટલાની મજા પડી જાય...રોટલા અને ખાટી કઢી સાથે મેં શાક, ફણગાવેલા મગ-ડુંગળી-ટામેટાં ની કચુંબર, ઘરનું સફેદ માખણ ઘી-ગોળ, લાલ અને લીલી ચટણી, હળદર-આંબા હળદર, લીલા મરચા અને ડેઝર્ટ માં રસ ઝરતી જલેબી સર્વ કર્યા છે અને હા જમીને છેલ્લે છાશ તો ખરી જ...😊 Sudha Banjara Vasani -
રીંગણ નું ભરથું (Lila Lasan Ringan Bharthu Recipe
#GA4#Week24#Garlicઆ રેસિપી માં મેં ગાજર કોબી અને લીલાં વટાણા season પ્રમાણે નાખ્યા છે. જે optional છે. આ recipe ની process ના photos નથી વધારે એટલે મેં નથી મૂક્યા. Payal Sampat
More Recipes
ટિપ્પણીઓ (11)