ફ્લાવર બટાકાનું શાક (Cauliflower potato sabji recipe in gujarati)

Riddhi Ankit Kamani
Riddhi Ankit Kamani @riddhikamani

ફ્લાવર બટાકાનું શાક (Cauliflower potato sabji recipe in gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
2 લોકો
  1. ૨ કપઝીણું સમારેલું ફ્લાવર
  2. બટાકું પતલી ચીપ્સ માં કાપેલું
  3. ૭-૮ લસણની કળીઓ
  4. ૭-૮ મરી ના દાણા
  5. ૧ ચમચીરાઈ
  6. ૧ ચમચીજીરું
  7. ચપટીહિંગ
  8. ૧ ચમચીહળદર
  9. ૩ ચમચીતેલ
  10. મીઠું સ્વાદ મુજબ
  11. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ફ્લાવરને એકદમ સરસ ધોઈને સાફ કરી લો. પછી ઝીણું સમારી લેવું. બટાકાને છોલી પતલું કાપી લો.

  2. 2

    લસણની કળીઓ ઝીણી સમારી લો. કડાઈમાં તેલ ગરમ કરી રાઈ, જીરું, હિંગ, હળદર નો વઘાર કરવો. લસણ ઉમેરી થોડું તતળવા દો. સમારેલું ફ્લાવર અને બટાકા ઉમેરી દો.

  3. 3

    સ્વાદ મુજબ મીઠું નાખી બધું જ બરાબર હલાવી લો. થોડું જ પાણી છાંટીને શાક ને ધીમે તાપે ખુલ્લું જ ચઢવા દો. શાક સોફ્ટ થાય ત્યાં સુધી ચઢવા દો. મરી ના દાણા ને પાઉડર કરી ઊમેરી દો.

  4. 4

    બધું જ બરાબર હલાવી લો. શાક માંથી તેલ છુંટુ પડવા લાગે એટલે તૈયાર છે. ગરમ ગરમ રોટલી અને છાશ સાથે સર્વ કરવું. ખૂબ જ સ્વાદિષ્ટ ફ્લાવર બટાકા નું શિયાળું સ્પેશિયલ શાક તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Riddhi Ankit Kamani
Riddhi Ankit Kamani @riddhikamani
પર

Similar Recipes