રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ શક્કરિયા ની છાલ ઉતારી કૂકર માં બે સીટી વગાડી બાફી લો
- 2
બાફી ને મસળી લો હવે તેમાં સેંધા મીઠું સ્વાદ મુજબ, કોથમીર અને ફુદીના ને સમારી ને નાખો
- 3
આદુ મરચાં ની પેસ્ટ ગરમ મસાલો(જો ખાતા હોય તો) લીંબુ નો રસ એક ચમચી અને એક ચમચી રાજગરો
- 4
કોઈપણ ફરાળી લોટ લઇ શકો છો હવે બરોબર મિક્સ કરી પેટીસ નો શેપ આપો કોઈ પણ આકાર આપી શકો છો
- 5
હવે મધ્યમ આંચ પર બે ચમચા તેલ મૂકી શેલો ફ્રાય કરો
- 6
હવે પલટાવી ને બંને બાજુ ફ્રાય કરી લો અને ગોલ્ડન થાય ત્યાં સુધી ફ્રાય કરી એક પ્લેટ માં કાઢી લો
- 7
તો તૈયાર છે આપણી ફરાળી પેટીસ હવે તેને લીલી ચટણી સાથે ગરમ ગરમ પીરસો
- 8
તમે આ પેટિસ ને ચાટ તરીકે પણ ખાઈ શકો છો તેના પર દહીં જીરું પાઉડર કોથમીર લીલી ચટણી ખજૂર ની ચટણી નાખી ફરાળી સેવ અને દાડમ થી શણગારી પીરસી શકાય છે
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14138475





















ટિપ્પણીઓ