તલની કૂકીઝ (sesame cookies recipe in Gujarati)

Juliben Dave
Juliben Dave @julidave

#GA4
#Week12
કૂકીઝ
બેસન
કૂકીઝ ઘણા પ્રકારની બને છે ,મૉટે ભાગે મેંદામાંથી જ આપણે બનાવીયે
પણ મેં થોડો ચણાનો લોટ પણ ઉમેર્યો છે .જેથી સ્વાદ પણ સરસ આવે છે.અને તલ સ્વાસ્થ્ય માટે ખુબ જ પોષક છે તેથી શિયાળો હોવાથી તલનો
ઉપયોગ કર્યો છે ,બાળકો તલ ખાવામાં આનાકાની કરતા હોય છે તો
તેમને આ રીતે તલ ખવરાવવાથી હોસે હોસે ખાઈ લે છે અને પોષકતત્વોની
કમી પૂરી થવા સાથે સ્વસ્થ પણ રહે છે ,,શિયાળામાં તલનો ભરપૂર ઉપયોગ
કરવો જોઈએ ,

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપઘી
  2. 3/4 કપમેંદો
  3. 3/4 કપચણાનો લોટ
  4. 1 કપપાઉડર ખાંડ
  5. 3 ટેબલસ્પૂનસફેદ તલ
  6. 1 ટીસ્પૂનઈલાયચી પાઉડર
  7. 1 ચમચીબેકિંગ પાઉડર
  8. 1/4 ચમચીબેકિંગ સોડા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક તપેલીમાં ઘી અને ખાંડ બન્ને લઇ ફીણવા
    મિશ્રણ એકદમ હલકું ના થાયઅને ડબલ ના થાય ત્યાં સુધી ફીણવું,
    મિશ્રણ તૈય્યાર થાય જાય એટલે તેમાં મેંદો,ચણાનો લોટ,તલ,ઈલાયચી પાઉડર,
    બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા ઉમેરી ખુબ જ ફીણવું,નાનખટાઈ વળે તેવું
    મિશ્રણ તૈય્યાર કરવાનું છે,,

  2. 2

    આ દરમ્યાન એક મોટી કડાઈમાં તળિયે મીઠું નાખી કાંઠો મૂકી ગરમ થવા
    મૂકી દેવું,મેં કડાઈમાં કરી છે,,ઓવેનમાં પણ સરસ બને છે,
    મિશ્રણમાં થી નાની નાની નાનખટાઈ બનાવી ડીશમાં ગોઠવો,ફૂલીને ડબલ
    થશે એટલે બે નાનખટાઈ વચ્ચે જગ્યા રાખો,

  3. 3

    કાંઠા પર આ ડીશ ગોઠવી દ્યો અને ઢાંકણ ઢાંકી ૨૦ મિન્ટ ધીમા તાપે
    નાનખટાઈ શેકવા દ્યો,
    ઓવનમાં બનાવવી હોય તો પ્રિહિટ કર્યા બાદ ૧૮૦ ડિગ્રી પર ૧૫ મિનિટ
    બેક કરવી,,ચેક કરી જોઈ લેવી કે બરાબર બેક થાય છે કે નહીં,

  4. 4

    કડાઈમાં ૨૦ મિનિટમાં નાનખટાઈ ખુબ જ સરસ ચડી જાય છે,,
    નાનખટાઈ બહાર કાઢ્યા પછી એક કલાક ઠંડી થવા દ્યો,
    તુરત ઉપયોગમાં લેશો તો પોચી લાગશે,,ઠંડી થયા બાદ વધુ કરકરી
    બને છે,,,

  5. 5

    તો તૈય્યાર છે તલની નાનખટાઈ,,

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Juliben Dave
Juliben Dave @julidave
પર

Similar Recipes