કોકોનેટ કૂકીઝ (Coconut Cookies Recipe In Gujarati)

Jigna Shukla
Jigna Shukla @Jigna_Shukla_8887
Rajkot

#weekend
કૂકીઝ નાના - મોટા સૌ ને ભાવતી હોય છે. મારાં ઘર માં બધા ને કોકોનેટ કૂકીઝ બહુ જ ભાવે છે.

કોકોનેટ કૂકીઝ (Coconut Cookies Recipe In Gujarati)

#weekend
કૂકીઝ નાના - મોટા સૌ ને ભાવતી હોય છે. મારાં ઘર માં બધા ને કોકોનેટ કૂકીઝ બહુ જ ભાવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
2 વ્યક્તિ
  1. 1 કપકોપરા નું ખમણ
  2. 1 કપદેશી ઘી
  3. 1/2 કપરવા નો લોટ
  4. 1/2 કપસાકર પીસેલી
  5. 1 સ્પૂનનાની ઇલાયચી પાઉડર
  6. ચપટીબેકિંગ સોડા
  7. 4 નંગપિસ્તા

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌ પેલા ઘી ને પીસેલી સાકર (મે અહીં બૂરું ખાંડ ને બદલે પીસેલી સાકર નો ઉપયોગ કર્યો છે.) ને 2 મિનિટ ફીણી લો.

  2. 2

    એકસરખું ફીણી ને ઘી નો કલર ચેન્જ થઈ જાય એટલે એમાં રવા નો લોટ, કોપરા નું ખમણ, ઇલાયચી પાઉડર, અને ચપટી બેકિંગ સોડા નાખી મિક્સ કરો.

  3. 3

    હવે એના નાના લુવા બનાવી ને ગોળ કૂકીઝ શેપ આપી દો. આ માપ માં થી 7 કૂકીઝ બનશે. એલ્યુમિનિયમ ની થાળી માં જગ્યા રાખી ગોઠવી દો.

  4. 4

    ગેસ ચાલુ કરી તપેલા માં તળિયે રેતી અથવા તો નમક નાખી જારી સ્ટેન્ડ મૂકી 10 મિનિટ ગરમ થવા દો.પછી થાળી ને તપેલા માં મૂકી 10 મીડીયમ તાપ પર શેકી લો. તૈયાર છે આપણી કોકોનેટ કૂકીઝ.

  5. 5

    પિસ્તા થી ગાર્નીસ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigna Shukla
Jigna Shukla @Jigna_Shukla_8887
પર
Rajkot

Similar Recipes