પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)

Komal Khatwani
Komal Khatwani @komal_1313
Navsari , Gujarat

#MW2
#Week2
#પનીર_સબ્જી

#CookpadIndia
#cookpadgujarati
#cookpad

પનીર અંગારાની સબ્જી ખુબજ સ્વાદિષ્ટ હોય છે. આને બનાવવાની રીત ખુબજ મજેદાર હોય છે. પહેલા ગ્રેવી બનાવવામાં આવે છે અને પછી પનીરના ટુકડાઓ નાખીને પકાવવામાં આવે છે. છેલ્લે કોલસાથી આમાં સ્મોકી ફ્લેવર લાવવામાં આવે છે. કેટલીક રેસ્ટોરન્ટમાં તો આ સિગ્નેચર ડિશ તરીકે જાણીતી છે.
મે આ સબ્જી પહેલીવાર જ બનાવી છે.પણ સ્વાદ મા ખુબ સરસ હોટલ જેવી જ બની છે.ડિનર અથવા લંચ માટે આ શાક સર્વ કરી શકાય.મે અહી ફુલકા રોટલી સાથે સર્વ કર્યુ છે.

પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)

#MW2
#Week2
#પનીર_સબ્જી

#CookpadIndia
#cookpadgujarati
#cookpad

પનીર અંગારાની સબ્જી ખુબજ સ્વાદિષ્ટ હોય છે. આને બનાવવાની રીત ખુબજ મજેદાર હોય છે. પહેલા ગ્રેવી બનાવવામાં આવે છે અને પછી પનીરના ટુકડાઓ નાખીને પકાવવામાં આવે છે. છેલ્લે કોલસાથી આમાં સ્મોકી ફ્લેવર લાવવામાં આવે છે. કેટલીક રેસ્ટોરન્ટમાં તો આ સિગ્નેચર ડિશ તરીકે જાણીતી છે.
મે આ સબ્જી પહેલીવાર જ બનાવી છે.પણ સ્વાદ મા ખુબ સરસ હોટલ જેવી જ બની છે.ડિનર અથવા લંચ માટે આ શાક સર્વ કરી શકાય.મે અહી ફુલકા રોટલી સાથે સર્વ કર્યુ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ
  1. ડુંગળી-ટામેટાં ની પેસ્ટ માટે
  2. 1ચમચો તેલ
  3. 3ડુંગળી
  4. 4ટામેટાં
  5. 1 ઇંચતજ
  6. 3લવિંગ
  7. 2નાની ઇલાયચી
  8. 2સુકા લાલ મરચાં
  9. 8કાજુ
  10. 1 ચમચીમગજતરી
  11. 1 ઇંચઆદુનો ટૂકડો
  12. 10કળી લસણ
  13. 2લીલાં મરચાં
  14. મીઠું સ્વાદ મુજબ
  15. શાક બનાવવા માટે
  16. 1 ચમચીજીરું
  17. 1તમાલપત્ર
  18. ડુંગળી ટામેટાંની પેસ્ટ
  19. 1 ચમચીલાલ મરચું
  20. 1 ચમચીધાણાજીરું
  21. 1/2હળદર
  22. મીઠું સ્વાદ મુજબ
  23. 1ચમચો (તેલ+ઘી) (ફક્ત તેલ કે ફક્ત ઘી પણ લઈ શકાય)
  24. 100 ગ્રામપનીર
  25. 1ડુંગળી (મોટા ટૂકડા કાપવા)
  26. 1કેપ્સીકમ (મોટા ટૂકડા કાપવા)
  27. 2 ચમચીમલાઈ
  28. 1/2 ચમચીગરમ મસાલો
  29. 1 ચમચીકસુરી મેથી
  30. 2 ચમચીકોથમીર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક પેન માં તેલ ગરમ કરો.હવે પેસ્ટ માટેનાં બધાં ખડા મસાલા ઉમેરો.ત્યારબાદ લાંબી સમારેલી ડુંગળી ઉમેરો.

  2. 2

    ડુંગળીને 5 મિનિટ સાંતળો.થોડો કલર બદલાય અને નરમ થાય પછી આદુ, મરચાં અને લસણ ઉમેરો.પછી કાજુ અને મગજતરી ઉમેરો.બધું મિક્સ કરી 2 મિનિટ માટે સાંતળો.

  3. 3

    હવે ટામેટાં ઉમેરો.જરૂર મુજબ મીઠું ઉમેરો.મિક્સ કરી લો.5 મિનિટ સુધી થવા દો.ટામેટાં થોડાં નરમ થાય અને તેલ છુટે એટલે ગેસ બંધ કરી પેન ગેસ થી નીચે ઉતારી દો.

  4. 4

    હવે મિશ્રણમાં ½ ગ્લાસ નોર્મલ પાણી ઉમેરો જેથી જલ્દી ઠંડુ થઈ જાય.ઠંડુ થયાં બાદ મિકસર જારમાં નાંખી સ્મુથ પેસ્ટ તૈયાર કરો.

  5. 5

    હવે શાક બનાવવા બધી સામગ્રી તૈયાર કરો.હવે એક પેનમાં તેલ અને ઘી ગરમ કરો.જીરું અને તમાલપત્ર નાખી તૈયાર કરેલી પેસ્ટ મોટી ચાળણીથી ગાળીને ઉમેરો.

  6. 6

    હવે આ સ્મુથ પેસ્ટ માં લાલ મરચું, ધાણા જીરું,હળદર અને મીઠું ઉમેરી 2 મિનિટ થવાં દો.હવે મોટા સમારેલાં કેપ્સીકમ,ડુંગળી અને પનીર નાં ટૂકડા ઉમેરો.5 મિનિટ કુક થવા દો.

  7. 7

    હવે ગરમ મસાલો,કસુરી મેથી અને મલાઈ ઉમેરો.બરાબર મિક્સ કરી 5 મિનિટ કુક થવા દો.ઉપર કોથમીર છાંટી ગેસ બંધ કરી પેન ગેસ થી નીચે ઉતારી દો.

  8. 8

    હવે કોલસા ને ગેસ પર ગરમ કરો.પેન માં એક નાની વાડકીમા કોલસો મુકી ઉપરથી ઘી રેડો જેથી ધૂમાડો થશે.પેનને ઢાંકણ થી ઢાંકી દો.જેથી શાક માં સરસ સ્મોકી ફ્લેવર આવે.

  9. 9

    હવે શાક એકવાર મિક્સ કરી સર્વિંગ બાઉલમાં કાઢી ફુલકા રોટલી સાથે સર્વ કરો.

  10. 10

    તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ અને સ્મોકી પનીર અંગારા.તેને નાન,તંદુરી રોટી, સાદી રોટી અને રૂમાલી રોટી સાથે પણ સર્વ કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Komal Khatwani
Komal Khatwani @komal_1313
પર
Navsari , Gujarat
cooking is my fvrt hobby & i love to cook different dishes for my lovely family.
વધુ વાંચો

Similar Recipes