ડ્રાયફ્રુટ & ખજૂર લાડુ (Sugar Free Sweet | Healthy and Tasty Dates Balls | Winter Special)

FoodFavourite2020
FoodFavourite2020 @FoodFavourite2020
ગુજરાત

ડ્રાયફ્રુટ & ખજૂર લાડુ (Sugar Free Sweet | Healthy and Tasty Dates Balls | Winter Special)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
  1. બાઉલ નાળીયેરનું ખમણ
  2. ૩ ચમચીદેશી ઘી
  3. ૧/૨બાઉલ સમારેલી બદામ
  4. ૧/૨બાઉલ સમારેલા કાજુ
  5. ૧/૨બાઉલ સમારેલા પીસ્તા
  6. ૧/૨બાઉલ સમારેલા અખરોટ
  7. ૧ ચમચીમગજતરીના બી
  8. ૧ ચમચીપમ્પકીનના બી
  9. ૧ ચમચીસૂર્યમુખીના બી
  10. ૧ ચમચીચારોલી
  11. ૧ ચમચીખસખસ
  12. ૧ ચમચીકિસમિસ
  13. ૫૦૦ ગ્રામ ખજૂર
  14. ૧/૪ ચમચીઈલાઈચી પાઉડર
  15. ૧/૮ ચમચી જાયફળ પાઉડર

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ એક પેનમાં ૧/૨ બાઉલ નાળીયેરનું ખમણ લો. ૨ થી ૩ મિનિટ સૂધી ધીમા તાપે શેકી, એક મીક્ષીંગ બાઉલમાં કાઢી લો.

  2. 2

    ત્યારબાદ એજ પેનમાં ૧ & ૧/૨ ચમચી ઘી ગરમ કરી, બદામ, કાજુ, પીસ્તા અને અખરોટ ઉમેરી, ધીમા તાપે ૩ મિનિટ ક્રંચી થાય ત્યાં સુધી શેકી, નાળીયેરના ખમણ સાથે કાઢી લો.

  3. 3

    પછી એજ પેનમાં મગજતરીના બી, પમ્પકીનના બી, સુર્યમુખીના બી, ચારોલી અને ખસખસ ઉમેરી ૨ મિનિટ સુધી ધીમા તાપે શેકો.

  4. 4

    ત્યારબાદ કિસમિસ ઉમેરી અરોમા આવે ત્યાં સુધી શેકી, ડ્રાયફ્રુટ સાથે કાઢી લો.

  5. 5

    ફરીથી એજ પેનમાં દોઢ ચમચી ઘી ગરમ કરી ખજૂર ઉમેરો.

  6. 6

    સારી રીતે મિક્ષ કરી નરમ થાય એટલે ડ્રાયફ્રુટનું મિશ્રણ ઉમેરો.

  7. 7

    પછી ઈલાઈચી પાઉડર અને જાયફળ પાઉડર ઉમેરી, બધુ બરાબર મિક્ષ કરી ગેસ બંધ કરી દો.

  8. 8

    એક મિક્ષીંગ બાઉલમાં કાઢી, ૫ મિનીટ સુધી ઠંડું થવા દો. પછી નાના બોલ બનાવી, નાળીયેરના ખમણથી કોટ કરી દો. સર્વ કરવા માટે તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
FoodFavourite2020
FoodFavourite2020 @FoodFavourite2020
પર
ગુજરાત
Something Tasty 😋
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes