પંજાબી સમોસા 😋🍽 (Punjabi samosa recipe in Gujarati)

પંજાબી સમોસા 😋🍽 (Punjabi samosa recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પંજાબી સમોસાનું સ્ટફિંગ રેડી કરવા માટે:--સૌ પ્રથમ 6થી 7નંગ બટેટાને સ્વચ્છ પાણીમાં ધોઇને કુકરમાં 2થી3 શિટિ આપવી. (બાફતી વખતે જરુર મુજબ પાણી માં બાફી લેવા.વધુ બાફવા નહી.) ત્યાર બાદ થંડા થવા દો.
- 2
ઠંડું થયા પછી મોટા પીસ કટ કરો.
- 3
એક પેનમાં 1ચમચો તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં લીલાં મરચાં બારિક કટ કરેલ અને ચપટી હિંગ એડ કરી વગાર કરો.ત્યાર બાદ તેમાં લસણ,અદ્રક,મરચાંની પેસ્ટ એડ કરી 1થી 2 ગોલ્ડન રંગ થઇ જાય ત્યારે પટમાં ત્યાં સુધી સાંતડવી.
- 4
રેડી કરેલ પેસ્ટમાં 2ચમચી જીરુ,આખા ધાણા અને વરિયાળી જે ધીમા તાપે સેકિને અધકચરા વાટેલ પેસ્ટ વગારમાં એડ કરી 1મીનીટ સાંતળવું.તેમાં 2ચમચી હળદર,લાલ મરચું પાઉડર,ગરમ મસાલો પણ એડ કરવો.
- 5
હવે પેસ્ટ રેડી થઈ જાય ત્યારે તેમાં મોટા પીસકટ કરેલ બટેટાનાં પેસ્ટમાં એડ કરવા.સાથે 100ગ્રામ લીલાં વટાણા મિક્સ કરીને સ્વાદ મુજબ મીઠું અને 1/2નંગ લીબું એડ કરી લેવું.મિશ્રણને 5મીનીટ ધીમા તાપે મસાલા સાથે સેટ થવા દો.ત્યાર બાદ તેમાં 50ગ્રામ બારીક સમારેલી કોથમીર ઉપરથી મિક્સ કરી સ્ટફીગમા ચમચો બધી બાજુએથી અધકચરો કરી લેવો. ગેસ બંધ કરી ઠંડું થવા દો.
- 6
સમોસાનાં બહારનું પડ રેડી કરવા માટે:--સૌ પ્રથમ 250ગ્રામ મેંદા નો લોટ ચારીને લેવો. તેમાં 2ચમચી અજમો,સ્વાદ અનુસાર મીઠું અને 3ચમચી ઘી અને થોડું થોડું પાણી મિક્સ કરી કડક ક્ણીક બાંધો.
- 7
1/2 ક્લાક ક્ણીક પર સ્વચ્છ ભીનું રૂમાલ રાખી ક્ણીકને સોફ્ટ થવા દો.
- 8
1/2કલાલ પછી મોટા અથવા નાના સરખા ભાગનાં લોય રેડી કરી મિડિયમ ગોળ વણી તેના વચ્ચેથી સરખા ભાગ કરી લેવું. તેભાગને કોન શેપ આપી તેમા રેડી કરેલ સટફિંગ જરુર મુજબ ભરી અને કોનનું ખુલ્લો ભાગ કવર કરી સમોસા રેડી કરવા.
- 9
6થી 7 મોટા ચમચા તેલ ગરમ કરી ધીમાં આંચ પર સમોસા ગોલ્ડન રંગ થઇ જાય ત્યા સુધી તળી લેવા. સાથે ઉપરનું પડ પણ કડક થવાં દેવું.
- 10
રેડી કરેલ પંજાબી સમોસાં ગરમા ગરમ સર્વિગ ટ્રે પર મૂકી તેની સાથે લીલી ચટણી (ફુદિનો અને મરચાં ની પેસ્ટ,કોથમીર),આમલીની ખાટી મીઠી ચટણી,ઝીણા કાંદા અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો..😋😋🍽
Similar Recipes
-
પંજાબી સમોસા (Punjabi samosa recipe in Gujarati)
#MW3#સમોસાપંજાબી સમોસા અમારાં ઘરમાં દરેકને પ્રિય છે. Urmi Desai -
પંજાબી સમોસા(Punjabi samosa recipe in Gujarati)
#MW3#fried#સમોસા#પંજાબી સમોસાઆપણે ગુજરાતીઓ સમોસા બનાવીએ તો તેમાં મસાલો કરતા હોઈએ છીએ તેના કરતા થોડો અલગ મસાલો કરી સમોસા બનાવવામાં આવે છે તેવા પંજાબી સમોસા મેં આજે બનાવ્યા છેજેની સ્પેશિયાલિટી તેમાં ઉમેરવામાં આવતો homemade મસાલો છેઆ સમોસાનું પડ પણ તેની એક ખાસિયત હોય છે તે એકદમ ક્રિસ્પી છતાં સોફ્ટ હોય છે તેમાં તેને લોટની ખાસિયત હોય છેપંજાબી સમોસા ની સાઈઝ પણ ગુજરાતી સમોસા કરતાં થોડી મોટી હોય છે અને તેને ફોલ્ડ કરવાની method પણ અલગ હોય છેઆ સમોસા સાથે કેચ અપ ખૂબ જ ટેસ્ટી લાગે છેઆ સમોસા બનાવવાની રેસીપી હું તમારી સાથે શેર કરુ છું જરૂર થી ટ્રાય કરશો Rachana Shah -
-
પંજાબી સમોસા (Punjabi Samosa Recipe In Gujarati)
#નોર્થપંજાબી સમોસા બધા ને ફેવરીટ અને એકદમ કોમન સ્ટ્રીટ ફૂડ/ બ્રેકફાસ્ટ/ નાસતો છે. પંજાબી સમોસા એમાં વપરાતા અલગ મસાલા થી બધા થી અલગ પડે છે. સમોસા નો પરિચય ૧૩-૧૪ મી સદી માં ભારત માં થયો હતો. સમોસા બહાર થી એકદમ ક્રિસ્પી ખસતું અને અંદર થી એકદમ નરમ અને મસાલેદાર હોય તો જ ખાવા માં મજા આવે છે! તો ચાલો શીખીએ પંજાબ ના ફેમસ સમોસા. Kunti Naik -
પંજાબી મીની સમોસા
#RB2પંજાબી સમોસા મોટા- નાના ,બધા ના ફેવરેટ હોય છે. અમારા ઘર માં પણ બધા ને પંજાબી સમોસા બહૂ જ ભાવે છે. આ સ્નેક એની ટાઈમ ખાઈ શકાય છે. Bina Samir Telivala -
પંજાબી સમોસા (Punjabi Samosa Recipe In Gujarati)
#DTR#TRO પંજાબી સમોસા નું નામ સાંભળતા જ મોંઢા માં પાણી આવી જાય . મારા મમ્મી પંજાબી સમોસા બહુજ મસ્ત બનાવતા. આની રીત હું એમની પાસે થી જ શીખી છું. આ રેસિપી હું એમને dedicate કરું છું.દીપવલી નો શુભ અવસર હોય, તો જમવા માં કઇક ફરસાણ હોય તો મઝા પડી જાય.મેં અહીયાં સમોસા સાઈડ ડીશ તરીકે મુક્યા છે જે તમને ચોક્કસ પસંદ પડશે.Cooksnap@FalguniShah_40 Bina Samir Telivala -
સમોસા(Samosa recipe in Gujarati)
#GA4#week9#fried#maidaકંઈક ચટપટું ખાવા ની ઈચ્છા હોય ત્યારે પંજાબી સમોસા બેસ્ટ ઓપ્શન છે. આ સમોસા કોઈપણ સમયે ખાઇ શકાય છે. અને જો થોડી અગાઉ થી તૈયારી કરી હોય તો ઝડપથી પણ બને છે. Jigna Vaghela -
પંજાબી સમોસા (Punjabi Samosa Recipe in Gujarati)
#GA4#Week21#Samosaઆમ તો ભાગ્યે જ કોઈક એવું હશે જેને સમોસા ના bhavta હોય. એક ગરમાગરમ સમોસા અને ચા મળી જાય એટલે મારી સવાર તો સરસ થઇ જાય. સમોસા માં પણ તમે ગણું બધું વેરિએશન લાવી શકો છો. જેમ કે પંજાબી સમોસા પનીર સમોસા ચીઝ સમોસા નવતાડ ના સમોસા. બધા જ ખાવામાં બહુ જ ટેસ્ટી હોય છે.મેં અહીંયા મેંદા ના બદલે આપણા ઘઉં ના લોટ માંથી જ સમોસા બનાવ્યા છે. જે ખુબ સરસ બન્યા છે jena થી તમે મેંદો ખાવાનું અવોઇડ કરી શકો છો. Vijyeta Gohil -
સમોસા (Samosa Recipe In Gujarati)
#DFTસમોસાની ઘણી વેરાયટી છે પણ મને પંજાબી સમોસા જ વધુ ભાવે તેના સ્પાઈસી સ્ટફિંગ તથા મોટી સાઈઝ ને કારણે.. ૨ સમોસામાં તો પેટ જ ભરાઈ જાય. આજે પંજાબી સમોસા બધાની ડીમાન્ડ પર બનાવ્યા. Dr. Pushpa Dixit -
પંજાબી સમોસા(Punjabi samosa recipe in gujarati)
સમોસા મોસ્ટ પોપ્યુલર street food કહી શકાય જે આપણે ગમે ત્યારે ખાઈ શકીએ છીએ સમોસા ના સ્ટફિંગ મા પણ આપણે ઘણો variation કરી શકીએ છીએ જેમકે કેમકે મિક્સ કઠોળ ના સમોસા આલુ મટર ના સમોસા એમ અલગ અલગ સ્ટફિંગ કરી શકાય છે#માઇઇબુક#નોર્થ Nidhi Jay Vinda -
પંજાબી સમોસા (Punjabi Samosa Recipe In Gujarati)
Happy New year all of you 2022🎉🎉🎉🌹❣️Morning breakfast 😋 Falguni Shah -
સમોસા (Samosa recipe in Gujarati)
સમોસા એક ટેસ્ટી રેસીપી છે. શું એની સુગંધ અને શું એનો સ્વાદ ! મોઢા માં પાણી આવ્યું ને? સમોસા નું નામ જ કાફી છે.#MW3 Jyoti Joshi -
પંજાબી સમોસા (Punjabi Samosa recipe in gujarati)
સ્નેક્સ ની વાત આવે એટલે સૌથી પહેલાં સમોસા યાદ આવે. પંજાબી સમોસા એટલે બહાર થી એકદમ ક્રિસ્પી અને અંદર થી એકદમ ચટપટા. મોઢાં માં મુકતા જ ફ્લેવર્સ burst થાય. આ એવા જ સમોસા ની રેસિપિ છે જે બહાર મળે એવા જ લાગે છે.#North #નોર્થ Nidhi Desai -
-
સમોસા (Samosa Recipe In Gujarati)
આમતો સમોસા બધા ના ફેવરિટ જ હોય છે, ગરમ સમોસા મળી જાય તો મજા પડે , કોઈ મહેમાન આવે ત્યારે તો ખાસ ,ગુજરાત બહાર પણ અલગ રીતે સ્ટફિંગ વાળા સમોસા મળે છે ખરેખર સમોસા બેનમૂન છે Harshida Thakar -
-
કોથમીરનું મિક્સ શાક (CORIANDER MIX VEG Recipe in Gujarati)
શિયાળાની ઋતુમાં મળતાં લીલાં ફ્રેશ શાકભાજીની સાથે આપણું પણ મન થાય છે સ્વાદિષ્ટ રસોઈનો ચટાકેદાર વાનગીઓનો સ્વાદ લઈએ.જે આપણને તંદુરસ્ત રહેવા માટે મદદરૂપ થાય છે.તેમાંથી મેં કોથમીરનું શાક રેડી કરેલ છે..ખરેખર મિત્રો સ્વાદિષ્ટ બન્યું છે.તમે પણ જરુરથી ટ્રાય કરજો.😋😋👍#MW4#વિન્ટર શાકભાજી#કોથમીર#કોથમીરનું મિક્સ શાક 😋😋 Vaishali Thaker -
સમોસા(Samosa recipe in gujarati)
#સુપરશેફ3#પોસ્ટ3#માઇઇબુક#પોસ્ટ29સમોસા એ ખૂબ સરસ ફરસાણ છે જેને તમે સવારે ચા સાથે નાસ્તા માં, અથવા બપોરે કે સાંજે નાસ્તા માં પણ લઈ શકો. સમોસા ના પુરણ માં અલગ અલગ વેરીએશન કરી ને અલગ અલગ સમોસા બનાવી શકો. અહીંયા બટાકા નું પુરણ ભરીને સમોસા બનાવેલ છે. Shraddha Patel -
પંજાબી આલુ સમોસા (Punjabi Aalu Samosa Recipe in Gujarati)
#GA4#week21#post2#samosa#Farshanshop_style સમોસા! આ નાસ્તાની વાનગીને કોઇ પણ પ્રકારનો પરિચય આપવાની જરૂર છે? મૂળે આ વાનગી મુંબઇના લોકોને રસ્તાની રેંકડી પર મળતો સ્વાદિષ્ટ નાસ્તો છે. આ વાનગી હવે દેશભરમાં એટલી લોકપ્રિય થઇ છે કે તે લગભગ દરેક બેકરી, રેસ્ટૉરન્ટ અને ચાના સ્ટોલ પર સહજ ઉપલબ્ધ છે. કેટલાક લોકો તેને સાદા જ ખાવાનું પસંદ કરે છે જ્યારે કેટલાક લોકો તેને મસળીને ચટણી સાથે કે સૉસ સાથે અથવા તેનું ચાટ બનાવીને માણે છે. આમ આ સમોસા તમે ગમે તે રીતે આરોગો, પણ અહીં તમે મારી રેસીપી થી ચોક્ક્સ બનાવવાનો ટ્રાય કરજો. ઘણા લોકો બજારમાં તૈયાર મળતી પટ્ટી સાથે ઝટપટ બનાવવાની રીત અપનાવે છે, પરંતું અહીં આ વાનગીમાં અજમાના સ્વાદવાળી કણિક તૈયાર કરી તેમાં સ્વાદિષ્ટ બટાટાનું પૂરણ ની સાથે પંજાબી ટેસ્ટ માટે કાજુ, કીસમીસ ને ફુદીના નાં પાન ભરીને તેને મજેદાર બનાવવામાં આવ્યા છે.આ સમોસા ફરસાણ ની દુકાન જેવા ખસ્તા અને ટેસ્ટી બન્યા હતા. મારા અને મારા બાળકો ના તો ઓલટાઈમ ફેવરીટ છે. Daxa Parmar -
સમોસા (Samosa Recipe In Gujarati)
#સુપરશેફ2 #ફલોર્સ/લોટ ની રેસિપીસમોસા એ દરેક ને મનપસંદ સ્ટ્રીટ ફૂડ છે., અને સૌથી સ્વાદિષ્ટ ભારતીય નાસ્તામાં થી એક છે.. Foram Vyas -
-
-
પંજાબી સમોસા (punjabi samosa recipe in Gujarati)
સમોસા મધ્ય અને પૂર્વીય એશિયા ની પ્રખ્યાત વાનગી હતી.. જે ભારત મા 13 મિ સદી મા આવ્યા. અને આપણે સમોસા ને અપનાવી લીધા.સમોસા ઘણા પ્રકાર ના બને છે.. આજે મે ટ્રેડિશનલ પંજાબી સ્ટાઇલ ના સમોસા બનાવ્યા છે...ચોમાસામાં ચટપટું ગરમાગરમ કંઈક આરોગવા મળી જાય તો મજા આવી જાય...#સુપરશેફ3 Dhara Panchamia -
મટર સમોસા(matar samosa recipe in Gujarati)
#FFC5 સમોસા ,જેમાં પડ ને બદલે બ્રેડ નો ઉપયોગ કરી ને બનાવ્યાં છે. ખૂબ જલ્દી અને સ્વાદિષ્ટ બને છે અને ઓવન માંબેક કરવાંથી એકદમ હેલ્ધી બન્યાં છે. Bina Mithani -
સમોસા (Samosa recipe in Gujarati)
#મોમમારા બાળકો ના ફેવરિટ છે સમોસા અને તે પણ નાની સાઈઝ ના સમોસા અને જુદાં જુદાં ફ્લેવર્સ વાળા મટર સમોસા, પંજાબી સમોસા, આલુ મટર સમોસા બનાવ્યા છે આજે મેં તેમના માટે અને મને તે બનાવવા ખુબ ગમે છે Darshna Rajpara -
સમોસા (samosa in Gujarati)
સૌનુ પ્રિય ફરસાણ હોય તો એ સમોસા છે. કોઈ પણ સિઝન હોય કે કોઈ પણ ટાઇમ હોય સમોસા નુ નામ આવે એટલે બધા ના મોમાં પાણી આવી જ જાય. તો ચાલો આ સમોસા ના ટેસ્ટ ને અકબંધ રાખીને ફક્ત નવુ રૂપ આપીએ.#વીકમિલ૩#માઇઇબુક પોસ્ટ 14 Riddhi Ankit Kamani -
ચણા ની દાળ ના સમોસા (Chana Dal Samosa Recipe In Gujarati)
#MW3#સમોસાઆ સમોસા ચણા ની દાળ, કાંદો, ફુદીનો અને વિવિધ મસાલા ના મિશ્રણ થી બનતા સુરત ના ખૂબ ફેમસ અને સ્વાદિષ્ટ સમોસા છે. Kunti Naik -
સમોસા(Samosa Recipe in Gujarati)
#MW3#Fried#samosaસમોસા એ દરેક વ્યક્તિ માટે ખાસ નાસ્તો છે કેમકે દરેક વ્યક્તિ એ પોતાના જીવનમાં મિત્રો સાથે કોલેજમાં કેન્ટીન મા સમોસા તો ખાધા જ હશે. અને કેન્ટીન જેવા સમોસા નો ટેસ્ટ બીજે ક્યાંય ના આવે. આજે મેં એવા જ સમોસા બનાવ્યા છે. payal Prajapati patel -
સમોસા (Samosa Recipe In Gujarati)
#GA4 #Week21સમોસા ઘરે પણ બાર જેવા બને છે.તમે પણ બનાવજો. Neeta Parmar -
પંજાબી કેલા મટર સમોસા (Punjabi Kela Matar Samosa Recipe In Gujarati)(Jain)
#Ff2#cookpadgujrati#jain#fried#monsoon#samosa#fastfood#kachakela#matar#panjabi#hotsnacks#cookpadindia#foodphotography સમોસા એ નાના-મોટા સૌને પ્રિય હોય છે તે સવારના નાસ્તામાં કે સાંજના ડિનરમાં ગમે તે સમયે પસંદ પડે છે સમોસા જુદીજુદી ફ્લેવરના જુદા જુદા પ્રાંત પ્રમાણે બનતા હોય છે મેં અહીં પંજાબી સમોસા નું જૈન વર્ઝન તૈયાર કરેલ છે જેમાં કાચા કેળા અને વટાણા નો ઉપયોગ કરેલ છે ચોમાસામાં વરસાદની ઋતુમાં ઝરમર વરસાદ પડતો હોય અને ત્યારે ગરમાગરમ આવા પંજાબી સમોસા ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. Shweta Shah
More Recipes
ટિપ્પણીઓ (16)