પંજાબી કેલા મટર સમોસા (Punjabi Kela Matar Samosa Recipe In Gujarati)(Jain)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
Ahmedabad

#Ff2
#cookpadgujrati
#jain
#fried
#monsoon
#samosa
#fastfood
#kachakela
#matar
#panjabi
#hotsnacks
#cookpadindia
#foodphotography
સમોસા એ નાના-મોટા સૌને પ્રિય હોય છે તે સવારના નાસ્તામાં કે સાંજના ડિનરમાં ગમે તે સમયે પસંદ પડે છે સમોસા જુદીજુદી ફ્લેવરના જુદા જુદા પ્રાંત પ્રમાણે બનતા હોય છે મેં અહીં પંજાબી સમોસા નું જૈન વર્ઝન તૈયાર કરેલ છે જેમાં કાચા કેળા અને વટાણા નો ઉપયોગ કરેલ છે ચોમાસામાં વરસાદની ઋતુમાં ઝરમર વરસાદ પડતો હોય અને ત્યારે ગરમાગરમ આવા પંજાબી સમોસા ખાવાની મજા જ કંઈક અલગ હોય છે.

પંજાબી કેલા મટર સમોસા (Punjabi Kela Matar Samosa Recipe In Gujarati)(Jain)

#Ff2
#cookpadgujrati
#jain
#fried
#monsoon
#samosa
#fastfood
#kachakela
#matar
#panjabi
#hotsnacks
#cookpadindia
#foodphotography
સમોસા એ નાના-મોટા સૌને પ્રિય હોય છે તે સવારના નાસ્તામાં કે સાંજના ડિનરમાં ગમે તે સમયે પસંદ પડે છે સમોસા જુદીજુદી ફ્લેવરના જુદા જુદા પ્રાંત પ્રમાણે બનતા હોય છે મેં અહીં પંજાબી સમોસા નું જૈન વર્ઝન તૈયાર કરેલ છે જેમાં કાચા કેળા અને વટાણા નો ઉપયોગ કરેલ છે ચોમાસામાં વરસાદની ઋતુમાં ઝરમર વરસાદ પડતો હોય અને ત્યારે ગરમાગરમ આવા પંજાબી સમોસા ખાવાની મજા જ કંઈક અલગ હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
4 વ્યક્તિ માટે
  1. સ્ટફિંગ બનાવવા માટે:
  2. 4 નંગકાચા કેળા
  3. 1/2 કપલીલા વટાણાના દાણા
  4. 300 ગ્રામમેંદો
  5. 2 ચમચીતેલ વઘાર માટે
  6. 1 ચમચીઆખું જીરૂ
  7. ચપટીહિંગ
  8. પા ચમચી તજ-લવિંગનો પાઉડર
  9. પા ચમચી અધકચરા મરી
  10. પા ચમચી વરિયાળી
  11. પા ચમચી અધકચરા કરેલા સૂકા ધાણા
  12. 1 ચમચીલીલા મરચાની પેસ્ટ
  13. પા ચમચી અધકચરી સુંઠ
  14. 1 ચમચીઆમચૂર પાવડર
  15. 1ચમચો ઝીણી સમારેલી કોથમીર
  16. પા ચમચી હળદર
  17. પા ચમચી લાલ મરચું પાવડર
  18. છથી સાત ફુદીનાના પાન
  19. મીઠું સ્વાદાનુસાર
  20. સમોસાના બહાર ના પડ માટે:
  21. 300 ગ્રામમેંદો અથવા તો ઘઉંનો લોટ
  22. ઘી મોણ માટે
  23. પા ચમચી અજમો
  24. પા ચમચી મીઠું
  25. હૂંફાળું પાણી
  26. તેલ સમોસા તળવા માટે
  27. કેચપ, લીલા મરચા ની ચટણી જોડે સર્વ કરવા માટે

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌપ્રથમ કાચા કેળા અને લીલા વટાણા ને બાફી લો કાચા કેળા બફાઈ જાય એટલે તેની છાલ કાઢીને તેને ઝીણા સમારી લો. એક કડાઇમાં તેલનો વઘાર મૂકીને તેમાં જીરું લીલા મરચાં તથા સુકા મસાલા ઉમેરીને એક મિનિટ માટે સાંતળો.

  2. 2

    પછી તેનો તેમાં કાચા કેળા અને વટાણા ઉમેરીને બરાબર મિક્સ કરીને બેથી ત્રણ મિનિટ માટે આ મસાલાને શેકો. હવે તેમાં કોથમીર તથા ફુદીનાના પાન ઉમેરીને બધું બરાબર મિક્સ કરી લો. હવે આ મિશ્રણને ઠંડું પડવા દો.

  3. 3

    મેંદાનો લોટ અથવા તો ઘઉંના લોટને ચારણીથી ચાળી લો. પછી તેમાં મીઠું અને હાથથી મસળી ને અજમો, ઘીનું મુઠી પડતું મોણ ઉમેરો. લોટ બરાબર મિક્સ કરી હૂંફાળા પાણીથી તેની મુલાયમ કણક તૈયાર કરો. તૈયાર કણકમાંથી એકસરખા લુઆ તૈયાર કરી તેમાંથી ગોળ મોટી પૂરી વણી લો તેનો વચ્ચેથી કાપો કરી લો અને બે ભાગ કરી દો.

  4. 4

    ફોટા માં બતાવ્યાં મુજબ તે અડધા ભાગને કોન ની જેમ વાળીને તેમાં સ્ટફિંગ ભરો. સ્ટફિંગ સમોસા માં ભરતી વખતે સમોસાના છેક નીચેના ભાગ માં એક વટાણ અથવા તો કાચા કેળા નો ટુકડો મૂકો જેથી તેનો અણીવાળો ભાગ સરસ રહે. સ્ટફિંગ ભરાઈ જાય એટલે ઉપરના ભાગ પર સહેજ પાણી વાળો હાથ કરીને સમોસા ને સીલ કરી દો.

  5. 5

    ગરમ તેલ માં મધ્યમ તાપે ગોલ્ડન કલર ના અને ક્રિસ્પી થાય તે રીતે સમોસા ને તળી લેવા.

  6. 6

    તો તૈયાર છે એકદમ ગરમાગરમ મસાલેદાર કોઈપણ સમયે ભવ્ય તેવા જૈન પંજાબી સમોસા એની સાથે મેં ટોમેટો કેચપ, અને લીલા મરચાની ચટણી સવ કરેલ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shweta Shah
Shweta Shah @Shweta_2882
પર
Ahmedabad
Love to cook Jain recipes love to eat Jain food ❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ (11)

Similar Recipes