તુવેર ના ટોઠા(Tuver na totha recipe in Gujarati)

Arpita Shah
Arpita Shah @ArpitasFoodGallery
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 લોકો
  1. 100 ગ્રામતુવેર (સૂકી)
  2. 100 ગ્રામલીલું લસણ
  3. 200 ગ્રામડુંગળી
  4. 100 મિલી સીંગ તેલ
  5. 100 ગ્રામટામેટા
  6. 2 ચમચીઆદુ અને મરચા ચોપ કરેલા
  7. સૂકા મસાલા :-
  8. મીઠુ ; કાશ્મીરી મરચું ; હલધર ;ધાણા જીરું અને ગરમ મસાલો ; હિંગ
  9. સર્વિગ માટે :-
  10. તુવેર ના ટોઠા; નાયલોન સેવ; ટામેટા, ડુંગળી, બ્રેડ ; પાપડ ; છાસ
  11. લીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌથી પહેલા તુવેર ને 5-6કલાક પલાળી પાણી બદલી કુકર માં તુવેર ;મીઠુ અને સહેજ ખારો નાખી કુકર બંધ કરી 4 વિસલ વગાડી ગેસ બંધ કરી ઠંડુ થાય પછી કુકર ખોલી તપેલી માં લો.

  2. 2

    ત્યાર બાદ નોનસ્ટિક વાસણ માં સીંગ તેલથોડું વધારે લો. તેમાં આદુ અને મરચા ની પેસ્ટ સાંતળો.

  3. 3

    તેમાં લીલું લસણ નાખી ધીમા તાપે સાંતળો.પછી લીલી ડુંગળી નાખી બરાબર ધીમા તાપે હલાવી પછી તેમાં ઝીણા સમારેલા ટામેટા નાખી હલાવો.

  4. 4

    તેલ છૂટું પડે પછી તેમાં મીઠુ, કાશ્મીરી મરચું, હલધર, ધાણા જીરું નાખી લાસ્ટ માં ગરમ મસાલો નાખી તેલ છૂટું પડે પછી બાફેલી તુવેર નાખી થોડું ગરમ પાણી રેડી હલાવી 5 મિનિટે ઢાંકણ ઢાંકી ખોલી હલાવી ગેસ બંધ કરો

  5. 5

    લાસ્ટ માં લીલા ધાણા અને લીલું લસણ નાખી દો

  6. 6

    સર્વ કરતી વખેતે તુવેર સાથે બ્રેડ, પાપડ, ઝીણી સેવ, ટામેટા અને ડુંગળી ગોળ કાપેલા અને છાસ લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Arpita Shah
Arpita Shah @ArpitasFoodGallery
પર
Cooking is my Passion
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes