મિર્ચીકા સાલન ()(mirchika salan recipe in Gujarati)

Juliben Dave
Juliben Dave @julidave

#GA4
#WEEK13
#HYDERABADI
#GREEN CHILIES
મિર્ચીકા સાલન એક પ્રખ્યાત કરી છે અને હૈદરાબાદ અને તેલનગાના,કાશ્મીરમાં ખુબ જ જાણીતી ડીશ છે
બધા જ મસાલા પીસાઈને ,એકરસ થઈને એક અદભુત સ્વાદ આપે છે ,
સાલન ઉર્દુ શબ્દ છે ,,તેનો અર્થ કરી કે રસો કે કઢી એવો થાય છે ,,મિર્ચકા સલાન મોટેભાગે બિરયાની સાથે જ ખવાય છે ,
,પરંતુ તે પરાઠા,પૂરી ,રોટી કે બ્રેડ સાથે પણ ખુબ સરસલાગે છે ,
આ તીખી ધમધમાટ ગ્રેવી તમને એક અનોખો સ્વાદ આપે છે સાથે સાથે દહીં કે આમલીની ખટાશ સ્વાદનો એક અલગ પંચ આપે છે,
આમાં વપરાતા મરચાં તદ્દન મોળા હોય છે ,,એટલે ગ્રેવી
સાથે સ્વાદ સરભર થઇ જાય છે ,આ માત્ર એક તીખી સ્વાદિષ્ટ ડીશ જ નથી પરંતુ તેમાં વપરાતા
દરેક ખાદ્યપદાર્થ ખુબ જ હેલ્થી છે ,શરીરને જોઈતા મોટાભાગના વિટામિન ,મિનરલ્સ આમાંથી
મળી રહે છે ,સૂકોમેવો તેના સ્વાદને શાહી બનાવવાની સાથે એક જીભને યાદ રહી જાય તેવો ચટાકેદાર સ્વાદ આપે છે ,
ચટાકેદાર ,સ્વાદના શોખીનો માટે આ ડીશ જરૂર ટ્રાય કરવા જેવી છે ,કેમ કે
આ ડીશ હવે અમુક રાજ્યની જ ફેમસ ડીશ ના રહેતા પુરા વિશ્વમાં પ્રસિદ્ધ થઇ રહી છે ,
કેમ કે cookpad ના માધ્યમથી લોકો અલગ અલગ રેસીપી જોવે છે ,જાણે છે અને બનાવે પણ છે ,
ખુબ ખુબ આભાર cookpad ,,કેમ કે એક સામાન્ય ગૃહિણીને cookpad થકી શાહી વાનગીઓ
બનાવવાનો મોકો મળે છે ,,અને સ્વાદના માધ્યમથી પુરા કુટુંબને નવાબીકાળની સફર કરાવે છે ,

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 5 નંગલીલા મરચા,(ભાવનગરી કે દેશી મોટા આવે છે તે લેવા)
  2. 3 ટેબલસ્પૂનસીંગતેલ વઘાર માટે
  3. 1/2 ટીસ્પૂનરાઈ
  4. 1/2 ટીસ્પૂનજીરું
  5. 4-5પાન લીમડાના
  6. 7-8પાન ફુદીનાના
  7. 1 નંગસૂકી લાલ ડુંગળી સમારેલી
  8. 2 નંગસૂકા લાલ મરચાં
  9. 1 ટેબલસ્પૂનલીલા આદુંમરચાં લસણની પેસ્ટ
  10. 1 ટેબલસ્પૂનજીની સમારેલી કોથમીર
  11. 1 ટેબલસ્પૂનલીલું લસણ
  12. 1 ટીસ્પૂનગોળ કે ખાંડ
  13. 1 ટીસ્પૂનકાશ્મીરી લાલ મરચું
  14. 1 વાટકીદહીં (દહીંના બદલે આંબલી પણ લઇ શકાય)
  15. 1ગરમસાલો
  16. ચપટીહળદર
  17. પેસ્ટમાટે
  18. 1 ટીસ્પૂનધાણાજીરું
  19. 8 નંગબદામ
  20. 2 ટેબલસ્પૂનસીંગદાણા (સેકીને ફોતરાં કાઢેલા)
  21. 2 ટેબલસ્પૂનસફેદ તલ
  22. ચપટીહિંગ
  23. મીઠું સ્વાદાનુસાર
  24. પાણી જરુમુજ્બ
  25. 8 નંગકાજુ
  26. 2 ટેબલસ્પૂનસૂકા કોપરાનું છીણ(તાજું ટોપરું પણ લઇ શકાય)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ પેસ્ટ માટેના બધા જ પદાર્થો સહેજ સેકી લેવા,
    વારાફરતી શેકવા,મિક્સરમાં તેનો ઝીણો પાઉડર કરી લેવો,
    પાણી નાખીને પણ પીસી શકાય,,મેં પાણી વગર જ પીસી લીધું છે,

  2. 2

    વઘારમાટે ની તમામ વસ્તુ તૈય્યાર કરી લેવી,
    લસણ,કોથમીર,ફુદીનો સમારી લેવા,
    લીલામરચાં આદુલસણ ની પેસ્ટ તૈય્યાર કરી લેવી
    દહીં તૈય્યાર રાખવું,(આમલીનો ઉપયોગ કરવો હોય તો
    અગાઉ થી પલાળી પલ્પ કરી લેવો )

  3. 3

    એક કડાઈમાં વઘાર માટે તેલ ગરમ મુકો,તેલ ગરમ થાય એટલે
    રાયજીરુ નાખો,રાયજીરુ તતડે એટલે તેમાં સમારેલી ડુંગળી ઉમેરો,
    સાથે લાલ મરચાંના બે ટુકડા પણ ઉમેરી દ્યો.મરચું અને ડુંગળી બરાબર
    સાંતળાઈ જાય એટલે આદુંમરચાંની પેસ્ટ,લીલું લસણ,ફુદીનો,
    કોથમીર,વિગેરે ઉમેરો,સરખું હલાવી મિક્સ કરી લ્યો,

  4. 4

    લસણ વગેરે સરખું સાંતળાઈ જાય તેમાં કાજુ વગેરેની પેસ્ટ ઉમેરો,
    સાથે થોડું પાણી ઉમેરી ચડવા દ્યો,સહેજ વાર પછી બધા મસાલા
    કરી લ્યો,અને પછી દહીં ઉમેરો,દહીં ઉમેરી બધું સરખું મિક્સ કરી
    ચડવા દ્યો,મીઠાશ માટે સહેજ ગોળ ઉમેરો(ખાંડ પણ નખાય).
    જરૂર મુજબ પાણી ઉમેરો,,બહુ પાતળું નથી કરવાનું, ઘટ્ટ જ
    રાખવાનું છે,

  5. 5

    આ દરમ્યાન લીલા મરચાં ધોઈ વચ્ચે થી કાપા કરી લ્યો,
    એક કડાઈમાં તેલ ગરમ મૂકી મરચાં તળી પ્લેટમાં રાખી દ્યો,
    જયારે મરચાં ઉમેરવા હોય ત્યારે જ તળવા,અગાઉ થી તળીને
    ના રાખવા,તે સમયે જ તળીને નાખવાથી મરચાનો રંગ અને સ્વાદ
    જળવાય રહે છે.

  6. 6

    સાલન ઉકળીને એક રસ થઇ જાય એટલે તેમાં તળેલા મરચાં ઉમેરો,
    પાંચ મિનિટ ઢાંકીને ચડવા દ્યો,
    પાંચ મિનિટ બાદ મરચાંમાં સાલનનો ટેસ્ટ ચડી જશે,
    ગેસ બન્દ કરી બે મિનિટ સીઝવા દ્યો,

  7. 7

    તો તૈય્યાર છે મિર્ચ કા સાલન,,

  8. 8

    મિર્ચ કા સાલન બિરયાની સાથે પીરસાઈ છે,મેં તેને વેજ.પુલાવ
    સાથે પીરસ્યો છે,પૂરી,રોટી,પરાઠા સાથે પણ ખુબ જ સરસ લાગે છે,

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Juliben Dave
Juliben Dave @julidave
પર

Similar Recipes