મહેફિલે મકાઈ મસ્તાની (Mahefile Makkai Mastani Recipe in Gujarati)

કેરલા/ અમદાવાદ સ્પેશિયલ રેસીપી 🥳🤩
#KER
#ChooseToCook - My Favourite Recipe Challenge
#ChoosetoCook
#TRO
સૌ પ્રથમ કૂકપેડ ગુજરાતી ટીમનો આભાર ,,,કે આટલી સરસ થીમ સાથેની ચેલેન્જ રાખી ,
મેં આ ચેલેન્જ માં મારા દીકરાને ખુબ ભાવતી વાનગી શેર કરી છે ,આ રેસીપી હું મારા સાસુમા પાસે થી શીખી ,,,અને મેં તેને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે થોડા ફેરફાર કર્યા ,,પહેલા જયારે અમેરિકન મકાઈ શું છે તેની પણ કોઈને ખબર નહોતી ત્યારે મારા સાસુમા પોતાની સુઝબુઝ અને રસોઈકળામાં તેમની અદ્વિતીય પારંગતતા નો ઉપયોગ કરી દેશી મકાઈ માં થી આ શાક બનાવતા ,ગામડે વાડી હોવા થી ડોડા તો વારંવાર આવે ,,એટલે તેમાંથી કૈક ને કૈક નવીન બનાવી પીરસે ,હું સાસરે આવી ત્યારે પહેલા તો મને અચરજ થયું કે ડોડા નું શાક???
પણ જયારે મેં પ્રથમવાર ચાખ્યું ,,,તો તેનો સ્વાદ દાઢમાં રહી ગયો ,,અને પછી તો અમેરિકન મકાઈનો યુગ શરૂ થઇ ગયો એટલે હવે મારા દીકરાને હું તેમાં થી બનાવી આપું છું ,આ શાક બનાવી ને પીરસીએ ત્યારે ખાનારા વાહ વાહ તો કરે જ છે પરંતુ ફરી આ શાક બનાવો તો ફરી બોલાવજો ,ટેસ્ટ કરવા બોલાવજો એ કહેવાનું ચુકતા નથી ,,તમે પણ આ શાક જરૂર થી બનાવજો ,,હવે તો કોર્ન બારે માસ મળે છે ,,
મસાલા થોડા ફેરફાર કરી ,વધતા ઓછા કરી તમે પણ તમારા સ્નેહીઓ ની વાહવાહી જરૂર મેળવજો ,,મારા સાસુમા ની આ સિગ્નેચર ડીશ છે ,,તેઓ પણ કૂકપેડ મેમ્બર છે ,,હાલ જ તેમની પ્રથમ ઇબુક પોસ્ટ થઇ ,,પણ તેમાં હું આ વાનગી મૂકી નથી શકી ,,પરંતુ આ રીતે તેમની દરેક વાનગી હું આપ શું સાથે જરૂર થી શેર કરતી રહીશ ,,ફરી ખુબ ખુબ આભાર કૂકપેડ ટીમ ...
મહેફિલે મકાઈ મસ્તાની (Mahefile Makkai Mastani Recipe in Gujarati)
કેરલા/ અમદાવાદ સ્પેશિયલ રેસીપી 🥳🤩
#KER
#ChooseToCook - My Favourite Recipe Challenge
#ChoosetoCook
#TRO
સૌ પ્રથમ કૂકપેડ ગુજરાતી ટીમનો આભાર ,,,કે આટલી સરસ થીમ સાથેની ચેલેન્જ રાખી ,
મેં આ ચેલેન્જ માં મારા દીકરાને ખુબ ભાવતી વાનગી શેર કરી છે ,આ રેસીપી હું મારા સાસુમા પાસે થી શીખી ,,,અને મેં તેને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે થોડા ફેરફાર કર્યા ,,પહેલા જયારે અમેરિકન મકાઈ શું છે તેની પણ કોઈને ખબર નહોતી ત્યારે મારા સાસુમા પોતાની સુઝબુઝ અને રસોઈકળામાં તેમની અદ્વિતીય પારંગતતા નો ઉપયોગ કરી દેશી મકાઈ માં થી આ શાક બનાવતા ,ગામડે વાડી હોવા થી ડોડા તો વારંવાર આવે ,,એટલે તેમાંથી કૈક ને કૈક નવીન બનાવી પીરસે ,હું સાસરે આવી ત્યારે પહેલા તો મને અચરજ થયું કે ડોડા નું શાક???
પણ જયારે મેં પ્રથમવાર ચાખ્યું ,,,તો તેનો સ્વાદ દાઢમાં રહી ગયો ,,અને પછી તો અમેરિકન મકાઈનો યુગ શરૂ થઇ ગયો એટલે હવે મારા દીકરાને હું તેમાં થી બનાવી આપું છું ,આ શાક બનાવી ને પીરસીએ ત્યારે ખાનારા વાહ વાહ તો કરે જ છે પરંતુ ફરી આ શાક બનાવો તો ફરી બોલાવજો ,ટેસ્ટ કરવા બોલાવજો એ કહેવાનું ચુકતા નથી ,,તમે પણ આ શાક જરૂર થી બનાવજો ,,હવે તો કોર્ન બારે માસ મળે છે ,,
મસાલા થોડા ફેરફાર કરી ,વધતા ઓછા કરી તમે પણ તમારા સ્નેહીઓ ની વાહવાહી જરૂર મેળવજો ,,મારા સાસુમા ની આ સિગ્નેચર ડીશ છે ,,તેઓ પણ કૂકપેડ મેમ્બર છે ,,હાલ જ તેમની પ્રથમ ઇબુક પોસ્ટ થઇ ,,પણ તેમાં હું આ વાનગી મૂકી નથી શકી ,,પરંતુ આ રીતે તેમની દરેક વાનગી હું આપ શું સાથે જરૂર થી શેર કરતી રહીશ ,,ફરી ખુબ ખુબ આભાર કૂકપેડ ટીમ ...
રાંધવાની સૂચનાઓ
- 1
મકાઈ ને છોતરા,રેસા કાઢીને નાના પીસ માં કાપી,ધોઈ, કુકરમાં મીઠું,હળદર નાખી બાફી નિતારી લેવા,
શીંગદાણા નો ભૂકો કરી લેવો,કોપરાનું જીણું છીણ લેવું
ડુંગળી,ટામેટા,આદુ,મરચા અને લસણ ને મીક્ષીમાં ક્રશ કરી લેવું - 2
એક વાસણ માં તેલ અને બટર લઇ હિંગ અને થોડી હળદર નાખી ડૂંગળી ટામેટા નું મિશ્રણ નાખી સાંતળી લેવું,પછી ક્રશ કરેલા આદુ,મરચા,લસણ ઉમેરવા
બધું સરસ સંતળાઈ ને તેલ છૂટું પડે એટલે શીંગ નો ભૂકો અને નાળિયેરનું ખમણ ઉમેરી સારી રીતે હલાવવું.. - 3
જરૂર મુજબ પાણી ઉમેરી ઊકળે એટલે ટેસ્ટ પ્રમાણે મસાલા ઉમેરવા,સરખું હલાવી મકાઈના પીસ ઉમેરવા,
મકાઈના દરેક ટુકડા પર ગ્રેવી સરખી રીતે ચડી જાય ત્યાં સુધી ચડવા દેવું
છેલ્લે મલાઈ અને થોડું ચીઝ ઉમેરી હલાવી ગેસ બન્દ કરી દેવો.
પીરસતી વખતે ઉપર થી પણ ચીઝ ઉમેરવું.
તો તૈય્યાર છે મકાઈ દોડા નું સ્વાદિષ્ટ શાક,,આ શાક કોઈપણ ભારતીય રોટી કે બ્રેડ સાથે ખુબ સરસ લાગે છે,
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મકાઈ હટકે (મકાઈ સબ્જી)
#MBR6#Week6*માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)*📕📗*સ્ટેપ પિક્ચર્સ વાળી ઈબુક* Smitaben R dave -
મકાઈ નું ગ્રેવી વાળુ શાક (Makai Gravy Shak Recipe In Gujarati)
આ મારું ફેવરિટ શાક છે..અને હું ઘણી સારી અને ટેસ્ટી રીતે બનાવી શકું છું..નાના મોટા બધાને ભાવે છે..દાંત ને પણ exercise મળેછે અને ખોરાક પણ ખૂબ ચાવીનેખવાય છે એ આની ખાસિયત છે.. Sangita Vyas -
મિર્ચીકા સાલન ()(mirchika salan recipe in Gujarati)
#GA4#WEEK13#HYDERABADI#GREEN CHILIES મિર્ચીકા સાલન એક પ્રખ્યાત કરી છે અને હૈદરાબાદ અને તેલનગાના,કાશ્મીરમાં ખુબ જ જાણીતી ડીશ છેબધા જ મસાલા પીસાઈને ,એકરસ થઈને એક અદભુત સ્વાદ આપે છે ,સાલન ઉર્દુ શબ્દ છે ,,તેનો અર્થ કરી કે રસો કે કઢી એવો થાય છે ,,મિર્ચકા સલાન મોટેભાગે બિરયાની સાથે જ ખવાય છે ,,પરંતુ તે પરાઠા,પૂરી ,રોટી કે બ્રેડ સાથે પણ ખુબ સરસલાગે છે ,આ તીખી ધમધમાટ ગ્રેવી તમને એક અનોખો સ્વાદ આપે છે સાથે સાથે દહીં કે આમલીની ખટાશ સ્વાદનો એક અલગ પંચ આપે છે, આમાં વપરાતા મરચાં તદ્દન મોળા હોય છે ,,એટલે ગ્રેવીસાથે સ્વાદ સરભર થઇ જાય છે ,આ માત્ર એક તીખી સ્વાદિષ્ટ ડીશ જ નથી પરંતુ તેમાં વપરાતાદરેક ખાદ્યપદાર્થ ખુબ જ હેલ્થી છે ,શરીરને જોઈતા મોટાભાગના વિટામિન ,મિનરલ્સ આમાંથીમળી રહે છે ,સૂકોમેવો તેના સ્વાદને શાહી બનાવવાની સાથે એક જીભને યાદ રહી જાય તેવો ચટાકેદાર સ્વાદ આપે છે ,ચટાકેદાર ,સ્વાદના શોખીનો માટે આ ડીશ જરૂર ટ્રાય કરવા જેવી છે ,કેમ કેઆ ડીશ હવે અમુક રાજ્યની જ ફેમસ ડીશ ના રહેતા પુરા વિશ્વમાં પ્રસિદ્ધ થઇ રહી છે ,કેમ કે cookpad ના માધ્યમથી લોકો અલગ અલગ રેસીપી જોવે છે ,જાણે છે અને બનાવે પણ છે ,ખુબ ખુબ આભાર cookpad ,,કેમ કે એક સામાન્ય ગૃહિણીને cookpad થકી શાહી વાનગીઓબનાવવાનો મોકો મળે છે ,,અને સ્વાદના માધ્યમથી પુરા કુટુંબને નવાબીકાળની સફર કરાવે છે , Juliben Dave -
મકાઈ નો ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)
મકાઈ નો ચેવડો એ આમ તો પંચમહાલ બાજુ ની વાનગી છે પણ હવે આખા ગુજરાતમાં પ્રસિદ્ધિ પામી છે. ચોમાસા ની ઋતુ માં તાજી મકાઈ લાવી છીણી ને બનાવામાં આવતો ચેવડો કે મકાઈ નો દાણો ખાવાની મજા જ કઈ જૂદી છે. મકાઈ ના ચેવડા માટે અમેરિકન કે દેશી મકાઈ લઈ શકાય. Dhaval Chauhan -
કારેલાં નું શાક (karela nu shak Recipe in Gujarati)
#મોમ મારા સાસુમા ને ભાવતું શાક છે.મે તેમની રીતે શાક બનાવ્યું છે. Bhavna Desai -
વસાણું-સુખડી(Vasanu-sukhdi recipe in Gujarati)
#MW1POST 1સુખડી...એ પોતના માં જ એક હેલ્થી વસાણું કહેવાય છે જે બારેમાસ આપણા બધાં ના ઘરો માં બનાવામાં આવે છે ..પણ શિયાળાની ઠંડી માં સ્પેશ્યલ ઇમ્યુનીટી બૂસટ વસાણું સુખડી Kinnari Joshi -
શીંગની ચીક્કી
#GA4#WEEK18#ચીક્કીશિયાળો આવે અને ખાસ કરીને ખીયર(ઉતરાયણ )આવે એટલે દરેકરસોડામાંથી ગોળના પાયાની સુંગંધ આવવાની શુરુ થઇ જાય ,અબાલ-વૃદ્ધ સહુને પ્રિય એવી ચીક્કી ની નીતનવી વેરાયટી બને ,સૂકોમેવો,શીંગ,દાળિયા,તલ,મમરા, ટોપરું ,ઓટ્સ,સીડ્સ વગેરે હેલ્થીખાદ્યપદાર્થ વાપરીને ગૃહિણી શિયાળામાં તંદુરસ્તી વધારવાનોઅને કુટ્મ્બની દરેક વ્યક્તિને પણ તંદુરસ્તી મળી રહે તે માટેસજ્જ રહે છે આમાં, તે જરાય આળસ ના કરે ,કેમ કે બઝારું ચીક્કીકરતા ઘરની ચીક્કી બધી જ રીતે યોગ્ય હોય છે ,મેં આજ શીંગના ભુકા ની ચીક્કી બનાવી છે ,જે ખાસ કરીનેવૃદ્ધો આસાની થી ખાઈ શકે છે ,શીંગની બરફી ખાતા હોયીએતેવો સરસ સ્વાદ આવે છે ,અને ભૂકો હોવાને કારણે વડીલોનેબહુ ચાવવી પણ નથી પડતી અને પાચન પણ સહેલાઇથી થાય છેઆમ વિવિધતા માટે સાથે ચીકીમાં વપરાતી બીજી વસ્તુ પણઉમેરી શકાય છે ,મેં માત્ર શીંગની જ બનાવી છે, Juliben Dave -
ચીઝી કોર્ન બાઉલ(cheese corn bowul recipe in Gujarati)
#મોન્સૂન#પોસ્ટ2તમે હાઇવે પર લોન્ગ ડ્રાઈવ પર જાવ કે કોઈ મુવી જોવા ગયા હોય તો એક વસ્તુ જરૂર યાદ આવે.. કોર્ન બાઉલ. એમાં બટરકોર્ન બાઉલ અને ચીઝી કોર્ન બાઉલ બંને મળતાં હોય છે. ચોમાસા માં અમેરિકન મકાઈ ખુબ સરસ મળતાં હોય છે.. તેનોજ ઉપયોગ કરી ને બહાર મળે તેવા જ ચીઝી બાઉલ ઘર કેવી રીતે બને તેની રેસિપી આપી છે.. જરૂર થી try કરજો.. Daxita Shah -
મકાઈ ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EBWeek- 8#RC1પીળી અમેરિકન મકાઈ ની અત્યારે સીઝન માં મકાઈ ભેળ,મકાઈ બટર મસાલા,ચીઝ મસાલા કોર્ન,અને કોર્ન વડા,કોર્ન કેપ્સિકમ સબ્જી ... વગેરે આપણે બનાવીએ છે. તો આજે મને ભાવતી ગરમાગરમ કોર્ન ભેળ બનાવી છે...તો મારી ફેવરિટ છે..તો ચોક્કસ બનાવો અમેરિકન કોર્ન ભેળ. Krishna Kholiya -
મકાઈ નો ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)
આ રેસિપી એ મકાઈ થી બને છે. દાણો એ દેશી સફેદ મકાઈ થી બને છે. સફેદ મકાઈ અમારા ગામમાં મળે છે પણ અમે બહાર રહીએ છે,એટલે અમેરિકન મકાઈ થી બનાવેલો છે તો એ પણ બહુ મસ્ત બને છે.👍દાણો Priyal Desai -
રજવાડી આઈસ્ક્રીમ
#GujaratiSwad#RKSઉનાળો આવી ગયો છે.. તો જમવાનું મળે કે ના મળે રોજે કઈ ને કઈ ઠંડુ ખાવા નું તો મન થાય જ છે. એમાં પણ બહાર ના ઠંડા-પીણા પીવા કે બહાર ના આઈસ્ક્રીમ ખાવા કરતા કેમ ઘરે જ બહાર જેવું જ સોફ્ટ અને ખુબ જ સરસ આઈસ્ક્રીમ બનાવીએ.આ આઈસ્ક્રીમ ખાવા માં ખુબ જ ટેસ્ટી તેમજ હેલ્દી પણ છે. બાળકો ગમે તેટલી માત્રા માં આ આઈસ્ક્રીમ ખાય તો પણ ના પડવાની જરૂર પડતી નથી.આ આઈસ્ક્રીમ માં ખુબ જ ફેટ વાળું દૂધ અને ઉનાળા માં રાહત આપતા તકમરિયા તેમજ ખુબ જ સારી માત્રા માં ડ્રાયફ્રુટ્સ ઉમેરવામાં આવે છે.તો ચલો બનાવીએ રાજ્વાળી આઈસ્ક્રીમ.megha sachdev
-
ડ્રાય મેથીના મુઠીયા (Dry Methi Muthiya Recipe in Gujarati)
સૂકી મેથીના મુઠ્યાં મારા સાસુમા બનાવતા તે મારા હસબન્ડ ખુબજ ને ખુબજ ભાવતા જ્યારે પણ તેને તેના મોમ યાદ આવે ત્યારે તે તેની રેસીપી યાદ કરતા હોયછે આમ તો તે ઘણી એવી રેસીપી બનાવતા હોયછે પણ એક દીકરાને કે દીકરીને તેને તેની મોમના હાથનું કઈ પણ ભાવે જ તો આજે તેને યાદ કરીને તે મુઠ્યાં બનાવ્યા છે મારા સાસુમાં ઘઉં ની ખીચીના પાપડ પણ ખુબજ સરસ બનાવતા તે પણ તેને ખુબજ પસન્દ છે તો હું તે પણ બનાવું છું આમ પણ મને ને મારા સાસુમા ને ખુબજ બનતું તે પણ મારી મોમ જેવા જ હતા તે ને ક્યારેય પણ સાસુ જેવું વર્તન નથી કયું તો મને પણ તેની ખુબજ યાદ આવતી જ હોય મારા સાસુમા ખુબજ પ્રેમાળ ને નિખાલસ હતા ને હમેશા સાચી વ્યક્તિનો જ પક્ષ લેતા ચાલો સાસુમા વિશે ઘણું લખી નાખ્યું તો આજે મારા સાસુમાની રીતથી મુઠ્યાં બનાવ્યા છે તેની રીત જાણી લો Usha Bhatt -
ભરેલાં ટીંડોળા નું શાક(Bhrela Tindora Shak Recipe In Gujarati)
#EB#week1#cookoadindia#cookoadgujaratiહું મારા સાસરે આવી ત્યારે મમ્મીજી આ શાક બનાવે સાદું શાક કરતા આ શાક ભાવે તેથી આ શાક હું મારી સાસુમા પાસે થી શીખી છું. सोनल जयेश सुथार -
ખજૂર અંજીરની વેડમી (Khajoor Anjeer vedmi recipe in gujarati)
#મોમવેડમી નામ સાંભળતા જ માની મીઠી યાદ આવી જાય. કોઈક ખાસ તહેવાર કે પરિવારના કોઈ પણ સભ્ય નો જન્મદિવસ હોય એટલે અમારે ત્યાં વેડમી, બટાકા નું રસાવાળુ શાક, તુવેર ની છુટ્ટી દાળ, ભાત અને ઓસામણ તો હોય જ. હકીકતમાં આ વારસો તો મારી નાનીમાં નો છે. આ મેનુ મારા નાનીમાં નુ પ્રિય હતું. મારી મમ્મી નું પણ પ્રિય છે. મારુ પણ પ્રિય છે. અને હવે મારા દીકરાનું પણ પ્રિય છે. અત્યારે મેં ફૂલ મેનુ તો નથી બનાવ્યું પણ મારી માતાની મિઠી યાદોને વાગોળતા મેં વેડમી બનાવી છે...🎊🌹🙏 Payal Mehta -
મકાઈ ના વડા(corn vada Recipe In Gujarati)
#ફટાફટ#cookpadindia#cookpadgujratiઅત્યારે ચોમાસુ ચાલી રહ્યું છે તો મકાઈ ખુબ જ સરસ મળે.મે અમેરિકન મકાઈ માંથી મસ્ત મજાના વડા બનાવ્યા છે જે સાંજે નાસ્તામાં ચા જોડે ખુબ સરસ લાગે છે.મે થોડા spicy બનાવ્યા છે. Bansi Chotaliya Chavda -
મેથી ગાંઠિયાનું શાક
આ ટેસ્ટમાં ખુબ જ સારું લાગે છે મહિનામાં એકાદ વખત તો આ શાક ખાવું જ જોઈએ Khushbu Sonpal -
મકાઈ નો ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)
અમેરિકન મકાઈ માંથી બનતો આ ચેવડો એકદમ ટેસ્ટી, પ્રોટીન અને ફાઇબર થી ભરપુર હોય છે, Kinjal Shah -
મકાઈ મેનિયા
#સુપરશેફ 3#deshimakai#MCR#CookpadIndia#COOKPADGUJRATI#monsoon#ભજિયાં અમેરિકન મકાઈ તો આપણે ત્યાં બારેય માસ મળતી હોય છે પરંતુ દેશી મકાઈ તો ફક્ત ચોમાસામાં 2/3 મહિના સુધી જ મળતી હોય છે. તેનો એક વિશિષ્ટ સ્વાદ હોય છે અને તેમાં થી વિશિષ્ટ પ્રકારની વાનગી ઓ બનાવવા માં આવે છે. અહીં મેં મકાઈ નો દાણો, મકાઈ ના ભજીયા અને લીંબુ-મસાલા સાથે શેકેલી મકાઈ તૈયાર કરી છે. Shweta Shah -
વાલ નુ શાક (Val Shak Recipe in Gujarati)
#EB#Week5દેશી વૅલ નું શાક મારા ઘરે બનતું જ હોય છે આ શાક લગ્નપ્રસંગે પણ બનતું જ હોય છે. Alpa Pandya -
ખીચડી પાવભાજી (Khichadi Pavbhaji Recipe In Gujarati)
હાય ફ્રેન્ડ્સ આજે હું નવી વેરાઈટી લઈને આવીશું ખીચડી પાવ ભાજી ખાવાથી એકદમ સ્વાદિષ્ટ મજેદાર લાગે છે. અને હા દોસ્તો આ ખીચડી પાવભાજી એમનેમ પણ ખાવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને પાઉં સાથે પણ ખાઈ શકાય છે એકવાર તમે પણ બનાવજો જરૂર થી ટ્રાય કરજો અને મને જણાવજો કે તમને કેવી લાગી. Varsha Monani -
બુંદી ના લાડુ (Bundi Ladu Recipe In Gujarati)
બુંદી તો ઘણીવાર બનાવતા હોય ,પણ લાડુ બનાવવા મટે જો ચાસણી પરફેક્ટ બને તો લાડુ ખૂબ જ સરસ બને છે .અને આવી ગરમી માં આ લાડુ બીજા દિવસે ખાઈએ તો ખૂબ જ મજા આવે છે . Keshma Raichura -
લીલી મકાઈ નો ઈન્સ્ટન્ટ હાંડવો
#RB16#MFF#cookpadindia#cookpadgujarati#લીલી મકાઈ#seasonઅમારા ઘર માં લીલી મકાઈ બધા ને બહુ ભાવે એટલે મકાઈ ની સીઝન માં હું અલગ અલગ ડીશ બનાવતી હોઉં જે ઘરમાં બધા ને બહુ પ્રિય તો મેં લીલી મકાઈ ની હાંડવો બનાવ્યો જે હું ઘર ના દરેક ને ડેડીકેટ કરું છું. Alpa Pandya -
સંભાર મસાલો (Sambhar Masala Recipe In Gujarati)
કોઈ પણ સાઉથ ઈન્ડિયન રેસિપી હોય આ મસાલા વિના અધૂરી છે. આ મસાલો ઘરે એકદમ સરલતા થી બની જાય છે. મારી રેસિપી શેર કરું છું. Kinjal Shah -
મીક્ષ વેજીટેબલ મુઠીયા (Mix Vegetable Muthiya Recipe In Gujarati)
#Immunityમીક્ષ વેજીટેબલ મુઠીયાHai apna Dil ❤ To Aawara Mix Vegetables Muthiya Pe Aayega..... ફરી ૧ વાર આટલા બધા શાક ના ફાયદા લખવા બેસું તો નિબંધ લખવો પડે... એટલું જરૂર થી કહીશ કે ૧ તો આટલા બધા શાક ના ફાયદા અને ઉપર થી મુઠીયા સ્વરૂપે.... વાહ ભાઇ વાહ...💃💃💃તાક્ ......💃💃ધિના..💃💃. ધિન💃💃 Ketki Dave -
ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#MRC દરેક ના ઘરે બહુ જલ્દી થી બની જાય, અને ઘર માં રહેલી વસ્તું માંથી તરત બને એવી મીઠાઈ ... " ઘઉં ના લોટ નો હલવો " કે પછી તેને શીરો પણ કહેવાય. એને ઓવર કૂક કરીને ખાવાની મઝા આવે છે. એના શેકાયેલા પોપડા બધા ને ગમે છે. આ હલવો બીજે દિવસે વધારે સરસ લાગે છે. ટ્રાય ના કર્યું હોય તો, જરૂર થી કરજો. Asha Galiyal -
ક્રિસ્પી કોર્ન કબાબ
#સ્ટાર્ટર#એનીવર્સરી#week2#ઈબુક૧હેલો ફ્રેન્ડ્સ, કૂક ફોર કૂકપેડ કોનટેસ્ટ ચાલી રહી છે, અત્યારે માર્કેટમાં અમેરિકન મકાઈ પણ જોવા મળે છે. તો આ જે મેં અમેરિકન મકાઈ માંથી એક નવો અખતરો કર્યો છે. મેં બનાવ્યા છે crispy corn kebab. Kruti's kitchen -
દમઆલૂ (Dum Aloo recipe in Gujarati)
#GA4#WEEK6DUMAALOOદમ આલૂ આમ તો મૂળ કાશ્મીરી રેસીપી છે ,,અને ખુબ જ સ્વાદિષ્ટ બને છેપણ તે જો પરંપરાગત રીતે બનાવીયે તો બહુ વધુ સમય લે તેવી રેસીપી બની જાયમેં ઇન્સ્ટન્ટ રેસીપી તૈય્યાર કરી છે ,કેમ કે મારા ઘરમાં બધાને દમ આલૂ ખુબજ ભાવે છે ,,એટલે હમેશા હું આરીતે જ બનવું છુ,ખુબ જ ઝડપથી બને છેઅસલી રીતમાં બટેટા તળવા,સક્યુપ કરવા ,સ્ટફ કરવા એ રીતે છે ,,આ રેસિપી મૂળ રેસીપી જેવી જ બને છે ,,અને સ્વાદ પણ લાજવાબ Juliben Dave -
ગુલાબ જાંબુ (gulab jamun recipe in Gujarati)
#મોમ મારા દિકરા ના ફેવરિટ અત્યારે માવો નથી મળતો તો રવા અને મિલ્ક પાવડર થી બનાવ્યા છે Jayshree Kotecha -
કોર્ન કેપ્સીકમ મસાલા (Corn capsicum masala recipe in Gujarati)
#MDC#cookpadgujarati#cookpadindia#cookpad મધર્સ ડે જ્યારે નજીક આવી રહ્યો છે ત્યારે મેં આજે કોર્ન કેપ્સીકમ મસાલા બનાવ્યું છે. આ સબ્જી મારા મમ્મી ખૂબ જ સરસ બનાવે છે અને મેં તેમની પાસેથી જ આ સબ્જી શીખી છે. એટલા માટે આજે હું મધર્સ ડે નિમિત્તે મારી આ રેસીપી મારા મમ્મી ને અર્પણ કરું છું. કોર્ન કેપ્સીકમ મસાલા બનાવવું ખૂબ જ સરળ છે અને તે ઘરમાં અવેલેબલ હોય તેવી જ સામગ્રી માંથી સરસ રીતે બની જાય છે. અમેરિકન મકાઈ, કેપ્સીકમ અને પનીરના ઉપયોગ દ્વારા બનાવવામાં આવતું આ શાક ખુબ જ સ્વાદિષ્ટ બને છે. Asmita Rupani -
કોકોનટ મુખવાસ (Coconut Mukhwas Recipe In Gujarati)
આ રેસિપી હું મારા મમ્મી પાસે થી શીખી છું.આ મુખવાસ ડિલિવરી પછી ખવડાવવામાં આવે છે એનાથી ગેસ,અપચો થતો નથી અને માતા ને દૂધ પણ સારું આવે છે અને વિટામિન્સ પણ મળી રહે છે. #CR Nirixa Desai
More Recipes
ટિપ્પણીઓ (6)