શીંગની ચીક્કી

Juliben Dave
Juliben Dave @julidave

#GA4
#WEEK18
#ચીક્કી

શિયાળો આવે અને ખાસ કરીને ખીયર(ઉતરાયણ )આવે એટલે દરેક
રસોડામાંથી ગોળના પાયાની સુંગંધ આવવાની શુરુ થઇ જાય ,
અબાલ-વૃદ્ધ સહુને પ્રિય એવી ચીક્કી ની નીતનવી વેરાયટી બને ,
સૂકોમેવો,શીંગ,દાળિયા,તલ,મમરા, ટોપરું ,ઓટ્સ,સીડ્સ વગેરે હેલ્થી
ખાદ્યપદાર્થ વાપરીને ગૃહિણી શિયાળામાં તંદુરસ્તી વધારવાનો
અને કુટ્મ્બની દરેક વ્યક્તિને પણ તંદુરસ્તી મળી રહે તે માટે
સજ્જ રહે છે આમાં, તે જરાય આળસ ના કરે ,કેમ કે બઝારું ચીક્કી
કરતા ઘરની ચીક્કી બધી જ રીતે યોગ્ય હોય છે ,
મેં આજ શીંગના ભુકા ની ચીક્કી બનાવી છે ,જે ખાસ કરીને
વૃદ્ધો આસાની થી ખાઈ શકે છે ,શીંગની બરફી ખાતા હોયીએ
તેવો સરસ સ્વાદ આવે છે ,અને ભૂકો હોવાને કારણે વડીલોને
બહુ ચાવવી પણ નથી પડતી અને પાચન પણ સહેલાઇથી થાય છે
આમ વિવિધતા માટે સાથે ચીકીમાં વપરાતી બીજી વસ્તુ પણ
ઉમેરી શકાય છે ,મેં માત્ર શીંગની જ બનાવી છે,

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામશેકેલી શીંગનો ભૂકો
  2. 250 ગ્રામગોળ
  3. 0ll કપ દૂધ (મલાઈ પણ લઇ શકાય)
  4. 2 ચમચીઘી
  5. 1 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ શીંગદાણાને ગેસ પર કડાઈમાં શેકી લો,
    અને તેના ફોતરાં કાઢી સાફ કરી લો
    મીક્ષીમાં પલ્સ મોડ પર ક્રશ કરીલો.
    એકધારી સ્પીડ પર ક્રશ ના કરવું,નહીં તો તેલ છૂટશે,
    મીક્ષી ચાલુ બન્દ કરી ક્રશ કરવા એટલે કોરો ભૂકો બને
    આ બાબત ખાસ ધ્યાન રાખવી.

  2. 2

    ગેસ પર કડાઈમાં ગોળ અને ઘી ગરમ કરો.
    ગરમ થતાં બબલ્સ આવવા લાગે પછી તેમાં શીંગનો ભૂકો ઉમેરો,.

  3. 3

    ક્રશ કરેલ શીંગ ઉમેરી સારી રીતે મિક્સ કરી લો.ત્યારબાદ તેમાં દૂધ ઉમેરી મિકસ કરી લો
    થોડીવાર(એકાદ મિનીટ) ચાલુ ગેસ પર સતત હલાવી પછી ગેસ બંધ કરી દો.

  4. 4

    પ્લેટફોર્મ પર તેલ લગાવી તેના પર આ મિશ્રણ પાથરી દો,.પછી વેલણથી હળવે હાથે વણી લો.હાથથી પણ થઈ શકે.

  5. 5

    સહેજ ગરમ હોય ત્યાંજ કટર વડે કાપા કરી લેવા,
    ત્યારબાદ ઠંડી થાય એટલે ટુકડા કરી લેવા,

  6. 6

    તો તૈય્યાર છે શીંગની ચીક્કી,,

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Juliben Dave
Juliben Dave @julidave
પર

Similar Recipes