ઊંધીયું(Undhiyu Recipe in Gujarati)

Deval maulik trivedi
Deval maulik trivedi @deval1987
Bhavnagar
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
4 લોકો
  1. ર નંગ બટેટા
  2. ૧ નંગટમેટું
  3. ૪ નંગમોળા મરચાં
  4. ૧૦ થી ૧૨ નંગ ટીંડોળા
  5. ૧ વાટકીબાફેલું સૂરણ
  6. ૧૦ થી ૧૨ નંગ ગુવાર
  7. ૧/૨ કપવાલોળ
  8. ૧/૨ કપફલાવર
  9. ૧/૨ કપવટાણા અને તુવેરનાં દાણા
  10. ૪ થી ૫ પાવળા તેલ
  11. ૩ ચમચીલાલ મરચુ પાઉડર
  12. ૧ ચમચીહળદર
  13. ૧૧/૨ ચમચી ધાણાજીરું
  14. ૧ ચમચી ખાંડ
  15. ૧ ચમચીગરમ મસાલો
  16. મીઠું સ્વાદ મુજબ
  17. પાણી જરૂર મુજબ
  18. મેથી ની મૂઠડી માટે :
  19. ૧/૨ કપમેથીની ભાજી
  20. ૩ ચમચીઘઉંનો લોટ
  21. ૧ ચમચીચણાનો લોટ
  22. ૧/૪ ચમચી ખાવાનો સોડા
  23. મીઠું સ્વાદ મુજબ
  24. ૧/૨ ચમચી હળદર
  25. ૧ ચમચીલાલ મરચૂ પાઉડર
  26. ૧ ચમચીધાણાજીરુ
  27. ૧ ચમચી ગરમ મસાલો
  28. ૧/૨ ચમચી ખાંડ
  29. ૧/૨ ચમચીલીંબુનો રસ
  30. પાવળું તેલ
  31. પાણી જરૂર મુજબ
  32. રીંગણામાં ભરવાનો મસાલો..
  33. ૧ ચમચીચણાનો લોટ
  34. રૂટીન મસાલા
  35. ગરમ મસાલો
  36. મીઠું અને ખાંડ

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ મૂઠડી માટેની સામગ્રી મિક્સ કરી મૂઠડી વાળી લો.

  2. 2

    હવે બધા જ શાકભાજી સમારી લો.

  3. 3

    રીંગણાને વચ્ચેથી કાપા પાડી મસાલો ભરી લો.

  4. 4

    ત્યારબાદ કડાઈમાં તેલ લઈ ગરમ થાય એટલે મૂઠડી તળી લો.

  5. 5

    હવે તે જ તેલમાં રીંગણા અને બટેટા ઉમેરી સાંતળો.

  6. 6

    થોડીવાર સંતળાય જાય તે પછી તેમાં ફલાવર અને વટાણા-તૂવેર પણ નાખી દો અને પકાવો.

  7. 7

    ત્યારબાદ તેમાં ટામેટાં નાખી બધા જ શાકભાજી અને મસાલા નાખી ઢાંકી દો.

  8. 8

    પાંચથી સાત મિનિટ ઢાંકીને રાખ્યા બાદ તેમાં રીંગણનો વધેલો મસાલો અને પાણી એડ કરો.

  9. 9

    તેને હળવા હાથે મિક્સ કરી ઢાંકીને પાંચ મિનિટ રહેવા દો. હવે તેમાં ગરમ મસાલો અને ખાંડ નાખી થોડી વાર થવા દો.

  10. 10

    ત્યારબાદ તેલ છૂટે એટલે તેનાં પર મૂઠડી મૂકી બે મિનિટ માટે ઢાંકણ ઢાંકી રહેવા દો.

  11. 11

    તૈયાર છે. સ્વાદિષ્ટ ઉંધીયું તેને રોટલી અને ભાત સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deval maulik trivedi
પર
Bhavnagar
being better n best in cooking for my family...🥰🥰
વધુ વાંચો

Similar Recipes