સરસોં કી સબ્જી(Sarson ka saag sabji recipe in Gujarati)

Hemali Rindani
Hemali Rindani @hemali_2073

શિયાળા ની ઋતુ માં. ઘરે બેઠા પંજાબ ની ખુશ્બુ માંણવા માંગો છો તો સરસોં નું સાગ અને મકાઈ ની રોટી ટ્રાય કરો આ ડિશ નો સ્વાદ શિયાળા ની ઋતુ માં જ માણી શકાય છે આમા ત્રણ ભાજી મિક્સ થાય છે એટલે ખૂબ જ હેલ્ધી છે અને એમાં પણ ઘી ઉપર થિ રેડાય એટલે ટેસ્ટ કાંઈક વધી જ જાય તો તમે પણ આ ડીશ નો સ્વાદ માણવા માંગો છો તો બનાવો આ રેસીપી...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનીટ
2 વ્યક્તિ
  1. 300 ગ્રામસરસોં ની ભાજી
  2. 150 ગ્રામપાલક ની ભાજી
  3. 100 ગ્રામબથૂઆ (ચીલ)ની ભાજી
  4. આદું મરચા લસણ
  5. 2 નંગડુંગળી
  6. 1 નંગટામેટું
  7. 1 ચમચીમકાઈ નો લોટ
  8. 2 ચમચીઘી
  9. 2 ચમચીતેલ
  10. વઘાર માટે જીરું હિંગ સુકા મરચા

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    સરસોં નું સાગ બનાવા માટે સૌ પેહલા બધી સામગ્રી ભેગી કરી અને ભાજી ને ધોઈ ઝીણી કાપી લેવી

  2. 2

    હવે એક પેન માં 2 વાટકી જેટલું પાણી ઉકળવા મૂકવું ઉકળે એટ્લે તેમાં આદુ મરચા લસણ અને મીઠુ નાખવું પછી બધી ભાજી નાખી ઢાંકી ને 15 મિનીટ થવા દેવી

  3. 3

    ભાજી થઈ જાય પછી તેને લાકડા ની રવાઈ વડે હલાવી ભાજી એકરસ કરવી પછી તેમાં પાણી માં નાખેલો મકાઈ નો લોટ નાખવો અને ઉકળવા દેવું

  4. 4

    હવે બીજા પેન માં તેલ ઘી મુકી તેમાં જીરું હિંગ નાખી તેમાં ઝીણું કાપેલું લસણ ડુંગળી નાખી બ્રાઉન થાય એટલે તેમાં ટામેટા નાખી થવા દેવા હવે તે વઘાર ભાજી માં નાખી દેવો અને થોડી વાર થવા દેવું

  5. 5

    હવે ગેસ બંધ કરી ઉપરથી એક ચમચી ઘી અને ગરમ મસાલો નાખી મકાઈ ની રોટી સાથે સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hemali Rindani
Hemali Rindani @hemali_2073
પર

ટિપ્પણીઓ (8)

Similar Recipes