આલુ મેેથી કી સબ્જી (Aloo Methi Sabji Recipe In Gujarati)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

આ પંજાબી શાક બધાનું ફેવરેટ અને રોજીદાં રસોઇ માં બનાવાય છે. આ શાક બહુજ ફટાફટ બની જાય અને ઘર માં જ મળતાં મસાલા થી બનાવાય છે. બટકા ની નરમાશ અને મેથી ની ભાજી ની આછી આછી કડવાશ , આ શાક ને બહુજ સ્વાદિષ્ટ બનાવે છે.

આલુ મેેથી કી સબ્જી (Aloo Methi Sabji Recipe In Gujarati)

આ પંજાબી શાક બધાનું ફેવરેટ અને રોજીદાં રસોઇ માં બનાવાય છે. આ શાક બહુજ ફટાફટ બની જાય અને ઘર માં જ મળતાં મસાલા થી બનાવાય છે. બટકા ની નરમાશ અને મેથી ની ભાજી ની આછી આછી કડવાશ , આ શાક ને બહુજ સ્વાદિષ્ટ બનાવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10  મિનીટ
2 સર્વ
  1. 2 નંગ બાફેલા અને સમારેલા બટાકા
  2. 1 કપધોયેલી અને સમારેલી મેથી ની ભાજી
  3. 1/2 ટી સ્પૂનસમારેલા લીલા મરચાં
  4. 1/2 ટી સ્પૂનસમારેલું લસણ
  5. 1/2 ટી સ્પૂનસમારેલું આદુ
  6. 1/2 ટી સ્પૂનહળદર
  7. 3/4 ટી સ્પૂનધાણા જીરું પાઉડર
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. 2 ટી સ્પૂનતેલ
  10. 1 ટી સ્પૂનજીરું

રાંધવાની સૂચનાઓ

10  મિનીટ
  1. 1

    મેથી ની ભાજી ને 15 મીનીટ મીઠું ચોળી ને રાખવી.પછી ભાજી ને નીચોવીને ને મીઠાં વાળુ પાણી કાઢી લેવું.મેથી ની ભાજી ને સાઈડ પર રાખવી.

  2. 2

    એક પેન માં તેલ ગરમ કરી અંદર જીરું સોતે કરી,લીલાં મરચાં,આદુ અને લસણ સોતે કરવું.

  3. 3

    પછી અંદર બટાકા વઘારવા.નિચોવેલી મેથી ની ભાજી નાંખી મીકસ કરવું.હળદર અને ધાણા જીરું નાંખી મીકસ કરવું.ગરમાગરમ આલૂ-મેથી ની સબ્જી, પરોઠા,રોટલી કે પૂરી સાથે સર્વ કરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Samir Telivala
પર
Cooking is my passion.
વધુ વાંચો

Similar Recipes