ચૂરમાના લાડુ (Churma Laddu Recipe In Gujarati)

Mayuri Chotai
Mayuri Chotai @M23290612S

ચૂરમાના લાડુ (Churma Laddu Recipe In Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
6 લોકો માટે
  1. 3 કપઘઉંનો જાડો લોટ
  2. 1 કપરવો
  3. 1/2 કપચણાનો લોટ
  4. 1 કપઘી
  5. 1 કપગોળ
  6. 1/2 કપતેલ(મોણ માટે)
  7. 1/2 ચમચીજાયફળ પાઉડર
  8. 12-15 નંગકાજુ
  9. 8-10 નંગબદામ
  10. 2 મોટી ચમચીખાંડ
  11. તળવા માટે તેલ
  12. મુઠીયા વાળવા માટે ગરમ પાણી
  13. 1/૨ ચમચી ખસખસ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં ઘઉંનો જાડો લોટ, રવો અને ચણાનો લોટ લઇ લો. ત્યાર બાદ તેમાં મોણ માટે તેલ ઉમેરી સારી રીતે મિક્સ કરો.

  2. 2

    ત્યારબાદ જરૂર મૂજબ પાણી ઉમેરી કઠણ લોટ તૈયાર કરી મુઠીયા વાળો.

  3. 3

    તૈયાર કરેલ મુઠીયાને ગરમ તેલમાં ધીમા તાપે ગુલાબી રંગના થાય ત્યાં સુધી તળી લો. ત્યારપછી તેનો સારી રીતે ભુક્કો કરી લો.

  4. 4

    હવે એક વાસણમાં એક કપ ઘી અને એક કપ ગોળ ઉમેરી ગેસ પર ધીમી આંચે ગરમ થવા દો.

  5. 5

    તૈયાર કરેલ ભુકકામાં કાજુ, બદામના કટકા કરી ને ઉમેરો. જાયફળને ખમણી તેનો પાઉડર અને ખાંડ પણ ઉમેરી દો.

  6. 6

    ઘી અને ગોળ ગરમ થાય અને ઉપર ફીણ થાય એટલે પાઈ તૈયાર થઈ ગઈ છે. હવે આ પાઈને બાઉલમાં રાખેલ ભુક્કા માં ઉમેરી સારી રીતે હલાવી લો અને મિક્સ કર્યા પછી 10 મિનિટ વિરામ આપો. હવે મોલ્ડની મદદથી બધા લાડુ વાળી લો. ત્યારબાદ તેમાં ખસખસ લગાવો. ચૂરમાના લાડુ તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mayuri Chotai
Mayuri Chotai @M23290612S
પર

ટિપ્પણીઓ

Similar Recipes