મનચાઉ સૂપ (Manchow Soup Recipe In Gujarati)

Mansi Doshi
Mansi Doshi @Manu_jain
શેર કરો

ઘટકો

  1. 100 ગ્રામકોબીજ
  2. 1ગાજર
  3. 1/2સીમલાઈ મરચું
  4. 1લીલું મરચું
  5. 7-8લસણ ની કળી
  6. 1 વાટકીલીલી ડુંગળી
  7. 1 ચમચીઆદુ ની પેસ્ટ
  8. 1 ચમચીકોર્ન ફ્લોર
  9. 2 નાની ચમચીસોયા સોસ
  10. 1 ચમચીરેડ ચિલી સોસ
  11. 2 ચમચીતેલ
  12. 4 ગ્લાસપાણી
  13. ક્રિસ્પી ફ્રાય નૂડલ્સ (ઓપ્શનલ)
  14. 1 ચમચીમીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મનચાઉ સૂપ માટે સૌથી પહેલા કોબીજ, ગાજર,મરચાં, લીલી ડુંગળી સુધારી લ્યો, અને લસણ ના ઝીણા ટુકડા તથા આદુ ની પેસ્ટ તૈયાર કરી લ્યો.

  2. 2

    એક પેન માં તેલ મૂકીને લસણ અને આદુ ની પેસ્ટ નાખી તેમાં મીઠું અને કોબીજ, મરચાં,ગાજર,લીલી ડુંગળી બધુ સાંતળી લ્યો.

  3. 3

    5 મિનીટ બાદ તેમાં સોયા સોસ અને રેડ ચીલી સોસ નાખી ને તેને મિક્સ કરો. અને તેમાં 2 મિનીટ બાદ પાણી નાખો.

  4. 4

    હવે 5 થી 7 મિનીટ બાદ તેમાં કોર્ન ફ્લોર ની સ્લરી નાખી તેને 2 મિનીટ બાદ સર્વ કરો.(નૂડલ્સ હોય તો ક્રિસ્પી ફ્રાય કરેલા ઉપર બાઉલ માં સાથે સર્વ કરો)

  5. 5

    એકદમ ઇઝી અને બહાર હોટેલ ના ટેસ્ટ મુજબ જ લાગતું મનચાઉ સૂપ ઘરે જ તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mansi Doshi
Mansi Doshi @Manu_jain
પર

Similar Recipes