કોકોનટ ડ્રાયફ્રુટ પ્રોટીન ચીકી (Coconut Dryfruit Protein Chikki Recipe In Gujarati)

Sweetu Gudhka
Sweetu Gudhka @Cookwithsweetu1012
Jamnagar

કોકોનટ ડ્રાયફ્રુટ પ્રોટીન ચીકી (Coconut Dryfruit Protein Chikki Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

35 થી 40 મિનિટ
5 વ્યક્તિ
  1. 1 1/2 કપસૂકા ટોપરા ની (પાતળી)સ્લાઈસ
  2. 200 ગ્રામકોલાપુરી ગોળ (ખમણેલો)
  3. 1/2 કપસફેદ તલ
  4. 1/2 કપકાળા તલ
  5. 1 tbspબદામ ની કતરણ
  6. 2 tbspપીસ્તા ની કતરણ
  7. 1/8 tspબેકિંગ સોડા
  8. 1/4 tspઇલાયચી નો પાઉડર
  9. 1 સ્પૂનઘી
  10. સિલ્વર ફોઈલ પેપર
  11. 💠 ગાર્નિશ માટે :-
  12. બદામ
  13. પીસ્તા
  14. ટોપરાની સ્લાઈસ
  15. તલ

રાંધવાની સૂચનાઓ

35 થી 40 મિનિટ
  1. 1

    સૌથી પહેલા આપણે ઉપર બતાવેલ ઘટકો તૈયાર કરો ત્યાર બાદ એક ચોરસ અને ગોળ બંને મોલ્ડ પર સિલ્વર ફોઈલ પેપર લગાવી ને ઘી થી ગ્રીસ કરી લેવું.

  2. 2

    ત્યાર પછી ટોપરા નીસ્લાઈસ ને બંને કાળા ને સફેદ તલ, બદામ કતરણ, પીસ્તા કતરણ અધું રોસ્ટ કરી લેવું. ટોપરા ની સ્લાઈસ ને આછો ગુલાબી કલર થાય ત્યાં સુઘી રોસ્ટ કરવી. ત્યાર પછી આ બધા રોસ્ટ થઇ જાય એટલે તેને એક બાઉલ માં કાઢી લેવા.

  3. 3

    હવે એક કડાઈ ગેસ પર ગરમ થાય એટલે તેમાં ગોળ એડ કરી ને તેનો પાયો તૈયાર કરવો. ગોળ ઓગળી જાય પછી તેમાં ઘી એડ કરવું. તેને એકદમ બ્રાઉન થાય ત્યાં સુધી પાયો કરવો ને એક વાટકી માં થોડું પાણી નાખી ને તૈયાર રાખવી પાયો એકદમ બ્રાઉન થાય જાય એટલે તે પાણી વારી વાટકી માં 2-3 ટીપા નાખી ને ચેક કરી જોવું કે પાઇ થઈ ગઈ છે કે નહિ 5 સેકન્ડ પછી એ ટીપા ને ચાવી ને જોઈ લેવું કે કડકડ થાય છે તો સમજી જવું કે પાયો રેડી છે.

  4. 4

    ત્યાર બાદ તે પાયા માં બેકિંગ સોડા નાખી ને 3 આંટા ફેરવવા. હવે તેમાં ટોપરા ની સ્લાઈસ, બધા ડ્રાય ફ્રૂટ્સ, બંને તલ અને ઇલાયચી પાઉડર નાખી ને બધું મિક્ષ કરી લેવું.

  5. 5

    ત્યાર પછી તેને મોલ્ડ માં કાઢી લેવું ને એકસરખું પાથરી લેવું. હવે તેને મોલ્ડ માંથી કાઢી ને પ્લેટફોર્મ પર રાખી ને ગ્રીસ કરેલ વેલણ થી પાતળી વણો અને કટર થી કટ કરી ને પીસ કરી લો.

  6. 6

    તેને બદામ, તલ, ટોપરા ની સ્લાઈસ અને પીસ્તા થી ગાર્નિશ કરો. તો તૈયાર છે coconut dry fruits protein chikki 😋

  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sweetu Gudhka
Sweetu Gudhka @Cookwithsweetu1012
પર
Jamnagar
Cooking is like love.. 👩‍🍳❤
વધુ વાંચો

Similar Recipes