જામનગરી તીખા ઘૂઘરા (Jamnagar's Spicy Ghughra Recipe In Gujarati)

Reshma Tailor
Reshma Tailor @reshma_223

જામનગરી તીખા ઘૂઘરા (Jamnagar's Spicy Ghughra Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
6 સર્વિંગ્સ
  1. 500 ગ્રામમેંદો
  2. 600 ગ્રામબાફેલા બટાકા
  3. 200 ગ્રામબાફેલા વટાણા
  4. 2 ચમચીલીલાં મરચાં ની પેસ્ટ
  5. 1 ચમચીગરમ મસાલો
  6. 1 ચમચીધાણા જીરું
  7. મીઠું સ્વાદ મુજબ
  8. તેલ તળવા માટે
  9. 2 ચમચીઘી
  10. 1 ચમચીઆમચૂર પાઉડર
  11. ગ્રીન ચટણી
  12. લસણ મરચાં ની ચટણી
  13. ખજૂર આંબલી ની ચટણી
  14. લીલાં ધાણા
  15. ડુંગળી ઝીણી સમારેલી
  16. નાયલોન સેવ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં મેંદો લઈ તેમાં તેલ, ઘી, મીઠું નાંખી લોટ બાંધી લો. અને ભીના કકડા થી 30 મિનિટ ઢાંકી ને રેસ્ટ આપો.

  2. 2

    બધી ચટણીઓ તૈયાર કરી લો. ડુંગળી ને જીણી સમારી લેવી. લીલાં ધાણા ને સમારી લો.

  3. 3

    હવે એક બાઉલ માં બાફેલા બટાકા લઈ તેને મેશ કરી લો. હવે તેમાં લીલાં ધાણા, મીઠું, લીલાં મરચાં ની પેસ્ટ, ધાણા જીરું, ગરમ મસાલો, આમચૂર પાઉડર, બાફેલા વટાણા આ બધું એડ કરી ને મિક્સ કરી માવો બનાવી લો.

  4. 4

    હવે લોટ માંથી લુવો બનાવી ને પૂરી વણી લો. તેમાં બટાકાનું સ્ટફિંગ ભરી ઘૂઘરો બનાવી લો.

  5. 5

    ત્યાર બાદ ગરમ તેલ માં ક્રિસ્પી તળી લો.

  6. 6

    હવે તો

  7. 7

    સર્વિગ પ્લેટ માં લઈ તેની ઉપર બધી ચટણીઓ, ડુંગળી, સેવ નાંખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Reshma Tailor
Reshma Tailor @reshma_223
પર

Similar Recipes