મેથી બટાકા નું શાક. (Methi Bataka Shak Recipe In Gujarati)

Shreya Desai
Shreya Desai @shreyadesai
Vadodara

શિયાળા માં મેથી ની ભાજી બહુ સરસ મળે. એકદમ સરળતા થી અને ઝડપ થી બની જતું આ શાક.
#GA4
#Week19
#Methi

મેથી બટાકા નું શાક. (Methi Bataka Shak Recipe In Gujarati)

શિયાળા માં મેથી ની ભાજી બહુ સરસ મળે. એકદમ સરળતા થી અને ઝડપ થી બની જતું આ શાક.
#GA4
#Week19
#Methi

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ લોકો માટે
  1. ૧૫૦ ગ્રામ મેથી ની ભાજી (બારીક સમારેલી)
  2. ૮-૯બટાકા બાફેલા
  3. ૧ ટીસ્પૂનઆદુ મરચાંની પેસ્ટ
  4. ૧/૨ ટીસ્પૂનજીરુ
  5. ૪-૫સૂકી મેથી ના દાણા
  6. ૧/૨ ટીસ્પૂનરાઈ
  7. ૧/૨ ટીસ્પૂનહળદર
  8. ૧ ટીસ્પૂનખાંડ
  9. ૧ ટીસ્પૂનલાલ મરચું
  10. ૧ ટીસ્પૂનધાણજીરું
  11. મીઠું સ્વાદાનુસાર
  12. ૨ ટેબલસ્પૂનતેલ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલા મેથી ની ભાજી ને ઝીણી કાપી લઈ સાફ કરી લો. બટાકા ને બાફી ને નાના નાન ટુકડા કરી લો.

  2. 2

    એક પેન મા તેલ મૂકી તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું,મેથી ના દાણા, આદુ, મરચા ની પેસ્ટ નાખી ૨ મિનિટ માટે થવા દો. હવે એમાં મેથી ની ભાજી અને મીઠું નાખી મેથી ચડવા દો. વધારે માં વધારે ૨ મિનિટ લાગશે.

  3. 3

    મેથી ચડી જાય એટલે એમાં બધા મસાલા અને બાફેલા બટાકા નાખી મિક્સ કરી થવા દો.

  4. 4

    ૫ થી ૭ મિનિટ શાક ઢાંકી ને થવા દો. ગરમા ગરમ ભાખરી અથવા રોટલી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shreya Desai
Shreya Desai @shreyadesai
પર
Vadodara

Similar Recipes