મટર પનીર (Matar paneer Recipe in Gujarati)

Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10

#KS

મટર પનીર (Matar paneer Recipe in Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે

#KS

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૨ લોકો
  1. ૧૫૦ ગ્રામ લીલા વટાણા
  2. ૧૫૦ ગ્રામ પનીર
  3. ટમેટૂ
  4. લીલુ મરચું
  5. ડુંગળી
  6. ૫-૬ લસણ ની કળી
  7. ૫-૬ કાજુ
  8. નાનો કટકો આદુ નો
  9. નાનો કટકો તજનો
  10. લવિંગ
  11. સ્ટાર
  12. તમાલપત્ર
  13. ૧/૪હળદર
  14. ૨ ચમચીલાલ મરચું પાઉડર
  15. ચપટીહિંગ
  16. ૧/૪ ચમચીધાણાજીરું પાઉડર
  17. ૧/૪ ચમચીજીરા પાઉડર
  18. મીઠું સ્વાદાનુસાર
  19. ૪-૫ ચમચી ઘી અથવા બટર વઘાર માટે
  20. ૧/૪ ચમચીજીરું
  21. ૧/૪ ચમચીકસૂરી મેથી
  22. ૧/૪ ચમચીગરમ મસાલો
  23. ૧ ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ આ રીતે બધી સામગ્રી તૈયાર કરી લો અને ટામેટાં, ડુંગળી, મરચા ને ઝીણા સમારી લો અને બધા સુકા મસાલા પણ તૈયાર કરી લ્યો.

  2. 2

    લીલા વટાણાને પાંચથી દસ મિનિટ સુધી બાફી લો.

  3. 3

    હવે એક પેનમાં એક ચમચી જેટલું તેલ મૂકી, તેલ ગરમ થાય એટલે આદું, લસણ,મરચાં, ટામેટા એ બધું નાખી અને બે મિનિટ સુધી સાંતળી લો.

  4. 4

    બધું સતડાય અને ઠંડું થઈ જાય એટલે બ્લેન્ડરમાં પીસી અને ગ્રેવી બનાવી લો.

  5. 5

    હવે એક બીજા પેનમાં ચાર ચમચી ઘી ઉમેરી જીરું અને બધા સુકા મસાલા નાખીને વઘાર કરો.

  6. 6

    પછી ગ્રેવી નાખીને વઘાર કરો અને પેન ઢાંકી ને બે-પાંચ મિનિટ ગ્રેવીને ઉકળવા દો.

  7. 7

    ગ્રેવી થઈ જાય પછી બધા મસાલા ઉમેરો અને મસાલો બધો સરસ થી મિક્સ કરી ઉકડી જાય એટલે વટાણા ઉમેરો.

  8. 8

    હવે પેન કવર કરી અને બધું સરસ થી ચડી જવા દ્યો.

  9. 9

    બધુ ચડી જાય પછી પનીરના ટુકડા ઉમેરો.

  10. 10

    તૈયાર છે આપણું સ્વાદિષ્ટ મટર પનીર ની સબ્જી આ સબજીને તમે પરાઠા અથવા નાન સાથે સર્વ કરી શકો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10
પર

Similar Recipes