અખરોટ અને ખજુરના એનર્જી બાર (Walnut Dates Energy Bar Recipe In Gujarati)

Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10

#Walnuts
શક્તિથી ભરપૂર અને સ્વાસ્થ્યવર્ધક અખરોટ અને ખજુરના એનર્જી બાર. આ શિયાળામાં તમને આ એનર્જી બારમાંથી ભરપૂર માત્રામાં પ્રોટીન અને વિટામીન મળશે.

અખરોટ અને ખજુરના એનર્જી બાર (Walnut Dates Energy Bar Recipe In Gujarati)

#Walnuts
શક્તિથી ભરપૂર અને સ્વાસ્થ્યવર્ધક અખરોટ અને ખજુરના એનર્જી બાર. આ શિયાળામાં તમને આ એનર્જી બારમાંથી ભરપૂર માત્રામાં પ્રોટીન અને વિટામીન મળશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
2 લોકો
  1. ૧૦૦ ગ્રામ અખરોટ
  2. ૪૦૦ ગ્રામ ખજુર
  3. ૧૦૦ ગ્રામ બદામ
  4. ૧૦૦ ગ્રામ કાજુ
  5. ૧૦૦ ગ્રામ પિસ્તા
  6. ૫૦ ગ્રામ તલ
  7. ૨ ચમચી નાળિયેરનું ખમણ
  8. ૨ ચમચી ઘી

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ આ રીતે બધા ડ્રાયફ્રૂટ્સ અને ખજૂર તૈયાર કરી લો.

  2. 2

    ત્યાર બાદ એક પેનમાં એક પછી એક અખરોટ, બદામ અને કાજુ ને ૨-૩ મિનિટ સુધી શેકી લો.

  3. 3

    પછી પિસ્તા અને તલને વારાફરતી ચાર થી પાંચ મિનિટ સુધી શેકી લો.

  4. 4

    બધુ ડ્રાયફ્રુટસ ઠંડુ થઈ જાય ત્યારબાદ મિક્સરમાં બધા ડ્રાયફ્રુટ્સનો અધકચરો ભૂકો કરી લો.

  5. 5

    પછી તે જ પેનમાં ૨ ચમચી ઘી મૂકી પછી તેમા ખજૂર ઉમેરો અને ખજૂરને બરાબર ગરમ થઈ જાય અને ઓગળી જાય ત્યારે તેમાં બધા ડ્રાયફ્રૂટ્સ ઉમેરી અને બધું સરખું મિક્ષ કરો.

  6. 6

    પછી એક થાળીને તેલ થી ગ્રીસ કરી તેમાં બધું મિશ્રણ પાથરો અને એક વાટકી ને પણ તેલથી ગ્રીસ કરી આ મિશ્રણ પર ફેરવો એટલે એકસરખું લેવલ થઈ જાય. પિસ્તા અને નારિયેળના ખમણ થી ગાર્નીશ કરો. પછી ચપ્પુની મદદથી એનર્જી બાર બનાવવા માટે આ રીતે કાપા પાડો. પછી આ થાળીને ફ્રીજમાં ૨-૩ કલાક સુધી સેટ કરવા મૂકી દો.

  7. 7

    પછી ફ્રીઝમાંથી લઈ તેના પીસ કાઢી અને ડબ્બામાં ભરી લો. તો તૈયાર છે આપણા એનર્જી બાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10
પર

Similar Recipes