દાલ બાટી (Dal baati Recipe in Gujarati)

Jigna Shukla
Jigna Shukla @Jigna_Shukla_8887
Rajkot

#week3
#Trend

આ વાનગી આમ તો રાજસ્થાન ની છે, પરંતુ ગુજરાત માં પણ એટલી જ લોકપ્રિય છે.

દાલ બાટી (Dal baati Recipe in Gujarati)

#week3
#Trend

આ વાનગી આમ તો રાજસ્થાન ની છે, પરંતુ ગુજરાત માં પણ એટલી જ લોકપ્રિય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1કલાક
2વ્યક્તિ
  1. દાલ માટે ના ઘટક :-
  2. 1/2 કપચણા દાલ
  3. 1/2 કપઅડદ દાલ
  4. 1/2 કપતુવેર દાલ
  5. 1/2 કપપીળી મગ દાલ
  6. 1 કપતેલ
  7. 1 સ્પૂનમરચા પાઉડર
  8. 1/2હળદર પાઉડર
  9. 1 સ્પૂનધાણા પાઉડર
  10. 1 સ્પૂનનમક
  11. 1 સ્પૂનગરમ મસાલો
  12. 2 નંગટામેટા
  13. 2 નંગડુંગળી
  14. 1 નાની ચમચીઆદુ પેસ્ટ
  15. 1 નાની ચમચીલસણ પેસ્ટ
  16. 1 નાની ચમચીલીલા મરચા પેસ્ટ
  17. 1 નાની ચમચીરાઈ - જીરું, હિંગ
  18. 1 નંગતમાલપત્ર
  19. 2સૂકા મરચા
  20. 1 સ્પૂનકોથમીર
  21. 5-6મીઠો લીમડા ના પાન
  22. બાટી માટે ઘટક :-
  23. 2વાટકા ઘઉં નો કરકરો લોટ
  24. 1/2 કપરવા નો લોટ
  25. 2 કપદેશી ઘી
  26. 1 નાની ચમચીઅજમો
  27. 1 નાની ચમચીનમક
  28. જરૂરિયાત મુજબ ખાવા ના સોડા

રાંધવાની સૂચનાઓ

1કલાક
  1. 1

    સૌ પહેલા બધી દાલ મિક્સ કરી કુકર માં 4 સીટી એ બાફી લો.

  2. 2

    હવે ટામેટા, ફુંગળી સમારી મિક્સર માં ગ્રેવી કરી લો.

  3. 3

    દાલ બફાય જાય એટલે એક નોનસ્ટિક પેન માં વઘાર માટે તેલ મૂકો

  4. 4

    તેલ આવી જાય એટલે રાઈ, જીરું, તમાલપત્ર, સૂકા મરચા, હિંગ, આદુ, લસણ, મરચા ની પેસ્ટ, અને ગ્રેવી નાખો.

  5. 5

    બધું બરાબર મિક્સ કરી 2મિનિટ મસાલો ચડવા દો.

  6. 6

    હવે તેમાં મરચું, હળદર, ધાણાજીરું, નમક, ગરમ મસાલો, અને દાલ ઉમેરો.

  7. 7

    2 ગ્લાસ પાણી નાખી 5 મિનિટ ચડવા દો, તૈયાર છે,આપણી દાલ, કોથમીર નાખી ગાર્નીસ કરો.

  8. 8

    હવે આપણે બાટી બનાવીશુ. એક બાઉલ માં ઘઉં નો લોટ,રવા નો લોટ લઈ તેમાં અડધો કપ ઘી,અજમો, નમક,ચપટી ખાવા ના સોડા, નાખી ગરમ હુંફાળા પાણી થી પરાઠા જેવો લોટ બાધીશુ.

  9. 9

    લોટ બંધાય જાય એટલે એકસરખા માપ ના તેમાંથી લુવા કરી લેવા. આ લોટ ના માપ માં થી 6 થી 7 બાટી બનશે.

  10. 10

    લુવા તૈયાર થઇ જાય એટલે ગોળ વાટકી જેવો શેપ આપી ઉપર થી લોટ ભેગો કરી બંધ કરી દેવું. એટલે ગોળ રાઉન્ડ શેપ માં બાટી બની જશે.આ રીતે બાટી બનાવવા થી બાટી અંદર થી સોફ્ટ બનશે અને ફૂલશે.અને અંદર થી બાટી ચડી જશે કાચી પણ નહિ રહે.

  11. 11

    આ રીતે બધી બાટી થઈ જાય એટલે આંગળી થી બાટી માં વચ્ચે ગોળ રાઉન્ડ કરી દેવું.

  12. 12

    હવે ગેસ પર કડાઈ માં તળિયે નીચે રેતી નાખી સ્ટેન્ડ મૂકી 15 મિનિટ રેતી તપવા દો. 15 મિનિટ પછી એલ્યૂમિનિયમ ની થાળી માં ઘી લગાડી બાટી વચ્ચે જગ્યા રાખી ગોઠવી દો.

  13. 13

    હવે ગેસ પર મીડીયમ તાપે બધી બાટી 25 થી 30 મિનિટ શેકાવા દો.એક સાઈડ શેકાય જાય પછી પલટાવી દો. અને એ જ રીતે બીજી સાઈડ પણ શેકી લો. વચ્ચે ચપ્પુ નાખી જોઈ લેવું બાટી શેકાય ગઈ છે કે નઈ. આ રીતે ઓવેન માં પણ બાટી બનાવી શકાય.

  14. 14

    બાટી બની જાય એટલે ઘી માં બાટી બોળી દેવાની. અને બાટી માં વચ્ચે ગોળ રાઉન્ડ માં થીજેલું ઘી રેડી દેવું. તૈયાર છે આપણી બાટી.

  15. 15

    દાલ બાટી સાથે ચૂરમું ખાવા નું મન થાય તો જરૂરિયાત મુજબ બાટી નો ભૂકો કરી તેમાં ગોળ, ઘી, ઉમેરી દો. ડ્રાયફ્રુટ થી ગાર્નીસ કરો. તૈયાર છે. દાલ - બાટી ચૂરમા..ગરમા - ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigna Shukla
Jigna Shukla @Jigna_Shukla_8887
પર
Rajkot

ટિપ્પણીઓ (7)

Buddhadev Reena
Buddhadev Reena @cook_25851154
ખુબ સરસ રીતે બનાવી છે 👌👌👌👌👌

Similar Recipes