દાલ પાલક (Dal Palak Recipe In Gujarati)

Tejal Vashi
Tejal Vashi @Tejal21

આ એક પજાબી દાલ જેવી દાલ છે આમાં મિક્સ દાલ પાલકની ભાજી અને કાંદા નો ઉપયોગ કરીને બનાવાય છે આ જયારે તમે એકજ પ્રકારની દાલ ખાઈને કંટાળી ગયા હોવ ત્યારે જરૂર થી બનાવજો. આ વાનગી ખુબજ હેલ્ધી છે. તો ચાલો બનાવીએ દાલ પાલક.

દાલ પાલક (Dal Palak Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

આ એક પજાબી દાલ જેવી દાલ છે આમાં મિક્સ દાલ પાલકની ભાજી અને કાંદા નો ઉપયોગ કરીને બનાવાય છે આ જયારે તમે એકજ પ્રકારની દાલ ખાઈને કંટાળી ગયા હોવ ત્યારે જરૂર થી બનાવજો. આ વાનગી ખુબજ હેલ્ધી છે. તો ચાલો બનાવીએ દાલ પાલક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20-25 મિનિટ
4-5 વ્યક્તિ માટે
  1. 200 ગ્રામમિક્સ દાલ
  2. 2 નગકાંદા ઝીણા સમારેલા
  3. 150 ગ્રામપાલક ઝીણી સમારેલી
  4. 8-10 નગમીઠા લીમડાના પાન
  5. 2 ચમચીજીરુ
  6. 2 ચમચીઆદુ મરચા લસણની પેસ્ટ
  7. 1 ચમચીહળદર પાઉડર
  8. 1 ચમચીલાલ મરચું પાઉડર
  9. 1 ચમચીધાણાજીર પાઉડર
  10. મીઠું સ્વાદ મુજબ
  11. 1-2 ચમચીમેગી મેજીક મસાલો
  12. 2-3 ચમચીતેલ
  13. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

20-25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક કુકરમાં મિક્સ દાલ લઈ એમાં થોડું મીઠું 4-5 મીઠા લીમડાના પાન તેમજ 1 ચમચી આખું જીરૂ અને જરૂર મુજબનું પાણી ઉમેરી 3 સીટી વગાડી બાફી લેવું.(દાલ થોડી વાર બોળી રાખો તો જલ્દી ચડી જશે)

  2. 2

    ત્યાર બાદ એક પેનમાં 3 ચમચી તેલ મૂકી તેલ ગરમ થાય પછી એમાં 1ચમચી જીરું અને 3-4 મીઠા લીમડાના પાન થી વધારી એમાં ઝીણો સમારેલો કાંદો ઉમેરો ગુલાબી રંગનો થાય ત્યાં સુધી થવા દેવું. ત્યાર બાદ એમાં ઝીણી સમારેલી પાલક ઉમેરી2-3 મિનિટ સાતળવું.

  3. 3

    ત્યારબાદ એમાં ઉપર જણાવ્યા મુજબના બધા મસાલા ઉમેરી 2-3 મિનિટ સાતળવું. ત્યાર બાદ એમાં બાફેલી દાલ ઉમેરી. 2-3 જરૂર મુજબનું પાણી ઉમેરી મિનિટ સાતળવું.

  4. 4

    ત્યાર છે આપણી દાલ પાલક આને તમે ગરમ ગરમ સવ કરી શકો છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Tejal Vashi
Tejal Vashi @Tejal21
પર

Similar Recipes