દૂધી ચણા નું શાક (Dudhi Chana Shak Recipe In Gujarati)

Nayana Pandya
Nayana Pandya @nayana_01

આજે આપણે બનાવીશું Bootle Gourd એટલેકે (દૂધી) દૂધી ચણા નું શાક. આ એક હેલ્ધી અને સ્વાદિષ્ટ રેસિપી છે. આ શાક બનાવવાનું ખુબજ સરળ છે. તો ચાલો આજની રેસીપી સરું કરીએ.
#GA4
#Week21

દૂધી ચણા નું શાક (Dudhi Chana Shak Recipe In Gujarati)

આજે આપણે બનાવીશું Bootle Gourd એટલેકે (દૂધી) દૂધી ચણા નું શાક. આ એક હેલ્ધી અને સ્વાદિષ્ટ રેસિપી છે. આ શાક બનાવવાનું ખુબજ સરળ છે. તો ચાલો આજની રેસીપી સરું કરીએ.
#GA4
#Week21

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 સર્વિંગ્સ
  1. ૧ બાઉંલઝીણી સમારેલી દૂધી
  2. ૧ બાઉંલચણા ની દાળ (૫-૬ કલાક પલાળેલી દાળ)
  3. ૧ નંગઝીણું સમારેલું ટમેટું
  4. ૬-૭ કળી ઝીણું સમારેલું લસણ
  5. ૨ નંગઝીણા સમારેલા લીલા મરચા
  6. ૫-૬ નંગ કળી પત્તા
  7. ૧ ચમચીજીરૂ
  8. ૨ ચમચીતેલ
  9. ૧/૨ ચમચીહળદર
  10. ૧/૨ ચમચીકાશ્મીરી લાલ મરચું
  11. ૧/૨ ચમચીધાણાજીરું પાઉડર
  12. ૧/૨ ચમચીગરમ મસાલો
  13. ઝીણા સમારેલા લીલા ધાણા
  14. ૧/૨ ચમચીખાંડ
  15. ૧ ચમચીલીંબુનો રસ
  16. સ્વાદ અનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    દુધી ચણા નુ શાક બનાવવા માટે સૌપ્રથમ એક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થઇ જાય એટલે જીરુ ઉમેરો. જીરું સેકાઈ જાય એટલે લસણ, લીલાં મરચાં અને કળી પત્તા ઉમેરો. ત્યારબાદ ટામેટાં, ઝીણી સમારેલી દૂધી અને ચણાની દાળ ઉમેરો. આ શાકમાં મેં ચણાની દાળને ૫-૬ કલાક પલાળેલી ને પછી દાળ લીધી છે.

  2. 2

    હવે શાકમાં બધા મસાલા ઉમેરો ત્યારબાદ ખાંડ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને બધું બરાબર મિક્સ કરી લો. હવે ૧ કપ પાણી ઉમેરી ફરીથી બધું બરાબર મિક્સ કરો. હવે પેન ઉપર એક ડીશ ઢાંકી ને ડીશ પર થોડું પાણી રેડીને ૧૫ મિનિટ શાક ને ચડવા દો.

  3. 3

    આપણું ગરમાગરમ દુધી ચણા નુ શાક સર્વ કરવા માટે તૈયાર છે. હવે આ શાક માં લીંબુનો રસ અને ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરો.

  4. 4

    હવે આ શાકને એક બાઉલમાં સર્વ કરો. આ શાક ને તમે રોટલી, ભાખરી, પરાઠા અને બાજરી, જુવાર અને મકાઈના રોટલા સાથે સર્વ કરી શકો છો. ઠંડી ની સિઝનમાં બાજરી ના રોટલા સાથે આ શાક ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો તમે મારી આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરો અને આનંદ માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nayana Pandya
Nayana Pandya @nayana_01
પર

Similar Recipes