દૂધી અને સાબુદાણા ની ખીર (Dudhi Sabudana Kheer Recipe in Gujarati)
Ila Bhimajiyani @IlaThaklar65
દૂધી અને સાબુદાણા ની ખીર (Dudhi Sabudana Kheer Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધી છાલ દૂર કરી ને છીણી લો.સાબુદાણા પાચ કલાક પલાળેલા લો.
- 2
એક તપેલીમાં ઘી ગરમ કરો અને એમાં દૂધી છીણેલી નાખો.અને હલાવતાં રહો.પાચેક મિનિટ હલાવી લો અને પછી એમાં પા થી 1/2 કપ પાણી નાખો.બે મિનિટ ઢાંકી દો અને ઊકળે એટલે દૂધ નાખો.
- 3
દૂધ નાખીને ગેસ એકદમ ધીમો કરી દો.દૂધી પાકી જાય એટલે એમાં પલાળેલ સાબુદાણા નાખો અને એને પાકવા દો.અહીં જરૂર પડે તો થોડું દૂધ નાખી શકાય. સાબુદાણા એકદમ પાણી જેવા થઈ જાય એટલે ખાન્ડ નાખીને વધુ દસ મિનિટ ઊકળવા દો.
- 4
પછી પિસ્તા અને ઇલાયચી નાખો.આ ખીર એકદમ ગરમ અથવા એકદમ ઠંડી ખુબજ સ્વાદિષ્ટ બને છે. તો બનાવો અને મજા લો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14531493









ટિપ્પણીઓ