હાંડવો મફિન્સ (Handvo muffins recipe in gujarati)

Neeti Patel
Neeti Patel @Neeti3699
Vadodara

#GA4
#week21
#bottlegourd
હાંડવો એક ગુજરાતી વાનગી છે જે દરેક ગુજરાતી ઓ ના ઘરે અલગ અલગ રીતે બનતી હોય છે.. પેહલા એનું સ્પેશિયલ કૂકર કે જેમાં નીચે રેતી મુકી બનાવવા માં આવતો જે પછી થી કૂકર ની જગ્યા એ નોન સ્ટીક પેન પર બનાવવા ની શરૂઆત થઈ.. મે અહીં ઓવન માં બનાવ્યો છે અને તે પણ મફિન્સ મોઉલ્ડ માં ખૂબ સરળ રીત થી બને છે અને ટેસ્ટી અને સોફ્ટ બને છે.

હાંડવો મફિન્સ (Handvo muffins recipe in gujarati)

#GA4
#week21
#bottlegourd
હાંડવો એક ગુજરાતી વાનગી છે જે દરેક ગુજરાતી ઓ ના ઘરે અલગ અલગ રીતે બનતી હોય છે.. પેહલા એનું સ્પેશિયલ કૂકર કે જેમાં નીચે રેતી મુકી બનાવવા માં આવતો જે પછી થી કૂકર ની જગ્યા એ નોન સ્ટીક પેન પર બનાવવા ની શરૂઆત થઈ.. મે અહીં ઓવન માં બનાવ્યો છે અને તે પણ મફિન્સ મોઉલ્ડ માં ખૂબ સરળ રીત થી બને છે અને ટેસ્ટી અને સોફ્ટ બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

35 મિનિટ
4 વ્યકિત
  1. હાંડવા નો લોટ બનાવવા માટે
  2. 2 કપચોખા
  3. 1/2 કપચણા ની દાળ
  4. 1/2 કપતુવેર ની દાળ
  5. હાંડવો નું ખીરુ બનાવવા માટે
  6. 1 કપદહીં
  7. 11/2 કપદૂધી નું છીણ
  8. 2 ટી સ્પૂનઆદું મરચા ની પેસ્ટ
  9. 1 ટી સ્પૂનલસણ ની પેસ્ટ
  10. મીઠું સ્વાદાનુસાર
  11. 1 ટી સ્પૂનલાલ મરચું
  12. 1/2 ટી સ્પૂનહળદર પાઉડર
  13. 2 ટેબલ સ્પૂનતેલ
  14. 1/2 ટી સ્પૂનરાઈ
  15. 1 ટી સ્પૂનસફેદ તલ
  16. 1મીઠા લીમડા ના પાન
  17. 1/4 ટી સ્પૂનબેકિંગ સોડા

રાંધવાની સૂચનાઓ

35 મિનિટ
  1. 1

    હાંડવા ના લોટ માટે ચોખા, ચણા ની દાળ, તુવેર ની દાળ ને ઘંટી માં કકરું દળી લેવુ.

  2. 2

    હવે તેમાં દહીં ઉમેરી મિક્સ કરો અને જરૂર મુજબ પાણી ઉમેરી ખીરુ તૈયાર કરવું જેને તડકા માં કે કોઈ ગરમ જગ્યા એ 5 થી 6 રાખી તેમાં આથો લાવવા દો.

  3. 3

    હવે આદું મરચા ની પેસ્ટ, લસણ ની પેસ્ટ તૈયાર કરવી અને દૂધી ને છીણી ની મદદ થી છીણી લેવી.

  4. 4

    આથો આવેલા ખીરુ માં બધા મસાલા કરી હલાવો.. એક પેન માં તેલ મૂકી વઘાર માટે રાઈ, તલ, મીઠો લીમડો ઉમેરી ખીરું માં વઘાર કરવો.

  5. 5

    હવે ઓવન ને પ્રિ હીટ કરવા મૂકવું. મફિન્સ મૌઉલ્ડ ને તેલ થી ગ્રીસ કરી લેવાં... ખીરુ માં બેકિંગ સોડા ઉમેરી બરાબર હલાવી લેવું.

  6. 6

    હવે મૌઉલ્ડ માં ખીરુ ઉમેરી ઊપર થી તલ ભભરાવી ઓવ ન માં 200 ડીગ્રી તાપમાન પર 35 મિનિટ માટે બેક કરવું. એટલે હાંડવો ના કપ કેક કે મફિન્સ તૈયાર થશે.

  7. 7

    અંદર થી સોફ્ટ અને બહાર થી ક્રિસ્પી એવાં હાંડવો મફિન્સ ને લીલી ચટણી, ચા સાથે સર્વ કરવા.. ઈચ્છાનુસાર ગાર્નિશ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neeti Patel
Neeti Patel @Neeti3699
પર
Vadodara
I love cooking .. The best memories are made around table 😍
વધુ વાંચો

Similar Recipes