બીટ ના લાડુ (Beet Ladoo Recipe in Gujarati)

Sangita kumbhani
Sangita kumbhani @cooksangita9275
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
  1. 5-6 નંગબીટ
  2. 1વાટકોમલાઈવાળું દૂધ
  3. 1/2 વાટકો ખાંડ
  4. ૨ ચમચીઘી
  5. 1/2ચમચી એલચીનો ભૂકો
  6. 1વાટકોકોપરાનું ખમણ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બીટને ધોઈ ને છીણી લો, હવે તેને કુકરમાં નાખી, મલાઈવાળું દૂધ નાખી, અને ત્રણથી ચાર સીટી બાફી લો

  2. 2

    હવે તે બાફેલા બીટને, એક વાસણમાં કાઢી લો, તેને ગેસ ઉપર મૂકો, અને દૂધ બળેતયાં સુધી હલાવો, પછી તેમાં બે ચમચી ઘી ઉમેરો, અને તેને શેકી લો

  3. 3

    હવે તેમાં ખાંડ ઉમેરો, અને સતત હલાવ્યા કરો, એકદમ ઘટ્ટ થઈ જાય, ત્યારે તેમાં ટોપરાનું છીણ ઉમેરો,, અને ઈલાયચીનો ભૂકો ઉમેરો

  4. 4

    હવે તેના નાના નાના લાડુ વાળી લો, અને તેને ટોપરાના છીણમાં રગદોળી લો, તો તૈયાર છે બીટ ના લાડુ, જે ખાવામાં એકદમ પૌષ્ટિક છે, બાળકો આમ બીટ નખાય, પણ તેના લાડુ બનાવી દેશો તો, તો તેને ખાવાની મજા પડશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sangita kumbhani
Sangita kumbhani @cooksangita9275
પર

ટિપ્પણીઓ

Similar Recipes