સમોસા (Samosa Recipe In Gujarati)

Rinku Rathod
Rinku Rathod @Rinku134
ભુજ
શેર કરો

ઘટકો

45 મિનિટ
3 લોકો
  1. 5મીડીયમ સાઈઝ બટાકા
  2. 1 વાટકીવટાણા
  3. અઢી કપ મેંદો
  4. 2ચમચા ઘી મોંણ માટે
  5. 1/2 ચમચીઅજમો
  6. 1 ગ્લાસઠંડુ પાણી
  7. 1-2 ચમચીઆદુ મરચાં ની પેસ્ટ
  8. 1/2 ચમચીહળદર
  9. 1/2 ચમચીધાણાજીરું
  10. 1/2 ચમચીમરચું પાવડર
  11. 1/2 ચમચીસુકા ધાણા
  12. 1/2 ચમચીગરમ મસાલો
  13. 2 ચમચીલીંબુ નો રસ,
  14. મીઠું સ્વાદ અનુસાર
  15. કોથમીર
  16. તેલ તળવા માટે
  17. 1 ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મેંદાને ચાળી ને તેમાં મીઠું, અજમો અને ઘીનું મુઠી પડતુ મોંણ મૂકી ઠંડા પાણી થી લોટ બાંધી લેવો. (ઠંડા પાણી થી લોટ બાંધવાથી સમોસા ઉપરનું પડ એકદમ ક્રિષ્પી બને છે અને ઉપરની સાઈડ બબલ્સ નથી થતાં)

  2. 2

    હવે વટાણા બટાકા ને બાફી તેમાં આદુ મરચાં ની પેસ્ટ,મીઠું, મરચું, હળદર,ધાણાજીરું, સૂકાં ધાણા, ગરમ મસાલો, લીંબુ, ખાંડ,કોથમીર નાખી સરસ મિક્સ કરવું

  3. 3

    લોટ ના નાના લુવા કરી તેની રોટલી વણી તેની વચ્ચે થી કટ કરવું કેટ કરેલા બે ભાગ માંથી એક ભાગ લઈ તેને કોન ની જેમ વાળી તેમાં મસાલો ભરી તેની કિનારી ને પાણી વાળી કરતા જઇ ચીપકાવવું. આવી રીતે બધા સમોસા તૈયાર કરી તળવા.....અને ગ્રીન અને ખજૂર આંબલી ની ચટણી સાથે પીરસવા.....

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rinku Rathod
Rinku Rathod @Rinku134
પર
ભુજ

Similar Recipes