સમોસા (Samosa Recipe in Gujarati)

NIRAV CHOTALIA
NIRAV CHOTALIA @NiravChotalia007
NAVSARI
શેર કરો

ઘટકો

60 મિનિટ
1 સર્વિંગ
  1. 1 કપમેંદો
  2. 2 ટેબલ સ્પૂનઘી
  3. 20 ગ્રામબટર
  4. 1 ટી સ્પૂનઅજમો
  5. મીઠું
  6. ઠંડુ પાણી
  7. 1બાઉલ બાફેલા બટેકા
  8. 1 ટેબલ સ્પૂનવાટેલા આદુ મરચા
  9. 50 ગ્રામલીલા વટાણા
  10. 1 ટી સ્પૂનધાણા જીરું
  11. 1 ટી સ્પૂનખાંડ
  12. 1 ટી સ્પૂનમરી પાઉડર
  13. ચપટીહિંગ
  14. ચપટીહળદર

રાંધવાની સૂચનાઓ

60 મિનિટ
  1. 1

    એક મોટા મિક્સિંગ બાઉલ માં 1 કપ મેંદો, 1 ટી સ્પૂન અજમો,
    2 ટેબલ સ્પૂન ઘી, 20 ગ્રામ બટર, અને સ્વાદ અનુસાર મીઠું નાખી....

  2. 2

    બરોબર હાથેથી મીક્ષ કરી લીધા બાદ જરુર મુજબ ઠંડુ પાણી એડ કરી સમોસા બનાવવા માટે નો લોટ બાંધી તેને 1/2 કલાક રેસ્ટ કરવા ઢાંકીને મુકો.

  3. 3

    હવે સમોસા બનાવવા સ્ટફીંગ માટે એક બાઉલ બાફેલા બટેકા માં જરૂર મુજબ મીઠું ઉમેરી તેમાં 1 ટેબલ સ્પૂન વાટેલા આદુ મરચા, 50 ગ્રામ લીલા વટાણા, 1 ટી સ્પૂન ધાણા જીરું,1 ટી સ્પૂન ખાંડ,1 ટી સ્પૂન મરી પાઉડર,ચપટી હિંગ,ચપટી હળદર નાંખી બરોબર મીક્ષ કરી લેવું. અને ત્યાર બાદ મેંદા ના લોટ ના લુવા વણી ને તેને વચ્ચે થી કાપી સમોસા ના ત્રિકોણ આકારે બનાવી તેમાં સ્ટફીંગ ભરી, બધા સમોસા તેલ માં તળવા માટે રેડી કરો.
    અને ત્યાર બાદ તેને ધીમા થી મીડીયમ તાપે તેલ માં તળી લેવા.

  4. 4

    તો તૈયાર છે ગરમા ગરમ ખુબજ સ્વાદિષ્ટ સમોસા જેને સોસ કે ખજૂર ગોળ આંબલી ની ચટણી સાથે ખાવાથી ખુબજ ટેસ્ટી લાગશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
NIRAV CHOTALIA
NIRAV CHOTALIA @NiravChotalia007
પર
NAVSARI

Similar Recipes