ઓમલેટ ચાટ (Omlette Chaat Recipe In Gujarati)

Komal Patelia
Komal Patelia @cook_27633810

ઓમલેટ ચાટ (Omlette Chaat Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦-૧૫ મિનિટ
  1. ઈંડા
  2. ૨ ચમચીઝીણી સમારેલી ડુંગળી
  3. ૨-૩ લીલાં મરચા ઝીણાં સમારેલા
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. કોથમીર ઝીણી સમારેલી
  6. ૨ નાની ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

૧૦-૧૫ મિનિટ
  1. 1

    સૌથી પહેલા એક બાઉલમાં ડુંગળી, લીલાં મરચાં અને કોથમીર નાખીને મિક્સ કરો.

  2. 2

    હવે તેમાં ઈંડુ ફોડીને સારી રીતે ફેંટી કાઢો. ત્યારપછી તેમાં મીઠું નાખી ને સારી રીતે ફેંટો. તમે જેટલું સારું ફેંટશો આમલેટ તેટલું સારું બનશે.

  3. 3

    હવે ગેસ પર પેન મુકો અને તેમાં એક ચમચી તેલ નાખીને ગરમ થવા દો. તેલ ગરમ થઈ જાય પછી ઈંડાનું 1/2 મિશ્રણ નાખીને તવા/પેન પર ફેલાવી દો.

  4. 4

    ૫ મીનીટ સુધી સ્લો ફ્લેમ પર રંધાવા દો. એક સાઈડ પરથી સારી રીતે થઈ જાય તો ફેરવીને બીજી બાજુ થવા દો. તમારું આમલેટ તૈયાર છે.

  5. 5

    હવે તમે બ્લેક પેપર નાખી દો. પેન માંથી ઓમલેટ ને કાઢી ને એ ઠંડું થાય એટલે એના ટુકડાં કરી લો.

  6. 6

    ઓમલેટ ના ટુકડાં, સમારેલું ટમેટું અને સમારેલી ડુંગળી નાંખી, ચાટ મસાલો અને કોથમીર ભભરાવી ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Komal Patelia
Komal Patelia @cook_27633810
પર

Similar Recipes