અંગુર રબડી(angoor rabdi in Gujarati)

Sonal Karia
Sonal Karia @Sonal

#માઇઇબુક
#પોસ્ટ10
#વિકમીલ2
હુ મારી બેન શીતલ પાસેથી રસગુલ્લા બનાવતા શીખી છું પહેલાં બનાવતી પણ આટલો સંતોષ નહોતો થતો, શીતલ પાસેથી શીખીને મેં બનાવ્યા તો મને બહુ જ મજા આવી બહુ જ સરસ બન્યા છે, અને બહુ ઇઝી પણ છે. મેં તેમાં થોડા ફેરફાર કરી અંગુર રબડી બનાવી છે. અંગુર એકદમ સ્પોનજી થયા છે.થેંક યુ સો મચ શીતલ.અને મારી ઇબુક માટે પણ મસ્ત રેસીપી......

અંગુર રબડી(angoor rabdi in Gujarati)

#માઇઇબુક
#પોસ્ટ10
#વિકમીલ2
હુ મારી બેન શીતલ પાસેથી રસગુલ્લા બનાવતા શીખી છું પહેલાં બનાવતી પણ આટલો સંતોષ નહોતો થતો, શીતલ પાસેથી શીખીને મેં બનાવ્યા તો મને બહુ જ મજા આવી બહુ જ સરસ બન્યા છે, અને બહુ ઇઝી પણ છે. મેં તેમાં થોડા ફેરફાર કરી અંગુર રબડી બનાવી છે. અંગુર એકદમ સ્પોનજી થયા છે.થેંક યુ સો મચ શીતલ.અને મારી ઇબુક માટે પણ મસ્ત રેસીપી......

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫૦ મિનિટ
5 સર્વિગ્
  1. રબડી માટે
  2. 500મિલી દૂધ ફુલ ફેટ વાળું
  3. 1/2 કપખાંડ
  4. 1 ચમચીકોર્ન ફ્લોર/તપકીર
  5. 2ચમચા કાજુ બદામનો ભૂકો
  6. થોડું કેસર
  7. અંગુર માટે
  8. 500મિલી દૂધ ગાયનું /તાજા
  9. ૩/૪ લીંબુનો રસ
  10. 4 ચમચીપાણી
  11. ચાસણી માટે
  12. ૧/૨ કપખાંડ
  13. 4 કપપાણી

રાંધવાની સૂચનાઓ

૫૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક તપેલી અંગુર માટે નું દૂધ લેવું ગરમ કરવા મૂકવું ઉકાળો આવે એટલે ગેસ ધીમો કરી લીંબુના રસમાં પાણી ઉમેરી ધીમે ધીમે નાખતા જઈ હલાવતા રહેવું. દૂધ માંથી પનીર થઈ જાય એટલે તેને ગયળામાં ગાળી લેવું. તેમાં થોડું પાણી ઉમેરી ધોઈ ફરીથી ગાળી પાણી નિતારી,૧૦ થી 15 મિનિટ માટે રે સ્ટ આપી પાણી નીતરવા દેવું.

  2. 2

    એ દરમિયાન રબડી વાળા દૂધને ગેસ ઉપર ગરમ કરવા મૂકો તેમાં ખાંડ ઉમેરી સતત હલાવતા રહેવું થોડું ઘટ્ટ થાય એ પછી કોર્ન ફ્લોર માં પાણી ઉમેરી ધીમે ધીમે દૂધમાં ઉમેરતા જવું. થોડીવાર પછી દૂધ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી દૂધ ને ઠરવા દેવું.. તેમાં થોડું કેસર ઉમેરવુ.

  3. 3

    હવે. પનીર ને નાની મિક્સર જાર માં લઇ બે થી ત્રણ સેકંડ ફેરવો...પ્લેટ માં લેવું.. હવે પહોળા વાસણ માં ચાસણી માટેની ખાંડ અને પાણી લઈ ઊકળવા મૂકો. ત્યારબાદ પ્લેટમાં લીધેલા પનીર માંથી નાના નાના ગોળા વાળી લેવા અને પાણી માં ઉમેરવા,૫ મિનિટ ફાસ્ટ ગેસ પછી ધીમા ગેસ ઉપર ૧૫ મિનિટ રાખવા. ત્યારબાદ તેને ઠરવા દેવા.

  4. 4

    અંગુર અને રબડી બંને ઠરે એટલે અલગ અલગ જ ફ્રીજમાં મુકવા. ચારથી પાંચ કલાક બાદ અંગુર ને નિતારી રબડી માં ઉમેરી દેવા. બીજે દિવસે કાજુ બદામ નો પાઉડર ઉમેરી ઉપયોગ કરવો.

  5. 5

    તો તૈયાર છે આપણી એકદમ બહાર જેવી જ અંગુર રબડી.

  6. 6

    નાના નાના અંગુર ને બદલે પેંડા જેવો શેઈ પ આપી ઉપર મુજબની જ રીતે મુજબ બનાવીએ તો રસ મલાઈ બની જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Karia
Sonal Karia @Sonal
પર
alag alag rasoi banavavi, khavadavavi n khavi pan bahu j game
વધુ વાંચો

Similar Recipes