અંગૂર રબડી (Angoor Rabdi Recipe In Gujarati)

niralee Shah
niralee Shah @cook_27647244

#KS3 #Post 3
મારા છોકરાઓને રમવાની ખૂબ ભાવે છે.

અંગૂર રબડી (Angoor Rabdi Recipe In Gujarati)

#KS3 #Post 3
મારા છોકરાઓને રમવાની ખૂબ ભાવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

3 કલાક
4 વ્યક્તિ માટે
  1. 500 ગ્રામદૂધ પનીર બનાવવા માટે
  2. 2 લિટરદૂધ રબડી બનાવવા માટે
  3. 750 ગ્રામખાંડ
  4. 20-25તાતણા કેસર
  5. 8 નંગબદામ
  6. 10 નંગપીસ્તા
  7. 8 નંગકાજુ
  8. પાણી જરૂર મુજબ
  9. 1 ચમચીકોર્ન ફ્લોર
  10. 2 ચમચીલીંબુનો રસ
  11. ગાર્નીશિંગ માટે
  12. બદામ, પિસ્તા, કાજુ ની કતરણ અને કેસર

રાંધવાની સૂચનાઓ

3 કલાક
  1. 1

    500 ગ્રામ દૂધ લઈ ને પહેલા ગરમ કરો. એક ઊભરો આવે પછી તેમાં બે ચમચી લીંબુના રસમાં બે ચમચી પાણી ઉમેરી દૂધને હલાવતા હલાવતા તેની અંદર લીંબુના રસને થોડું થોડું કરી ઉમેરો અને દૂધને હલાવતા રહો. તમે જોઈ શકો છો કે થોડીવારમાં દૂધ ફાટી જ રહ્યું છે.

  2. 2

    હવે તને એક ઝટકામાં કાઢી લો. અને તેને ઠંડા પાણીથી ધોઇ કાઢો. આમ કરવાથી તેની અંદર લીંબુની ખટાશ નીકળી જશે. હવે તેની અંદર રહેલું પાણી નીતારીને કાઢી લેવું. તેને 1/2 કલાક માટે રહેવા દેવું. હવે તેને કટકા માંથી કાઢી લો. હવે તેમાં કોર્નફલોર ઉમેરી તેને હથેળીની મદદથી મસળી લો.

  3. 3

    હવે તેના ગોળા વાળી લો અને તેને થોડીવાર રહેવા દો. ત્યાં સુધી એક વાટકી ખાંડ લઇ તેમાં ત્રણ વાટકી પાણી ઉમેરો. તેને 5 મિનિટ ઉકળવા દો. હવે તેમાં વારેલા ગોળા ઉમેરો અને તેને 20 મિનિટ માટે તેમા ઉકાળો. પછી તમે જોઈ શકો છો કે તે ફૂલીને મોટા થઇ ગયા છે.

  4. 4

    હવે બીજી બાજુ એક તપેલીમાં બે લીટર દૂધ અમુલ ગોલ્ડ દૂધ કાઢી લો. અને તેને મીડીયમ ગેસ પર ઉકાળવા મુકો. અને તેમાં કેસર ના ૧૫ થી 20 તાતણા નાખો. અને તેમાં ખાંડ ઉમેરો. ખાંડ તમે તમારા ગણપણ પ્રમાણે વધારે ઓછી કરી શકો છો. હવે તેને ઉકળવા દો. તેને થોડી થોડી વારે હલાવતા રહો અને તેનો કલર બદામી રંગના થાય ત્યાં સુધી તેને ઉકાળો.

  5. 5

    હવે દુધ ઉકળી ગયા પછી તેને ઠંડુ થવા દો. દૂધ ઠંડું થાય પછી તેમાં બદામ પિસ્તા અને કાજુની કતરણ ઉમેરો. હવે એક બાઉલમાં ચાસણી માંથી રસગુલ્લા કાઢી તેને મૂકો. પછી તેના પર બનાવેલી રબડી ઉમેરો. તૈયાર છે તમારી અંગુર રબડી તેને બદામ પિસ્તા ની કતરણ અને કેસરથી ડેકોરેશન કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
niralee Shah
niralee Shah @cook_27647244
પર

ટિપ્પણીઓ

Similar Recipes