પંચમેળ દાળ (Panchmel Dal Recipe In Gujarati)

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
અમદાવાદ

#FFC6
#cookpad_guj
#cookpadindia
પંચમેળ દાળ એ પાંચ દાળ થી બનતી એક રાજસ્થાની વાનગી છે. દાળ એ ભારતીય ભોજન નું એક મહત્વ નું અંગ છે. ભારતીય ઘરમાં , જુદી જુદી જાત ની દાળ બનતી જ હોય છે. પ્રોટીન થી ભરપૂર દાળ નો ઉપયોગ આપણે રોજિંદા ભોજન માં કરવો જ જોઈએ. પાંચ દાળ ના સંગમ થી બનતી આ દાળ ખૂબ જ સ્વાદિષ્ટ પણ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30+20 મિનિટ
4 વ્યક્તિ
  1. 2 કપમિક્સ દાળ (મગ, અડદ, ચણા, તુવેર અને મસૂર દાળ)
  2. 2 ચમચા ઘી
  3. 1 ચમચીજીરું
  4. ચપટીહિંગ
  5. 1ઝીણી સુધારેલી ડુંગળી
  6. 7-8ઝીણી સુધારેલી લસણ ની કળીઓ
  7. 1ઝીણું સુધારેલું ટામેટું
  8. 1 ચમચીઝીણું સુધારેલું આદુ
  9. 1 ચમચીલાલ મરચું પાઉડર
  10. 1 ચમચીહળદર
  11. 1લીંબુ
  12. મીઠું સ્વાદાનુસાર
  13. સજાવટ માટે કોથમીર

રાંધવાની સૂચનાઓ

30+20 મિનિટ
  1. 1

    દાળ ને ધોઈ ને 30 મિનિટ પલાળી દો. ત્યારબાદ તેમાં મીઠું અને હળદર નાખી કુકર માં બાફી લો.

  2. 2

    ઘી ગરમ મૂકી, જીરું નાખો, તતળે એટલે હિંગ ઉમેરી ને ડુંગળી લસણ નાખી બરાબર સાંતળો.

  3. 3

    ત્યારબાદ ટામેટું નાખી, નરમ થાય ત્યાં સુધી સાંતળો. પછી, આદુ અને સૂકા મસાલા નાખો અને 1-3 મિનિટ સાંતળો.

  4. 4

    હવે બાફેલી દાળ અને જરૂર પુરતું પાણી ઉમેરી ને ધીમી આંચ પર રાખો. મીઠું અને લીંબુ નો રસ પણ ઉમેરી દો.

  5. 5

    5 મિનિટ પછી આંચ બંધ કરો અને કોથમીર થી સજાવો.

  6. 6

    ગરમ ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
પર
અમદાવાદ
સ્વાસ્થ્યપ્રદ રસોઈ એ મારું પેશન છે. આપણી જુની તથા અત્યાર ની વાનગી ના અમૂક ઘટકો માં ફેરફાર કરી વાનગી ને સ્વાસ્ત્યપ્રદ બનાવું છુ.
વધુ વાંચો

Similar Recipes