નાયલોન પૌવા (Nylon Poha Recipe In Gujarati)

Jayshree Doshi
Jayshree Doshi @Jayshree171158
Baroda

રોજ શું નાસ્તો બનાવવો તેવું દરેક વ્યક્તિને મનમાં થાય છે તો હું તમારા માટે આ નાયલોન પૌવા ની રેસીપી લાવી છું મને આશા છે કે તમને અને તમારા ઘરના બધા જ ફેમિલીને આ નાયલોન પૌવા નો નાસ્તો ખુબજ ગમશે કેટલી વાર એવું થાય કે આપણે નાસ્તામાં શું ખાઈએ તો આ નાયલોન પૌવા ખાવામાં ખુબ જ ટેસ્ટી છે

નાયલોન પૌવા (Nylon Poha Recipe In Gujarati)

રોજ શું નાસ્તો બનાવવો તેવું દરેક વ્યક્તિને મનમાં થાય છે તો હું તમારા માટે આ નાયલોન પૌવા ની રેસીપી લાવી છું મને આશા છે કે તમને અને તમારા ઘરના બધા જ ફેમિલીને આ નાયલોન પૌવા નો નાસ્તો ખુબજ ગમશે કેટલી વાર એવું થાય કે આપણે નાસ્તામાં શું ખાઈએ તો આ નાયલોન પૌવા ખાવામાં ખુબ જ ટેસ્ટી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
  1. 500 ગ્રામનાયલોન પૌવા
  2. 100 ગ્રામ શીંગદાણા
  3. 100 ગ્રામ ચણાના દાળિયા
  4. લીલા મરચા
  5. મીઠો લીમડો
  6. 1 ચમચીહળદર
  7. ૧ ચમચીલાલ મરચું
  8. ચપટીહિંગ
  9. સ્વાદ પ્રમાણેમીઠું
  10. 1 મોટો બાઉલ તેલ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌપ્રથમ પૌવા ને ચારણી થી ચારી સાફ કરવા ત્યારબાદ એક મોટા વાસણમાં પૌવા નાખી ગેસ પર ધીમા તાપે કડક શેકવા ધ્યાન રહે કે પૌવા નીચે ચોંટે નહીં તેનું ખાસ ધ્યાન રાખવો

  2. 2

    પૌવા સરસ રીતે કડક શેકાઈ જાય એટલે ગેસ પરથી નીચે ઉતારી લેવા પછી તેમાં ચણાના દાળિયા ને સ્વાદ પ્રમાણે મીઠું નાખવું અને લાલ મરચું ભભરાવવું

  3. 3

    એક કઢાઈમાં એક મોટો બાઉલમાં તેલ મૂકી ગેસ પર ગરમ કરવું તેલ બરાબર ગરમ થાય એટલે તેમાં શીંગદાણા નાખવા શીંગદાણા થોડા શેકાય પછી લીલા મરચા ની કાતરી ને લીમડો નાખવો ને તે કડક થાય પછી તેમાં હિંગ નાંખવી

  4. 4

    હવે પાત્રા પૌઆમાં આ તૈયાર થયેલો વઘાર રેડવો અને તેને બરાબર મિક્સ કરવું

  5. 5

    હવે તૈયાર છે પાતળા પૌવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree Doshi
Jayshree Doshi @Jayshree171158
પર
Baroda
મને નવી નવી વાનગી બનાવવાનો શોખ છે મારી મમ્મી અને મારી સાસુ જે વાનગીઓ બનાવતા હતા તેમની પાસેથી શીખી ને હું પણ બનાવું છું મારા ફેમિલીને એ વાનગીઓ ખૂબ જ ભાવે છે મને વેસ્ટ માંથી પણ બેસ્ટ બનાવવું ખૂબ જ ગમે છે હવે તો કુક પેડ માં થી ઘણું બધું શીખવાનું મળે છે ને મારા ફેમિલી નો ખુબ જ સપોર્ટ મળે છે થેન્ક્યુ કુક પેડ એડમીન
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Parul Kesariya
Parul Kesariya @cook_29602118
Dee Tamari recipe par thi me pan papad Pauva no chevado banavyo ... bau testy banyo chhe... Thanks .

Similar Recipes