મિસ્સી રોટી (Missi roti Recipe in Gujarati)

Nutan Shah
Nutan Shah @cook_24867255
Sangli. Maharashtra
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦  મિનિટ
દસ નંગ
  1. ૨કપ ઘઉંનો લોટ
  2. ૧ કપચણાનો લોટ
  3. ચમચા કોર્ન ફ્લોર
  4. ૧ ચમચીકલૌંજી
  5. ૧ચમચો તેલ
  6. ૨ ચમચીધાણાજીરું પાઉડર
  7. મરચું પાઉડર સ્વાદ અનુસાર
  8. મીઠું સ્વાદ અનુસાર ્
  9. 1/2ચમચી હળદર
  10. 1/4 ચમચી હિંગ
  11. 2ચમચા સમારેલી મેથી
  12. ઘી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૪૦  મિનિટ
  1. 1

    એક થાળીમાં બધા લોટ લઈને મિક્સ કરી લો. બધા મસાલા અને જરૂરી સામગ્રી તૈયાર કરી લો.

  2. 2

    લોટમાં ઉપર મુજબની બધી સામગ્રી મિક્સ કરીને પાણી ઉમેરીને રોટલીનો લોટ બાંધી લો અને પાચ મિનિટ રહેવા દો.

  3. 3

    બાંધેલા લોટમાંથી એક સરખા દસ ભાગ કરી લુઆ બનાવી લો. ગેસ ઉપર મધ્યમ તાપે માટીની તવી અને ન હોય તો લોઢાની તવી ગરમ કરવા મૂકો. લુઆને કોરા લોટમા રગદોળી રોટલી વણો અને તેના ઉપર પાણી લગાડી પાણીવાળી બાજુ તવી ઉપર રાખીને તવી ઊંધી કરીને બ્રાઉન રંગના દાણા થાય ત્યાં સુધી રોટલી શેકીને તવી સિધી ફેરવી લેવી. કીનારી સહેજ દબાવીને શેકો.

  4. 4

    પછી રોટલી ઉપર અને કીનારીની સાઇડ પર સરખી રીતે ઘી લગાડીને તવેતાથી રોટલી ઉતારી લો.

  5. 5

    સરસ મજાની હેલ્ધી, ક્રિસ્પી મિસ્સી રોટીને કોઇપણ પાક, ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nutan Shah
Nutan Shah @cook_24867255
પર
Sangli. Maharashtra
l love cooking for me and my family
વધુ વાંચો

Similar Recipes