મેગી-મેથીનું છાશ વાળું ખાટું તીખું શાક(Maggi-Methi tangy sabji with buttermilk recipe in Gujarati)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
Ahmedabad

#Fam
MY_MAGGI_SAVOURY_CHALLENGE
#MAGGIMAGICINMINUTES
#COLLAB
#cookpadindia
#cookpadgujrati
આ મારી પોતાની જ ઈનોવેશન વાનગી છે મને થયું કે મેગી સાથે કોન્ટિનેન્ટલ વાનગી તો ઘણી બને છે પરંતુ તેનો ઉપયોગ કરીને તેમા twist આપીને કઈક દેશી વાનગી બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ અને આ પ્રયત્નો મારો સફળ રહ્યો આ શાક ઘરમાં બધાને ખૂબ જ પસંદ પડ્યું અહીં મેં મેગીનું છાશ વાળુ ખાટ્ટુ તીખું રસાવાળુ કાઠીયાવાડી સ્ટાઈલ શાક બનાવ્યું છે. કાઠિયાવાડમાં મેથી સાથે દહીવાળું શાક બનાવવા નું ઘણું પ્રચલિત છે તો એની સાથે મેં નેગી નું કોમ્બિનેશન કરીને આ શાક તૈયાર કરેલ છે. હાલો.... મેગી નો કાઠીયાવાડી ચટાકો માણવા..... તેની સાથે ફુલકા રોટી કાચી કેરી ની ચટણી આથેલા મરચાં અને આથેલા લીંબુ પીરસેલા છે....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૭/૮ મિનિટ
બે વ્યક્તિ માટે
  1. 1મેગી નું નાનું પેકેટ
  2. 1લીલુ મરચું સમારેલુ
  3. 1ચમચો લીલી મેથી દાણા પલાળેલા
  4. 1/2 કપદહીં
  5. 1નાનું ટમેટું ઝીણું સમારેલું
  6. 1/2ચમચો તેલ
  7. ચપટીહિંગ
  8. 1/8 ચમચીહળદર પાઉડર
  9. 1/2 ચમચીલાલ
  10. 1ડાળી મીઠો લીમડો
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. સાથે સર્વ કરવા માટે: ફુલકા રોટી,કાચી કેરી ની ચટણી, આથેલા મરચા, આથેલા લીંબુ

રાંધવાની સૂચનાઓ

૭/૮ મિનિટ
  1. 1

    મેથીના દાણાને ગરમ પાણીમાં બે કલાક પલાળીને ચપટી મીઠું નાખી,ત્રણ વ્હીસલ પ્રેશર કુક કરી ને પછી હાથી જ સહેજ મસળી ને વધારા ના ફોતરા અને વધારાનું પાણી કાઢી લો.

  2. 2

    મેગીના મોટા મોટા ટુકડા કરી લો દહીંને વલોવી લો ટામેટુ અને લીલું મરચું ઝીણું સમારી લો. એક કડાઇમાં તેલનો વઘાર મૂકી તેમાં જીરું હિંગ મીઠો લીમડો લીલુ મરચું ટામેટુ ઉમેરીને બે મિનીટ સાંતળો. પછી તેમાં લાલ મરચું પાઉડર અને હળદર ઉમેરીને એક ગ્લાસ પાણી ઉમેરો.

  3. 3

    પાણી ઉકળવા લાગે એટલે તેમાં મીઠું ઉમેરો અને મેગી ના ટુકડા ઉમેરી દો. હવે એક મિનિટ પછી તેમાં બાફેલી મેથી દાણા અને વલોવેલુ દહીં ઉમેરીને બરાબર મિક્સ કરી ૨/૩ મિનિટ સુધી ઉકાળી લો.

  4. 4

    શાકમાં તેલ છુટું પડી ઉપર તળવા લાગે એટલે ગેસ બંધ કરી ને સર્વિંગ બાઉલમાં કાઢી લઈ ઉપરથી ઝીણી સમારેલી કોથમીરથી ગાર્નિશ કરો.

  5. 5

    મેગી અને મેથી દાણાનું છાસવાળુ ખાટુ શાક ગરમા ગરમ ફુલકા રોટી કાચી કેરીની ચટણી આથેલા મરચાં અને આથેલા લીંબુ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shweta Shah
Shweta Shah @Shweta_2882
પર
Ahmedabad
Love to cook Jain recipes love to eat Jain food ❤️
વધુ વાંચો

Similar Recipes