પાન પતા મેગી ચાટ (Paan patta maggi chat recipe in Gujarati)

Swara Parikh
Swara Parikh @cook_Swarakitchen

#MaggiMagicInMinutes
#Collab
🍜મેગી તો અવે નાના છોકરા ઓ સાથે મોટા લોકો ને પણ ખુબ જ ભાવે છે આજે મેં મેગી માંથી એક સરસ ચાટ બનાવ્યો છે જેમાં મેં નાગરવેલ ના પાન નો ઉપયોગ કર્યો છે. અત્યારે ગરમી ના કારણે નાગરવેલ ના પાન શરીર માં ઠંડક પણ આપે છે જેને આપણે આટલી ગરમી માં પણ સરસ મજા થી આ ચાટ ખાઈ શકાય છે 😋

પાન પતા મેગી ચાટ (Paan patta maggi chat recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#MaggiMagicInMinutes
#Collab
🍜મેગી તો અવે નાના છોકરા ઓ સાથે મોટા લોકો ને પણ ખુબ જ ભાવે છે આજે મેં મેગી માંથી એક સરસ ચાટ બનાવ્યો છે જેમાં મેં નાગરવેલ ના પાન નો ઉપયોગ કર્યો છે. અત્યારે ગરમી ના કારણે નાગરવેલ ના પાન શરીર માં ઠંડક પણ આપે છે જેને આપણે આટલી ગરમી માં પણ સરસ મજા થી આ ચાટ ખાઈ શકાય છે 😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25-30 મિનિટ
3-4 સર્વિંગ્સ
  1. ચાટ બનાવા માટે
  2. 1મેગી નું પેકેટ
  3. 1 ચમચીતેલ
  4. 3-4 ચમચીપાણી
  5. 2-3 ચમચીમેગી મસાલો
  6. મીઠુ સ્વાદ અનુસાર
  7. 1/4 કપઝીણા સમારેલા ટામેટા
  8. 1/4કોલ ઝીણી સમારેલી ડુંગળી
  9. ચાટ નું લેયર બનાવા માટે
  10. 8-10નાગરવેલ ના પાન
  11. 1 કપમેંદો
  12. 1/2 કપકોર્ન ફ્લોર
  13. 1/4 કપચોખા નો લોટ
  14. મીઠુ સ્વાદ અનુસાર
  15. પાણી જરૂર મુજબ
  16. તેલ તળવા માટે
  17. પીરસવા માટે
  18. તીખી બુંદી
  19. તીખી સેવ
  20. ધાણા ફુદીના ની ચટણી
  21. લસણ નું ચટણી

રાંધવાની સૂચનાઓ

25-30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક નોન સ્ટીક પેન માં મેગી ને તોડી ને નાખો અને 1 મિનિટ સુધી હલાવો. ત્યાર બાદ તેમાં તેલ ઉમેરી ને મિક્સ કરો

  2. 2

    અને તેને આછી લાલ કલર આવે ત્યાર સુધી થવા દો ત્યાર બાદ તેમાં પાણી ઉમેરી ને તરત જ ઢાંકી દો.

  3. 3

    ત્યાર બાદ ફરી 1/2મિનિટ સુધી તેને હલાવો. અને ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢો. અને તેમાં ઝીણા સમારેલા ડુંગળી અને ટામેટા ઉમેરી ને મિક્સ કરો.

  4. 4

    ત્યાર બાદ તેમાં મેગી મસાલો અને મીઠુ ઉમેરી ને મિક્સ કરો.અને ઢાંકી ને 5-10 મિનિટ રેસ્ટ આપો.

  5. 5

    ત્યાર બાદ એક બાઉલ માં મેંદો, ચોખા નો લોટ કોર્ન ફ્લોર અને મીઠુ લઇ ને મિક્સ કરો. ત્યાર બાદ તેમાં પાણી ઉમેરી ને ખીરું બનાવો.

  6. 6

    ત્યાર બાદ પાન ને બરાબર ધોઈને અને તેને લૂછી ને આ ખીરા માં ડીપ કરો અને ગરમ તેલ માં ગોલ્ડન બ્રાઉન કલર ના તળી લો.

  7. 7

    ત્યાર બાદ તેને પીરસતી વખતે પાન ઉપર બનાવેલું મેગી નું સ્ટફિંગ મુકો અને તેના પર લસણ અને ધાણા ફુદીના ની ચટણી મુકો અને તેના પર તીખી બુંદી અને તીખી સેવ ભભરાવો. તો તૈયાર છે પાન પત્તા મેગી ચાટ.

  8. 8
  9. 9
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Swara Parikh
Swara Parikh @cook_Swarakitchen
પર
😍cooking girl👩‍🍳
વધુ વાંચો

Similar Recipes