મસાલા રોટી (Masala Roti Recipe In Gujarati)

Beenal Sodha
Beenal Sodha @cook_20651172
Junagadh
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 નંગરોટલી
  2. 4 ચમચીચણાનો લોટ
  3. ૧ નંગટમેટું
  4. ૨ નંગલીલા મરચા
  5. ૧ નંગડુંગળી
  6. કોથમીર જરૂર મુજબ
  7. 1/2 ચમચી ચીલી ફ્લેક્સ
  8. 1/2 ચમચી લાલ મરચું
  9. 1/2 ચમચી ધાણાજીરૂ
  10. 1/4 ચમચી હળદર
  11. 1/2 ચમચી ગરમ મસાલો
  12. મીઠું સ્વાદાનુસાર
  13. ડેકોરેશન કરવા માટે ચીઝ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બધી વસ્તુઓ તૈયાર કરી ડુંગળી ટામેટું અને લીલું મરચું ઝીણું સમારી લેવું પછી એક બાઉલ લઈ તેમાં ટામેટું ડુંગળી લીલું મરચું હળદર ચટણી મીઠું ગરમ મસાલો ચીલી ફ્લેક્સ અને ચણાનો લોટ નાખવો

  2. 2

    પછી તેમાં થોડું પાણી ઉમેરી બેટર તૈયાર કરવું બેટર તૈયાર થઈ જાય એટલે રોટલી લઈ તેના ઉપર લગાવી લેવું પછી એક નોનસ્ટીક પેન લેવું તેના ઉપર તેલ લગાડી

  3. 3

    બેટર લગાડેલી રોટલી ઉંધી રાખી દેવી ફોટામાં બતાવી છે તેવી રીતના બેટર વાળુ પડ નીચે આવવું જોઈએ પછી ધીમા તાપે શોકી લેવાની એક્ સાઇડ શેકાઈ જાય એટલે બીજી સાઇડ ફેરવી નાખવી પછી તેના પીઝા કટરથી ક્ટ કરી ચીઝ ઉમેરો તો તૈયાર છે આપણે ફટાફટ બની જતી મસાલા રોટલી રોટલી વધુ પડી હોય તેનો ઉપયોગ થઈ જાય છે અને બાળકોને તો ખૂબ જ ભાવશે આ નાસ્તો એક વખત જરૂર ટ્રાય કરજો જેમને તીખું ભાવતું હોય તો આ રોટલી છે ને બહુ જ સ્પાઇસી બને છે કેમકે તેમાં ગરમ મસાલો છે લાલ મરચું છે અને લીલું મરચું છે ચીલી ફ્લેક્સ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Beenal Sodha
Beenal Sodha @cook_20651172
પર
Junagadh
i am housewife and love cooking so much different dishesh! i can make various types of dish!!
વધુ વાંચો

Similar Recipes