દમણી ઢોકળા (Damani Dhokla Recipe In Gujarati)

Linima Chudgar
Linima Chudgar @cook_19537908

વિસરાતી વાનગી ઔ માની આ વાનગી છે વડના પાન ની સુગંધ ખુબ સરસ લાગે છે

દમણી ઢોકળા (Damani Dhokla Recipe In Gujarati)

વિસરાતી વાનગી ઔ માની આ વાનગી છે વડના પાન ની સુગંધ ખુબ સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનીટ
  1. ૨૦૦ ચોખા
  2. ૫૦ અડદ
  3. ૫૦ ચણાની દાળ
  4. ૫૦ મગની દાળ
  5. ૫૦ તુવેર ની દાળ
  6. ૧૦૦ બાફેલા દેશી ચણા
  7. ૧ વાટકી દહીં
  8. ૪ ચમચી આદુ મરચા વાટેલા
  9. મીઠું
  10. ચમચી અજમો૧/૨
  11. ૨ ચમચી તલ
  12. ૧ ચમચી રાઈ
  13. તેલ ૫ ચમચી
  14. ૧ ચમચી હીગ
  15. ૨ ચમચી ખાંડ
  16. ૧૦ વડના પાન
  17. ૩ ચમચી કોથમીર
  18. ૨ ચમચી મેથી નો મસાલો

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનીટ
  1. 1

    બઘી દાળ અને ચોખાને વાટી ને એના લોટ ને પલાળી રાખો દહીં નાંખી ને. જયાં સુધી આથો ના આવે. અથવા૮ થી ૧૦ કલાક.પલાડેા.
    વડના પાન ને સાફ કરી ને ૨ ભાગ મા કાપી લો.

  2. 2

    હવે એને ટુથપીક ની મદદ થી આ રીતે કોન તૈયાર કરો તેમાં તેલ લગાવી ને રાખો.

  3. 3

    હવે જે ખીરું છે તેમાં તેલ નેા વઘાર અને મસાલા કરો. મેથી નો મસાલો આ ઢોકળા મા મેન છે. બાફેલા ચણા ઉમેરો બરાબર મીકસ કરી ને ઈનો નાંખી ને વડના પાન મા ખીરા ને ભરી ને બાફવા મુકો.

  4. 4

    આમાં ખીરું થોડું જાડું રાખ વાનું છે બફાઈ જાય પછી તેને પાન માથી કાઢી ને બીજું ખીરું ભરો.
    વડના પાન ની સુગંધ ખુબ સરસ લાગે છે.
    વડ ના બદલે કેળ ના પાન લઈ શકાય.

  5. 5

    આ ઢોકળા ને લીલી ચટણી કે ખમણ ની ચટણી સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Linima Chudgar
Linima Chudgar @cook_19537908
પર

ટિપ્પણીઓ (14)

Ketki Dave
Ketki Dave @ketki_10
Arrrrrrrrre WAH
Zakkkkkkassssss
& khub Aanand thayo.... 136 recipes..... Keep it up Dear

Similar Recipes