લીલી તુવેર ની કચોરી (Lili Tuver Kachori Recipe In Gujarati)

Trupti mankad
Trupti mankad @cook_26486292

#WD (Happy Women's Day)SPECIAL CHALLENGE આ રેસીપી હુ સ્તુતિ બુચ/હેમાક્ષી બુચ ને ડેડિકેટ કરુ છું આમના દ્વારા આ ગ્રુપ માં સામેલ થઈ છુ.

લીલી તુવેર ની કચોરી (Lili Tuver Kachori Recipe In Gujarati)

#WD (Happy Women's Day)SPECIAL CHALLENGE આ રેસીપી હુ સ્તુતિ બુચ/હેમાક્ષી બુચ ને ડેડિકેટ કરુ છું આમના દ્વારા આ ગ્રુપ માં સામેલ થઈ છુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનીટ
ચાર વ્યક્તિ
  1. 250 ગ્રામલીલી તુવેર ના દાણા
  2. 500 ગ્રામમેંદો
  3. 2 ચમચીઆદુ-મરચા-લસણની પેસ્ટ
  4. 1 ચમચીસમારેલુ ઝીણું લીલુ લસણ
  5. 1 ચમચીતેલ વઘાર માટે
  6. 1 ચમચીહિંગ
  7. 1મોટો ટુકડો લીલા નારિયેળ નુ ખમણ
  8. 1 ચમચીગરમ મસાલો
  9. 1 ચમચીલાલ મરચું અને ઘાણાજીરુ (મિક્ષ)
  10. 1 ચમચીખાંડ
  11. મીઠું સ્વાદ મુજબ
  12. 1 ચમચીલીંબુનો રસ
  13. લોટ બાધવા માટે જરુર મુજબ પાણી
  14. તેલ જરુર મુજબ મોણ
  15. ચપટીમીઠું
  16. 250 ગ્રામતેલ તળવા માટે
  17. સર્વ કરવા માટે સોસ અને લીલી ચટણી
  18. ચપટીહળદર

રાંધવાની સૂચનાઓ

45 મિનીટ
  1. 1

    સૌ. પહેલા તુવેર ના દાણા ને પાણી થી ધોઈ કોરા કરી મિક્સરમાં અધકચરા વાટી લેવા. આદુ-મરચા-લસણની પેસ્ટ પણ અધકચરી વાટી લેવી.લીલુ લસણ પણ ઝીણું સમારી લેવુ.

  2. 2

    હવે એક કડાઈ મા એક ચમચી તેલ નાખી તેમા હિગ નાખી વાંટેલી પેસ્ટ નાખી બરોબર હલાવવું.ક્રશ કરેલ તુવેર નાખી તેમા સ્વાદ અનુસાર મીઠું નાખી બરોબર હલાવી પાચ મિનીટ ઢાંકીને રાખવુ પછી ઉપર થાળી મા પાણી ઉમેરી ચડવા દો વરાળે.

  3. 3

    હવે પાચ મિનીટ પછી ચેક કરવુ તુવેર નુ મિશ્રણ બરોબર ચડી જાય એટલે તેમા ગરમ મસાલો,લાલ મરચું/ધાણા જીરુ પાઉડર,નારિયેળ નુ ખમણ,લીંબુ નો રસ,ખાંડ નાખી ચપટી હળદર મીઠુ સ્વાદ મુજબ નાખી બરોબર હલાવી બે મિનીટ રહેવા દો ગેસ પર પછી ગેસ બંધ કરી ઢાંકી દો પાંચ મિનિટ માટે.પછી થાળી માં કાઢી એકદમ ઠંડુ પડવા દેવું.

  4. 4

    હવે ઉપર બનાવેલ પૂરણ ઠંડુ પડે એ દરમિયાન મેંદા ને ચાળી એક મોટી થાળી મા લોટ કાઢી તેમાં જરુર મુજબ મીઠું અને મોણ નાખી બરોબર મિક્ષ કરી જરુર મુજબ પાણી ઉમેરી લોટ બાંધવો કઠણ અને તેલ થી મસળી લેવુ.ચેક કરી લેવુ પૂરણ ઠંડુ થયુ કે નહી.

  5. 5

    હવે લોટ ને બરોબર મસળી તેના નાના ગોળા વાળી લેવા બધા. પછી પૂરી ના સાઈઝ પ્રમાણે વણી તેમા જરુર મુજબ પુરણ ભરી હલકે હાથે વાળી ઉપર થી બંધ કરી કચોરી ની જેમ વાળી લેવી.

  6. 6

    આ પ્રમાણે બધી કચોરી બનાવી લેવી.હવે કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો.તેલ ગરમ થાય એટલે તેમાં બધી કચોરી આછા ગુલાબી રંગ ની થાય ત્યા સુધી તળી લેવી.

  7. 7

    ગરમાગરમ લીલવા ની કચોરી કોથમીર ની ચટણી અને સોસ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Trupti mankad
Trupti mankad @cook_26486292
પર

Similar Recipes