પરવળ નું શાક(Parval Shak Recipe In Gujarati)

Rima Shah
Rima Shah @rima_03121972

#GA4
#Week26
#Pointed Gourd (પરવળ)

પરવળ નું શાક(Parval Shak Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#GA4
#Week26
#Pointed Gourd (પરવળ)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦-૧૫ મિનીટ
૩ વ્યક્તિ
  1. ૩૦૦ ગ્રામ પરવળ
  2. ૨ ચમચીતેલ વઘાર માટે
  3. ૧/૨ ચમચીહિંગ
  4. ૧ ચમચીરાઈ
  5. ૧ ચમચીજીરુ
  6. ૧ ચમચીહળદર
  7. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  8. ૧+૧/૨ ચમચી ધાણાજીરુ
  9. ૧ ચમચીખાંડ
  10. ૧ ચમચીઅથાણાનો સંભાર મસાલો
  11. ગારનિશીંગ માટે ધાણા સમારેલા

રાંધવાની સૂચનાઓ

૧૦-૧૫ મિનીટ
  1. 1

    પરવળ લઈ ધોઈ આડા કરી નાના સમારી લો.

  2. 2

    હવે એને કૂકરમાં દાળ ભાત નીસાથે વરાળે બાફી લો.

  3. 3

    બફાઈ જાય પછી ગેસ પર એક તવીમાં વઘાર માટે તેલ મૂકી તેમાં રાઈ નાખો. રાઈ તતડે એટલે તેમાં જીરુ અને હીંગ નાખો.

  4. 4

    હવે બાફેલા પરવળમા સંભાર મસાલા સિવાયનો બધો મસાલો નાંખી તવીમાં નાંખી બરાબર હલાવી ૨ મિનીટ માટે કડક થવા દો. પછી સંભાર મસાલો નાંખી હલાવી ૨ મિનીટ પછી ગેસ બંધ કરી લો. આમ પરવળનુ શાક તૈયાર છે.

  5. 5

    આ શાક તમે રોટલી યા ભાખરી સાથે સર્વ કરી શકો છો.સરવ કરતી વખતે ધાણા ભભરાવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rima Shah
Rima Shah @rima_03121972
પર

Similar Recipes