પરવળ નું ભરેલું શાક (Parval Bharelu Shak Recipe In Gujarati)

Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳

#EB
Week2
પરવળ ઘણાં જ પૌષ્ટિક છે...તેમાં એન્ટિઓક્સિડન્ટ ઉંચા પ્રમાણમાં હોય છે...વિટામિન A અને C ભરપૂર હોવાથી એજિંગ પ્રોસેસ ને સ્લો કરે છે...હિમોગ્લોબીન થી ભરપૂર છે...

પરવળ નું ભરેલું શાક (Parval Bharelu Shak Recipe In Gujarati)

#EB
Week2
પરવળ ઘણાં જ પૌષ્ટિક છે...તેમાં એન્ટિઓક્સિડન્ટ ઉંચા પ્રમાણમાં હોય છે...વિટામિન A અને C ભરપૂર હોવાથી એજિંગ પ્રોસેસ ને સ્લો કરે છે...હિમોગ્લોબીન થી ભરપૂર છે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
5 વ્યક્તિ
  1. 500 ગ્રામકુમળા પરવળ
  2. 1 કપબાફેલા દેશી ચણા
  3. 4 ચમચીચવાણા નો ભૂકો
  4. 2 ચમચીલાલ મરચું પાઉડર
  5. 3 ચમચીધાણાજીરું
  6. 1 ચમચીગરમ મસાલો
  7. 2 ચમચીતલ
  8. 1 ચમચીહળદર
  9. 1/2 ચમચીલીંબુનો રસ
  10. 1 ચમચીખાંડ
  11. મીઠું જરૂર મુજબ
  12. વઘાર માટે:-
  13. 4ટે. સ્પૂન તેલ
  14. 1/4 ચમચીહિંગ
  15. 1/2 ચમચીહળદર
  16. 1/2 ચમચીમીઠું
  17. સજાવવા કોથમીર

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પરવળ ને ધોઈને ઉપર નીચેથી ડીંટા કાઢી લો.... સ્ટફિંગ ભરવા માટે ઉભા કાપા કરી લો.....છાલ કાઢવાની નથી...ગેસ પર એક વાસણમાં પરવળ ડૂબે તેટલું પાણી ગરમ મૂકી તેમાં પરવળ ને પાંચ મિનિટ માટે મીઠું ઉમેરી ઉકાળો...

  2. 2

    હવે પરવળને એક ચારણીમાં નિતારવા મુકો...ત્યાં સુધી સ્ટફિંગની તૈયારી કરો...બાફેલા ચણાને મેશ કરી લો....ઉપર દર્શાવેલ મસાલા ઉમેરી દો....

  3. 3

    હવે આપણે પરવળ માં ઉભા કાપા કરેલ છે તેમાં સ્ટફિંગ ભરી લો...

  4. 4

    એક કડાઈમાં તેલ ગરમ મુકો...ગરમ થાય એટલે હિંગ...હળદર અને મીઠું ઉમેરી ભરેલા પરવળ વધારી દો...ઢાંકણ ઢાંકી સ્લો ગેસ પર ચડવા દો....થોડી થોડી વારે ફેરવતા રહો...પરવળને ઉકાળીને સ્ટફ્ કર્યા છે એટલે જલ્દી રંધાઈ જશે....

  5. 5

    હવે આપણું પરવળનું ભરેલું શાક તૈયાર છે બાઉલમાં કાઢી કોથમીર થી સજાવી સર્વ કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
પર
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳
Cooking is my mother's blessings for me🙏
વધુ વાંચો

Similar Recipes