ઓરેન્જ રસગુલ્લા (Orange Rasgulla Recipe in Gujarati)

Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710

#GA4
#week26
#cookpadguj
#cookpadindia
#cookpad
જ્યારે ઓરેન્જ ની વાનગી બનાવવાની થઈ ત્યારે એમ થયું કે ઓરેન્જ નો આઈસ્ક્રીમ, જ્યુસ ,પુડીંગ આ બધું તો બનાવી ચૂક્યા છીએ. તો વિચાર કર્યો કે ઓરેન્જ નું જ્યુસ ઉપયોગ કરીને તે પનીરના રસગુલ્લા બનાવીએ. કમાલ થઇ ગઈ !! કલરફુલ, ,ફલેવરફુલ,સોફટ અને સુંદરતાથી ભરપૂર આ રસગુલ્લા જોતાવેંત જ મોમાં પાણી આવી જાય એવા બન્યા અને આ બનાવવાનો ગર્વ છે. સાથે સાથે કુકપેડ નો આભાર કે ઓરેન્જ ની વાનગી બનાવવાની પ્રેરણા આપી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૧/૨ નારંગી
  2. ૭૦૦ ગ્રામ દૂધ
  3. ૧/૨ કપસાકર
  4. ૧/૨ ટીસ્પૂનઈલાયચી પાઉડર
  5. ૨ નંગપીસ્તા
  6. ૧ ટીસ્પૂનઓરેન્જ એસેન્સ
  7. ૧ ટેબલસ્પૂનકોર્ન ફ્લોર
  8. ચપટી ઓરેન્જ ફુડ કલર

રાંધવાની સૂચનાઓ

૫૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ દુધને એક નોનસ્ટિક પેનમાં ગરમ‌ કરો.દૂધને ૫ મિનિટ માટે ધીમા તાપે ઉકાળવું.ત્યારબાદ ગેસ બંધ કરી દો.

  2. 2

    નારંગી નો જ્યુસ કાઢી લો.આ જ્યુસ ધીમે, ધીમે દૂધ માં રેડો અને મિક્સ કરતા રહો.

  3. 3

    ધીમે-ધીમે બબલ્સ આવશે અને દુધ ફાટવા લાગશે.દૂધમાં પનીર અલગ તરી આવશે.હવે એક મોટી ગળણી માં પાતળો કોટન નો રૂમાલ મૂકી દૂધ ને ગાળી લેવું.પછી રૂમાલ ની પોટલી ફીટ બાંધી બધો જ દૂધનો ભાગ નીતારી લો.પનીરને એક પ્લેટમાં કાઢી લો.

  4. 4

    એક મોટી તપેલીમાં અથવા પેનમાં ૪ કપ પાણી ઉકાળવા મુકો.ઉકળે એટલે તેમાં સાકર એડ કરો.તેમાં ઓરેન્જ ની છાલના ટુકડા ધોઈને નાખો.૧ ટીસ્પૂન ઈલાયચી પાઉડર એડ કરો.

  5. 5

    પનીરમાં કોર્ન ફ્લોર એડ કરી મસળી લો.ચપટી ઓરેન્જ ફૂડ કલર એડ કરી મીક્સ કરો.સરસ સ્મુધ કરી લો.હવે પનીરના નાના નાના ગોળા વાળી લો.

  6. 6

    સાકર નાખેલ પાણી ૫-૭ મિનિટ સુધી ઉકળે એટલે તેમાં પનીરના ગોળા એડ કરવા.મીડિયમ ગેસ રાખી ૧૦ મિનીટ સુધી ઉકળવા દો.ત્યારબાદ એક વખત હલાવી ફરીથી ૧૫ મિનિટ ઢાંકી ધીમા તાપે કુક કરો.હવે તેને ઠંડા થવા દો.સર્વિંગ બાઉલમાં કાઢી લો.પીસ્તાથી ગાર્નિશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710
પર
Happyness is Homemade
વધુ વાંચો

ટિપ્પણીઓ (25)

Similar Recipes