ફ્રેશ ઓરેન્જ કેક (Fresh Orange Cake Recipe In Gujarati)

Palak Sheth
Palak Sheth @palaksfoodtech
Ahmedabad

#GA4
#Week26
#orangecake

ગોલ્ડન એપ્રોન-4 ની છેલ્લી રેસીપી તરીકે ફ્રેશ ઓરેન્જ જ્યુસ અને ઓરેન્જ ઝેસ્ટ વાપરીને શેડેડ રોઝેટ કેક પહેલીવાર બનાવી છે. આઇસીંગમાં ઓરેન્જ ક્રશ, ઓરેન્જ ઇમલ્ઝન વ્હીપ્ડ ક્રિમ સાથે વાપર્યું છે. એકદમ સોફ્ટ અને સુપર યમી બની છે.

ફ્રેશ ઓરેન્જ કેક (Fresh Orange Cake Recipe In Gujarati)

#GA4
#Week26
#orangecake

ગોલ્ડન એપ્રોન-4 ની છેલ્લી રેસીપી તરીકે ફ્રેશ ઓરેન્જ જ્યુસ અને ઓરેન્જ ઝેસ્ટ વાપરીને શેડેડ રોઝેટ કેક પહેલીવાર બનાવી છે. આઇસીંગમાં ઓરેન્જ ક્રશ, ઓરેન્જ ઇમલ્ઝન વ્હીપ્ડ ક્રિમ સાથે વાપર્યું છે. એકદમ સોફ્ટ અને સુપર યમી બની છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 કલાક
800 ગ્રામ જેવી
  1. 🔸️કેક બેઝ માટે,
  2. 1+1/4 કપ મેંદો
  3. 1 કપદળેલી ખાંડ
  4. 1 ટીસ્પૂનબેકિંગ પાઉડર
  5. 1/4 ટીસ્પૂનબેકિંગ સોડા
  6. 1/4 કપબટર
  7. 1/4 કપફ્લેવરલેસ રિફાઇન્ડ ઓઇલ
  8. 1/3 કપદૂધ
  9. 2 ટીસ્પૂનઓરેન્જ ઝેસ્ટ
  10. 1/2 કપફ્રેશ ઓરેન્જ જ્યુસ (3 મોટી નારંગીનો)
  11. 1 ટીસ્પૂનવિનેગર
  12. 🔸️આઇસીંગ માટે,
  13. 2 કપનોનડેરી વ્હીપ્ડ ક્રિમ
  14. 1/2 કપઓરેન્જ ક્રશ
  15. 1/2 ટીસ્પૂનઓરેન્જ ઇમલ્ઝન
  16. 2 ડ્રોપરેડ જેલ કલર
  17. 🔸️સજાવવા માટે 2-3 ઓરેન્જ સ્લાઇસ

રાંધવાની સૂચનાઓ

2 કલાક
  1. 1

    એક બાઉલમાં મેલ્ટેડ બટર અને તેલને બરાબર મિક્સ કરવું. તેમાં દૂધ ઉમેરી મિક્સ કરી લેવું. બીજા બાઉલમાં મેંદો, દળેલી ખાંડ, બેકિંગ પાઉડર અને બેકિંગ સોડાને ભેગું કરી ચાળીને લેવું.

  2. 2

    દૂધવાળા મિશ્રણમાં થોડું-થોડું કરીને લોટવાળું મિશ્રણ ઉમેરી હલાવી મિક્સ કરી લેવું. પછી તેમાં ઓરેન્જ જ્યુસ ઉમેરી ફરી બરાબર મિક્સ કરી લેવું. ત્યારબાદ ઓરેન્જ ઝેસ્ટ અને વિનેગર નાખી બરાબર હલાવી લેવું.

  3. 3

    ઓવનને 10 મિનિટ માટે 170° પર પ્રિહિટ કરવા મૂકી દેવું. કેક મોલ્ડને બટર પેપર મૂકીને અથવા બટર-લોટ છાંટી ગ્રીઝ કરી લેવું. બનેલા કેક બેટર ને મોલ્ડમાં લઇ 2-3 વાર ટેપ કરી લેવું જેથી એર હોય એ નીકળી જાય. પછી મોલ્ડને પ્રિહિટેડ ઓવનમાં ગોઠવી 40-45 મિનિટ માટે કેક બેક કરવી. થવા આવે ત્યારે ટુથપીકથી ચેક કરી લેવું. જો ટુથપીક સાફ પાછી બહાર આવે તો મતલબ કેક રેડી છે. ઠંડી થાય એટલે અનમોલ્ડ કરી લેવી.

  4. 4

    વ્હીપ્ડ ક્રિમને બીટરથી બીટ કરીને રાખવું. તેમાં 2 ટેબલ સ્પૂન ઓરેન્જ ક્રશ અને ઓરેન્જ ઇમલ્ઝન ફ્લેવર માટે ઉમેરવું.

  5. 5

    કેકને ધારદાર છરીથી વચ્ચેથી 2 કે 3 લેયરમાં કટ કરવી. કેકનું એક લેયર ગોઠવી તેના પર એક જાડું લેયર થાય તેટલું વ્હીપ્ડ ક્રિમ લગાવી તેની પર ઓરેન્જ ક્રશ નું લેયર પાથરવું. તેના પર કેકનું બીજું લેયર મૂકવું.

  6. 6

    હવે વ્હીપ્ડ ક્રિમ લગાવી કેકને ચારેબાજુથી કવર કરવી. થોડોક સમય કેક ફ્રીઝમાં મૂકી ક્રીમ સેટ થાય એટલે ક્રીમનું બીજું લેયર લગાવવું. પાઇપીંગ બેગમાં સ્ટાર નોઝલ મૂકી બેગમાં એક તરફ થોડોક રેડ જેલ કલર મૂકવો અને પછી બનેલું વ્હીપ્ડ ક્રિમ ભરી લેવું. આ પાઇપીંગ બેગથી ફ્રોસ્ટેડ કેક પર નાના-નાના શેડેડ રોઝ ની ડિઝાઇન બનાવવી.

  7. 7

    ડિઝાઇન પૂરી બની જાય પછી એક તરફ થોડીક ઓરેન્જ સ્લાઇસ ગોઠવીને મૂકવી. કેક તૈયાર છે. 2-3 દિવસ ફ્રીઝમાં સારી રહે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Palak Sheth
Palak Sheth @palaksfoodtech
પર
Ahmedabad
મારા ઘરનું રસોડું એ મારો સૌથી પસંદગીનો ખૂણો છે. કુકીંગ કરતા જાણે સરસ એવા કોઇ પ્રવાસ પર નીકળ્યા હોઇએ તેવું અનુભવાય. જ્યારે કોઈ વાનગી પહેલી વાર બનવાની હોય ત્યારે બનાવતા પૂરા ખોવાઇ જવું, અને બન્યા પછી વિચાર્યું હોય તેવું કે તેનાથી પણ સારું રિઝલ્ટ મળે ત્યારે થતા આનંદની મજા જ અલગ છે. જો વિચાર્યું તેવું ના મળે તો બને તેટલા જલ્દીથી ફેરફાર ફરી બનાવવાની ઉત્સુકતા પણ તેટલી જ હોય...
વધુ વાંચો

ટિપ્પણીઓ (67)

Similar Recipes