બંબૈયા ચોપાટી સ્પેશિયલ ભેળ

Harsha Valia Karvat
Harsha Valia Karvat @harshakarvat
બોરીવલી, મુંબઈ.
શેર કરો

ઘટકો

5 મિનિટ
2 લોકો
  1. 250 ગ્રામમમરા
  2. 1 નંગટમેટું
  3. 1 નંગકાંદો
  4. 1 નંગબટેટું
  5. 1વાટકો બારીક સેવ
  6. કોથમીર ફુદીનાની તીખી ચટણી જરૂર મુજબ
  7. ખજૂરની મીઠી ચટણી જરૂર મુજબ
  8. લસણની ચટણી જરૂર મુજબ
  9. ચાટ મસાલો જરૂર મુજબ
  10. સમારેલ કોથમીર જરૂર મુજબ
  11. 1 નાની વાટકીમસાલા શીંગ, ચણાદાળ

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બટાકા ને બાફી, તેની છાલ કાઢી તેના બટકાં કરી લો. કાંદા અને ટામેટા ને બારીક સમારી લો. બધી ચટણી તૈયાર કરી લેવી

  2. 2

    હવે એક તપેલીમાં સમારેલા ટામેટા, કાંદા અને બટાકા, કોથમીર લઈ તેમાં સ્વાદ મુજબ ત્રણે ચટણી અને મસાલા શીંગ અને મસાલા ચણાદાળ ઉમેરી સરખી રીતે મિક્સ કરી લો. હવે તેમાં મમરા અને સેવ અને જરૂર મુજબ ચાટ મસાલો ઉમેરી હલકા હાથે સરખી રીતે મિક્સ કરી લો.

  3. 3

    તૈયાર કરેલ ભેળને સર્વિંગ પ્લેટમાં કાઢી તેના પર બારીક સેવ, મસાલા ચણાદાળ, શીંગ અને કોથમીર ભભરાવી સર્વ કરો. લો તૈયાર છે મુંબઈની ચોપાટી સ્પેશિયલ ઝટપટ ટેસ્ટી ભેળ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Harsha Valia Karvat
Harsha Valia Karvat @harshakarvat
પર
બોરીવલી, મુંબઈ.

Similar Recipes