ચોકલેટ ઓરેન્જ મફિન્સ (Chocolate Orange Muffins Recipe In Gujarati)

Megha Vyas
Megha Vyas @meghs_kitchen

મફિન્સ મારા બાળકોને બહુ પ્રિય છે હું વારંવાર મફિન્સ ઘરે જ બનાવું છું ઘઉંના લોટનું ચોકલેટ અને ઓરેન્જ સાથે ખુબ સરસ કોમ્બિનેશન લાગે છે તમે પણ જરૂર થી ટ્રાય કરજો.

ચોકલેટ ઓરેન્જ મફિન્સ (Chocolate Orange Muffins Recipe In Gujarati)

મફિન્સ મારા બાળકોને બહુ પ્રિય છે હું વારંવાર મફિન્સ ઘરે જ બનાવું છું ઘઉંના લોટનું ચોકલેટ અને ઓરેન્જ સાથે ખુબ સરસ કોમ્બિનેશન લાગે છે તમે પણ જરૂર થી ટ્રાય કરજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
8 થી 9 મફિન્સ
  1. 1 કપઘઉંનો લોટ
  2. 1/4 કપદહીં
  3. 1/3 કપફ્રેશ ઓરેન્જ જ્યુસ
  4. 3 tbspકોકો પાઉડર
  5. 1/3 કપદળેલી ખાંડ
  6. 2 tbspકોફી અને પાણીનું મિશ્રણ
  7. 1/4 કપતેલ
  8. 1 tspવેનીલા એસેન્સ
  9. 1/2 tspબેકિંગ સોડા
  10. 1 tspબેકિંગ પાઉડર
  11. 1 tbspકોન ફ્લોર
  12. ચપટીમીઠું
  13. દૂધ જરૂર મુજબ
  14. ઓરેન્જ ઝેસ્ટ અને ચોકલેટ ચિપ્સ ડેકોરેશન માટે

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં દહીં અને દળેલી ખાંડ લઈને મિક્સ કરો.. હવે તેમાં ઓરેન્જ જ્યુસ અને વેનિલા એસેન્સ તથા કોફીનો મિશ્રણ નાખીને મિક્સ કરો

  2. 2

    હવે ઘઉંનો લોટ બેકિંગ પાઉડર બેકિંગ સોડા કોકો પાઉડર corn flour આ બધુ દહીંવાળા મિશ્રણમાં ઉમેરો હવે મિક્સ કરો

  3. 3

    આ મિશ્રણને સેમી સોફટ રાખવું.. મિશ્રણ ઘટ લાગે તો દૂધ ઉમેરવું

  4. 4

    હવે ઓવનને 180 ડિગ્રી પર preheat કરવું ત્યારબાદ તૈયાર કરેલા બેટર ને મફિન્સ tray માં નાખીને ઉપરથી ચોકલેટ ચિપ્સ અને ઓરેન્જ zest નાખીને ડેકોરેટ ને કરવું ત્યારબાદ બેક કરવા મૂકવું 25 મિનીટ માટે

  5. 5

    મફિન્સ ટ્રેને બહાર નીકાળી એકદમ ઠંડુ થવા દેવું હવે તૈયાર છે આપણા ઘઉંના ચોકલેટ ઓરેન્જ મફિન્સ..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Megha Vyas
Megha Vyas @meghs_kitchen
પર

ટિપ્પણીઓ (6)

Rekha Rathod
Rekha Rathod @Rekha_22977120
ઓરેન્જ જ્યુસ ની જગ્યા એ મેંગો જ્યુસ લઇ શકીએ?

Similar Recipes