પંજાબી સમોસા (Punjabi Samosa Recipe In Gujarati)

Sonal Gaurav Suthar
Sonal Gaurav Suthar @soni_1
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 mins.
3 servings
  1. 1/2 કિલો બટાકા
  2. 1/2 વાડકીવટાણા
  3. 1/4 વાડકીકોથમીર ફૂદીનો
  4. 1 tbspલીલા મરચાં આદુ લસણ ની પેસ્ટ
  5. 1/2 tspગરમ મસાલો
  6. 1/2 tspખાંડ
  7. 1 tspલીંબુ નો રસ
  8. તેલ તળવા માટે
  9. મીઠું સ્વાદાનુસાર
  10. કણક માટે:
  11. 250ગ્રામ મેંદો
  12. 1 tspસોજી
  13. 1/2 tspઅજમો
  14. મીઠું સ્વાદાનુસાર
  15. તેલ જરૂર મુજબ
  16. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

45 mins.
  1. 1

    બટાકા અને વટાણા બાફી લો. બાફેલા બટાકા ને મેશ કરી એમાં બાફેલા વટાણા, મીઠું, ગરમ મસાલો, આદું લસણ લીલા મરચાં ની પેસ્ટ, કોથમીર ફુદીનો સમારેલો, લીંબુ નો રસ,ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  2. 2

    કણક બાંધવા મેંદા માં મીઠું, સોજી, અજમો અને તેલ નું મોણ નાખી જરૂર મુજબ પાણી ઉમેરી નઈ સોફ્ટ અને નઈ કઠણ એવો લોટ બાંધી લો.

  3. 3

    હવે કણક માં થી મોટા લુઆ કરી લો અને તેમાં થી એક મોટી રોટલી વણી એના એક સમાન બે ભાગ કરી લો. એમાં બનાવેલું સમોસા નું સ્ટફિંગ ભરો અને કિનારી ને સહેજ પાણી લગાવી ત્રિકોણ આકાર મા બંધ કરી લો. આ રીતે બધા સમોસા તૈયાર કરી લો.

  4. 4

    તેલ ગરમ થાય એટલે એમાં સમોસા તળી લો. કોથમીર ની ચટણી સાથે સર્વ કરો. તૈયાર છે પંજાબી સમોસા...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Gaurav Suthar
પર

ટિપ્પણીઓ (5)

Similar Recipes