ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)

Hiral Brahmbhatt
Hiral Brahmbhatt @hiralbrahmbhatt
શેર કરો

ઘટકો

૧ કલાક
૪ લોકો માટે
  1. ૫૦૦ ગ્રામ ગાજર
  2. ૧૦૦ ગ્રામ ઘી
  3. કન્ડેન્સ્ડ મિલ્ક
  4. ૫ - ૬ બદામ
  5. ૫ - ૬ કાજુ
  6. ૨ ટી સ્પૂનઇલાયચી પાઉડર
  7. ૧૦ કીસમીસ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌપ્રથમ ફોટા માં બતાવ્યા પ્રમાણે તમામ સામગ્રી લો.ગાજરને ધોઇને તેને છીણી દો. એક પેનમાં ઘી ગરમ કરો.

  2. 2

    ઘી ગરમ થાય એટલે તેમાં ગાજરનું છીણ ઉમેરો.તેને હલાવીને બરાબર મિક્સ કરો પછી તેને થોડા સમય માટે થવા દો. થોડા થોડા સમયમાં તેને હલાવતા રહો જેથી તે નીચે ચોંટે નહીં. હવે બદામને કટ કરી લો અને કાજુ અને થોડા ક્રશ કરી લો. હવે તેમાં હવે તેમાં ઈલાયચી પાઉડર ઉમેરો.

  3. 3

    હવે ગાજર ચડી જાય પછી તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરો. હવે તેને બરાબર હલાવી દો.અને પછી ૧૦-૧૫ મિનિટ સુધી થવા દો.

  4. 4

    હવે તે તેમાં કાજુ,બદામ,કિસમિસ બધું ઉમેરો. તૈયાર છે તમારો ગાજરનો હલવો જે છોકરાઓને પણ અતિ પ્રિય હોય છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hiral Brahmbhatt
Hiral Brahmbhatt @hiralbrahmbhatt
પર

ટિપ્પણીઓ

Similar Recipes